વાસ્તુ / મની પ્લાન્ટ માટે દક્ષિણ-પૂર્વ દિશા શુભ મનાય છે, આ છોડની વેલ જમીન ઉપર ફેલાય તો વાસ્તુદોષ વધે છે

vastu tips for money plant
X
vastu tips for money plant

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 12:21 PM IST

ઘરની પોઝિટિવ ઊર્જા વધારવા અને નેગેટિવિટી દૂર કરવા માટે વાસ્તુ ટિપ્સ કામ આવી શકે છે. ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં હોય તો વાતાવરણ પોઝિટિવ રહે છે અને ધન સંબંધિત કાર્યોમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. કોલકત્તાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી પ્રમાણે મની પ્લાન્ટ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો, જેનું ધ્યાન હંમેશાં રાખવું જોઇએ.

  • મની પ્લાન્ટના છોડને ઘરમાં રાખવા માટે આગ્નેય એટલે દક્ષિણ-પૂર્વ સૌથી સારી દિશા માનવામાં આવે છે. મની પ્લાન્ટ આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધે છે. દક્ષિણ-પૂર્વ દિશાનો કારક ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ વેલ ધરાવતા છોડનો પણ કારક છે.
  • મની પ્લાન્ટને ઈશાન એટલે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું નહીં. આ દિશાનો કારક બૃહસ્પતિ ગ્રહ છે. શુક્ર અને બૃહસ્પતિ બંને એકબીજાના દુશ્મન છે. આ કારણે આ દિશામાં શુક્ર ગ્રહનો છોડ રાખવો જોઇએ નહીં.
  • મની પ્લાન્ટ જેટલો લીલો હોય છે, તેટલો જ શુભ માનવામાં આવે છે. તેના પાન કરમાઇ જવા, પીળા કે સફેદ થવા અશુભ માનવામાં આવે છે. એટલે જ, તેના ખરાબ પાનને તરત હટાવી દેવા જોઇએ. છોડની દેખરેખ યોગ્ય રીતે કરવી જોઇએ.
  • મની પ્લાન્ટ ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવો વધારે શુભ મનાય છે. તેનું પાણી સમયે-સમયે બદલતા રહેવું જોઇએ.
  • મની પ્લાન્ટ એક વેલ છે, જેથી તેની ઉપર તરફ આગળ વધારવી જોઇએ. આ છોડ જમીન ઉપર ફેલાયેલો હોય તો વાસ્તુ દોષ વધે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી