22 જાન્યુઆરીએ મહા મહિનો શરૂ થઈ રહ્યો છે એટલે રવિવારથી ગુપ્ત નવરાત્રિ પર્વ શરૂ થશે. દેવી આરાધનાના આ ઉત્સવમાં વસંત પંચમી 26 જાન્યુઆરીએ રહેશે. લોક પરંપરાઓ પ્રમાણે આ દિવસ લગ્ન કરવા માટે વણજોયું મુહૂર્ત હોય છે. એટલા માટે આ દિવસે અનેક યુગલો લગ્ન બંધને બંધાય છે.
આ પર્વ ઉત્સવો દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પોતાની જ રાશિમાં રહેશે અને શુક્ર પોતાની મિત્ર રાશિઓમાં રહેશે. આ વર્ષે આ બંને ગ્રહો અસ્ત નહીં રહે. જેનાથી શુભ કાર્યોમાં મૂહુર્તમાં અડચણ નહીં રહે.
સર્વાર્થસિદ્ધિ અને રવિયોગમાં ખરીદીનો શુભ યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન 23 તારીખે વ્હીકલ ખરીદીનું વિશેષ મુહૂર્ત છે. તો 24, 25, 26, 27, 30 જાન્યુઆરીએ રવિયોગ રહેશે. તો આ દિવસોમાં જ 26 અને 27 તારીખે સર્વાર્થસિદ્ધિ યોગની સાથે જ પ્રોપર્ટી અને વ્હીકલ્સ ખરીદીના વિશેષ મુહૂર્ત રહેશે. આ પ્રકારે આ દિવસોમાં જ્વેલરી, વાહન, જમીન અને વાહન વગેરેની ખરીદી કરવી ફાયદાકારક રહેશે.
નવ દિવસ રહેશે ગુપ્ત નવરાત્રિ
22 જાન્યુઆરીથી મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. ખાસ વાત એ છે કે આ વખતે તિથિઓની વધ-ઘટ નહીં રહે. જેનાથી નવરાત્રિ નવે-નવ દિવસની જ રહેશે. આ નવરાત્રિને અખંડ નવરાત્રિ પણ કહે છે. પંડિતોનો મત છે કે આ શુભ સંયોગ છે, જે મંગળકારી રહેશે. આ યોગોમાં કરવામાં આવેલી પૂજા, દાન-પુણ્ય અને ખરીદી વિશેષ ફળદાયી અને સમૃદ્ધિકારક રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.