તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:24 એપ્રિલથી 22 મે સુધી વૈશાખ મહિનો રહેશે, આ મહિનામાં અખાત્રીજ અને બુદ્ધ પૂર્ણિમા આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન વિષ્ણુની પૂજા માટે વૈશાખ મહિનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, પવિત્ર નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઇએ

ગુરૂવાર, 9 એપ્રિલથી હિંદુ પંચાગનો બીજો મહિનો વૈશાખ શરૂ થઇ ગયો છે. આ મહિનાથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે, પરંતુ આ વર્ષે દેશભરમાં કોરોનાવાઇરસના કારણે લોકડાઉન છે, જેથી નદીઓમાં સ્નાન કરવું સંભવ નથી. આવી સ્થિતિમાં પોતાના ઘરમાં પવિત્ર તીર્થ અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવાથી પણ તીર્થ સ્નાનનું પુણ્ય મળી શકે છે. આ મહિનામાં અનેક મુખ્ય પર્વ આવશે.

> રવિવાર, 26 એપ્રિલે અખાત્રીજ છે. આ તિથિએ ભગવાન પરશુરામ પ્રકટ થયાં. આ દિવસે ગરમીથી બચવા માટે છત્રી અને માટલાનું દાન કરવું જોઇએ.

> શનિવાર, 2 મેના રોજ જાનકી જયંતી છે. આ દિવસે માતા સીતા માટે વ્રત-પૂજા કરવી જોઇએ.

> રવિવાર, 3 મેના રોજ મોહિની એકાદશી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરવી અને વ્રત કરવું જોઇએ.

> બુધવાર, 6 મેના રોજ નૃસિંહ જયંતી છે. આ દિવસે ભગવાન નૃસિંહનો પ્રાકટ્યોત્સવ ઉજવવામાં આવે છે.

> ગુરૂવાર, 7મેના રોજ ભગવાન બુદ્ધની જયંતી અને વૈશાખ પૂનમ છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરો.

> રવિવાર, 10 મેના રોજ સંકષ્ટી ચોથ છે. આ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

> સોમવાર, 18 મેના રોજ અપરા એકાદશી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરવી અને વ્રત કરવું જોઇએ.

> શુક્રવાર, 22મેના રોજ શનિ જયંતી છે. આ તિથિએ શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...