વાસ્તુ ટિપ્સ:ઘરમાં ગણેશજીની મૂર્તિ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો, સૂર્યદેવની તસવીર પૂર્વ દિશામા લગાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ માટે વાસ્તુમાં શુભ-અશુભ દિશાઓ જણાવવામાં આવી છે. જો વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનું પોઝિટિવ ફળ મળે છે. ખોટી જગ્યાએ રાખવામાં આવેલી વસ્તુઓ વાસ્તુ દોષ વધારે છે. એટલે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઇએ.

કોલકાતાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠીના જણાવ્યા પ્રમાણે જો તમે ભગવાન ગણેશજીની મૂર્તિ કે તસવીર ઘરમા રાખવા ઇચ્છો છો તો તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં રાખી શકો છો. ઘરમાં સિંદૂરી ગણેશજીની તસવીર રાખવી શુભ માનવામાં આવે છે. જો મૂર્તિ રાખવા ઇચ્છો છો તો ઘરમાં કે મંદિરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવી જોઇએ. ધ્યાન રાખો ગણેશજીની પૂજા રોજ સવાર-સાંજ કરવી જોઇએ. સાથે જ, સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખો.

જો તમે શિવજીની તસવીર લગાવવાનું ઇચ્છો છો તો તસવીરને ઉત્તર દિશામાં લગાવો. ઉત્તર દિશામાં કૈલાશ પર્વત છે. માન્યતા છે કે કૈલાશ પર્વત ઉપર જ શિવજીનો વાસ છે.

સૂર્યદેવની સાત ઘોડાની તસવીર ઘર માટે શુભફળદાયી માનવામાં આવે છે
સૂર્યદેવની સાત ઘોડાની તસવીર ઘર માટે શુભફળદાયી માનવામાં આવે છે

જો તમે ઘરમાં સૂર્યદેવની તસવીર રાખવા ઇચ્છો છો તો સૂર્યદેવ સાથે સાત ઘોડાની તસવીર લગાવો. આ તસવીર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તસવીરને પૂર્વ દિશામાં જ લગાવવી જોઇએ. તેનાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે. પૂર્વ દિશાથી જ સૂર્યોદય થાય છે. એટલે સૂર્યદેવની તસવીર માટે આ દિશા શુભ રહે છે.

ઘરના હોલમાં કે બેઠકના રૂમમાં કોઇ તસવીર લગાવવા માગો છો તો આ જગ્યાએ કોઇ પહાડ કે ઉડતા પક્ષીની તસવીર લગાવી શકો છો. આ સિવાય હોલમાં કે બેડરૂમમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ કરતી અને રાધા-કૃષ્ણની તસવીર પણ લગાવી શકાય છે.

તુલસીના છોડ માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ રહે છે
તુલસીના છોડ માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ રહે છે

ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ રહે છે. તુલસીનો છોડ અગાસીમાં કે ફળિયાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઇએ.

ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ઘરમાં આખા દિવસમાં થોડીવાર માટે સૂર્યનો પ્રકાશ પહોંચવો જોઇએ. સૂર્યના કિરણોથી વાસ્તુ દોષ દૂર થાય છે. સમયે-સમયે ઘરની બારીઓ પણ ખુલ્લી રાખો જેથી ઘરમાં તાજી હવા આવી શકે. આવું કરવાથી પણ પોઝિટિવિટી વધે છે.