તીજ-તહેવાર / 2 જુલાઈએ વાસુદેવ બારસ, આ વ્રત કરવાથી જાણ્યા-અજાણ્યા થયેલાં પાપ નષ્ટ થાય છે

Vasudev Baras on July 2, this fast destroys the sins committed knowingly or unknowingly.
X
Vasudev Baras on July 2, this fast destroys the sins committed knowingly or unknowingly.

  • પૌરાણિક માન્યતાઓ પ્રમાણે માતા દેવકીએ ભગવાન કૃષ્ણ માટે આ વ્રત રાખ્યું હતું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:21 AM IST

અષાઢ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ વાસુદેવ બારસ પર્વ સ્વરૂપે ઉજવાય છે. આ દિવસે ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી ખૂબ જ લાભ મળે છે. ભૂતકાળમાં થયેલાં પાપ નાશ પામે છે. ઉપવાસનો અર્થ- ઉપ એટલે સમીપ અને વાસનો અર્થ પાસે રહેવું થાય છે. એટલે ભોજન અને બધા જ સુખનો ત્યાગ કરીને ભગવાનને પોતાની નજીક અનુભવ કરવા તે જ ઉપવાસ છે.

આ રીતે પૂજા કરોઃ-
વાસુદેવ બારસના દિવસે સવારે જલ્દી સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રીકૃષ્ણનું સોળ પ્રકારના પદાર્થોથી પૂજા કરો. આ દિવસે ભગવાનને હાથનો પંખો અને ફળ-ફૂલ વિશેષ રૂપથી ચઢાવો. પંચામૃત ભોગ ધરાવવું શ્રેષ્ઠ રહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ જાપથી બધા જ કષ્ટ દૂર થઇ જાય છે.

માતા દેવકીએ વ્રત રાખ્યું હતું-
પૌરાણિક માન્યાતઓ પ્રમાણે માતા દેવકીએ ભગવાન કૃષ્ણ માટે આ વ્રત રાખ્યું હતું. આ દિવસે કૃષ્ણજીની પૂજા કરવા માટે એક તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરીને તેને વસ્ત્રથી ચારેય બાજુ લપેટી લો. ત્યાર બાદ કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરી વિધિવત પૂજા કરો. જરૂરિયાતમંદોને જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઇએ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવાથી સંકટ દૂર થાય છે. આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી