તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૃહત્સંહિતા:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર-પૂર્વ દિશામાં પાણીની ટાંકી હોય તો તેનાથી ઘરની સમૃદ્ધિમાં વધારો થાય છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષ ગ્રંથોમાં પાણી માટે 3 દિશા જણાવવામાં આવી છે, પૂર્વ, ઉત્તર અને ઈશાન ખૂણામાં પાણીનું સ્થાન શુભ હોય છે

જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતામાં પાણી, આગ, વાયુ, આકાશ અને પૃથ્વી તત્વ માટે વિવિધ દિશાઓ એટલે જગ્યાઓ જણાવવામાં આવી છે. કાશીના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ઘરમાં આ તત્વો સાથે જોડાયેલી વસ્તુઓ પણ તેની દિશાઓ પ્રમાણે રાખવી જોઇએ. આવું ન કરવાથી દોષ લાગે છે અને નકારાત્મકતા વધે છે. વાસ્તુ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા પાણી માટે અનુકૂળ છે. આ દિશાઓમાં જળ સ્થાન, ટાંકી કે પીવાનું પાણી રાખવામાં આવે તો ઘરમાં પરેશાનીઓ આવતી નથી. પરંતુ તેનાથી ઊંધી એટલે અન્ય દિશાઓમાં પાણી રાખવામાં આવે તો ધનહાનિ અને બીમારીઓ હોય છે અને ઘરમાં રહેતા લોકોની પરેશાનીઓ વધવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણી રાખવાનું યોગ્ય સ્થાનઃ-
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર-પૂર્વ દિશામા પણ પાણીની ટાંકી રાખવા માટે શુભ છે. આ દિશામાં પાણી હોવાથી ધનલાભ થાય છે. આવું ઘર ઉન્નતિ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.

ઉત્તર દિશામાં પાણીની ટાંકી કે પીવાનું પાણી રાખવામાં આવે તો આવા ઘરમાં શાંતિ અને સુખ વધે છે.

આ દિશામાં પાણી રાખવું જોઇએ નહીંઃ-
દક્ષિણ પૂર્વ દિશાને પણ પાણીની ટાંકી રાખવા માટે યોગ્ય માનવામાં આવતી નથી કેમ કે તેને અગ્નિની દિશા કહેવામાં આવે છે. અગ્નિ અને પાણીનું મળવું ગંભીર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

દક્ષિણ દિશામાં પાણીની ટાંકી કે જમીનની અંદર ટાંકી હોવી જોઇએ નહીં. તેનાથી પરિવારમાં અશાંતિ અને ધનહાનિ થાય છે.દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય ખૂણામાં પણ પાણીની ટાંકીનું હોવું અશુભ માનવામાં આવે છે. આ સ્થાનમાં પાણી હોવાથી ઘરમાં બીમારીઓ થવા લાગે છે અને ઉધાર પણ વધવા લાગે છે. આવા ઘરમાં રહેતા લોકોને માનસિક બીમારીઓ પણ થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો