વાસ્તુ ટિપ્સ:ઘરના દોષ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનું પિરામિડ રાખવું જોઇએ, પવિત્રતા વધારવા માટે ગંગાજળ રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરના મંદિરમાં નારિયેળ, ચાંદીનો સિક્કો અને ચાંદીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ રહે છે

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પોઝિટિવિટી વધારવા અને નકારાત્મકતા દૂર કરવાના નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરના દોષ દૂર થઇ શકે છે. જે ઘરમાં દોષ હોય છે, ત્યાં રહેતાં લોકોએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. કોલકાતાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠીના જણાવ્યાં પ્રમાણે વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ પણ રાખવું જોઇએ.

પિરામિડના શુભ અસરથી ઘરના દોષ દૂર થાય છેઃ-
ઘરમાં પોઝિટિવિટી અને એકાગ્રતા વધારવા માટે પિરામિડ રાખવું જોઇએ. પિરામિડ તાંબા, પીત્તળ કે પંચધાતુનું હોય તો વધારે શુભ રહે છે. લોખંડ કે એલ્યુમીનિયમનું પિરામિડ ઘરમાં રાખવાથી બચવું જોઇએ. જો ધાતુનું પિરામિડ રાખવું ન હોય તો લાકડાનું પણ રાખી શકાય છે.

ઘરના મંદિરમાં ગંગાજળ રાખોઃ-
ઘરની પવિત્રતા જાળવી રાખવા માટે ઘરના મંદિરમાં ગંગાજળનો કળશ રાખવો જોઇએ. ઘરના મુખ્ય દ્વાર ઉપર આસોપાલવનું તોરણ બાંધવું જોઇએ. તેની શુભ અસરથી ઘરમાં પોઝિટિવ ઊર્જા પ્રવેશ કરે છે. મંદિરમાં નારિયેળ, ચાંદીના સિક્કા અને ચાંદીની મૂર્તિ રાખવી જોઇએ. પૂજા માટે ચાંદીની ધાતુ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરના મુખ્ય દ્વાર ઉપર શુભ ચિહ્ન લગાવવું જોઇએઃ-
ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક કે ૐ જેવા શુભ ચિહ્ન લગાવવાં જોઇએ. આ શુભ ચિહ્નોની શુભ અસરથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરતી નથી. દરવાજામાં નીચેની બાજુ મહાલક્ષ્મીના ચરણ ચિહ્ન બનાવવા જોઇએ. આ શુભ નિશાન ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ-

મહાવીર સ્વામીના વિચાર:આપણે કોઇ માટે સારું કામ કર્યું છે તો તેને ભૂલી જવું જોઇએ, જો ક્યારેય કોઇ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તેને પણ ભૂલી જવું જોઇએ

તિથિ-તહેવાર/ કરવા ચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઉઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

અન્ય સમાચારો પણ છે...