નવું વર્ષ 2022 શરૂ થઈ ગયું છે. જાણો કુંડળી, જન્મતારીખ અને ટેરો કાર્ડ્સ પ્રમાણે, આ વર્ષ તમારા માટે કેવું રહી શકે છે. કુંડળી રાશિફળ ડો. અજય ભામ્બી જણાવી રહ્યા છે, અંક જ્યોતિષ ડો. કુમાર ગણેશ અને ટેરો રાશિફળ પ્રણિતા દેશમુખ જણાવી રહ્યા છે...
કુંડળી રાશિફળ
કુંડળી જ્યોતિષના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2022માં અનેક મોટા ગ્રહો લાંબા સમય બાદ રાશિ બદલી રહ્યા છે. એપ્રિલમાં ગુરુ, શનિ અને રાહુ-કેતુ રાશિઓ બદલી રહ્યા છે. આ ચાર ગ્રહો લાંબા સમય સુધી એક રાશિમાં રહે છે. આ ગ્રહોનાં રાશિ પરિવર્તનને કારણે એપ્રિલ પછી તમામ 12 રાશિના લોકોનાં જીવનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જાણો મેષથી મીન રાશિ સુધીના લોકોનું નવું વર્ષનું રાશિફળ...
અંક જ્યોતિષ 2022
નવા વર્ષ 2022નો મૂળ અંક 6 છે. આ અંકનો સ્વામી શુક્ર ગ્રહ છે. અંક જ્યોતિષની ગણના અંક 1થી 9 વચ્ચે થાય છે. 2022માં 2 અંક ત્રણ વખત છે. અંક 2નો સ્વામી ચંદ્ર છે અર્થાત 2022માં ત્રણ ચંદ્ર છે.
આ રીતે જન્માંક ઓળખો
જન્માંક જન્મતારીખથી શોધાય છે. જન્મતારીખ 1થી 9 હશે તો આ પ્રમાણે જ જન્મ અંક રહેશે. 10થી 31ની જન્મ તારીખ હોય તો બે અંકનો સરવાળો કરી જન્માંક મેળવાય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો, તમારી જન્મતારીખ 18 છે તો 1+8= 9 અર્થાત તમારો જન્માંક 9 રહેશે. જો જન્મ તારીખ 29 હોય તો 2+9= 11, હવે આ બે અંકનો સરવાળો કરીએ તો 1+1= 2 અર્થાત 29 જન્મ તારીખ હશે તો જન્માંક 2 થયો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરી તમારા જન્માંક પ્રમાણે જાણો અંકફળ...
ટેરો રાશિફળ 2022
2022ની બે ખાસ વાત છે, એક એ કે 2 અંક ત્રણવાર છે અને બીજું એ કે એમાં એક શૂન્ય છે. શૂન્યનો આંકડો જણાવે છે કે આ વર્ષની નવી શરૂઆત થઈ શકે છે. તમે જોખમ લઇને આગળ વધી શકો છો. જેમના પારિવારિક સંબંધો બગડેલા છે તેમને રાહત મળી શકે છે, સંબંધો સુધરી શકે છે. મિત્રોનો સાથ મળી શકે છે. જૂના સંબંધો સુધારી શકાય છે. મિત્રો અને સંબંધીઓના સહયોગથી આ વર્ષે ઘણાં મોટાં કામ પૂરાં થઈ શકે છે. નંબર 2 સ્થિરતા દર્શાવે છે. વર્ષ 2021માં જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેઓ હવે સારું સ્વાસ્થ્ય મેળવી શકે છે. રિલેશનશિપ માટે વર્ષ સારું રહેશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જાણો તમારું ટેરો રાશિફળ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.