તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તુશાસ્ત્ર:દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે એટલે આ દિશામાં પાણી રાખવાની જગ્યા હોવી જોઇએ નહીં

10 મહિનો પહેલા
  • વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં મુખ્ય દરવાજો કે બારી હોવાથી નકારાત્મકતા વધવા લાગે છે

દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને લઇને ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. કાશીના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ આચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી જે પ્રકારે શરીરની ઊર્જા નષ્ટ થવા લાગે છે, તેવી જ રીતે ઘરના દક્ષિણ ભાગમાં મુખ્ય દરવાજો કે પાણીની જગ્યા હોય તો ત્યાં રહેનાર લોકો પરેશાન રહે છે. ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખી શકો છો પરંતુ દક્ષિણમાં નહીં. ઘરમાં પાણીની ટાંકી દક્ષિણ દિશામાં હોવી જોઇએ નહીં. આવું થવાથી તે ઘરમાં રહેતાં લોકો આર્થિક મામલે પરેશાન રહે છે, સાથે જ સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં પંચ તત્વો માટે અલગ-અલગ જગ્યાઃ-
વાસ્તુ શાસ્ત્રમાં પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી તત્વ માટે અલગ-અલગ દિશાઓ અથવા જગ્યા જણાવવામાં આવી છે. ઘરમાં આ તત્વો સાથે જોડાયેલી વસ્તુઓ પણ આ દિશાઓ પ્રમાણે જ રાખવી જોઇએ. નહીંતર વાસ્તુ દોષ વધવા લાગે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા પાણી માટે અનુકૂળ છે. આ દિશાઓમાં પાણીની ટાંકી કે પીવાનું પાણી રાખવામાં આવે તો ઘરમાં પરેશાનીઓ રહેતી નથી, પરંતુ તેનાથી વિરૂદ્ધ એટલે અન્ય દિશામાં પાણી રાખવામાં આવે તો ધનહાનિ અને બીમારીઓ વધવાની સંભાવના રહે છે.

દક્ષિણ દિશામાં કોઇપણ પ્રકારની ખુલ્લી જગ્યાએ કે શૌચાલય હોવું જોઇએ નહીં. ઘરમાં આ જગ્યાએ ભારે સામાન રાખો. આ દિશામાં દરવાજા કે બારી હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા રહેશે અને ઓક્સિજનનું લેવલ પણ ઓછું થઇ જશે. તેનાથી ઘરમાં ક્લેશ વધે છે.

દક્ષિણ દિશામાં પાણી રાખવું જોઇએ નહીંઃ-

  • દક્ષિણ દિશામાં પાણીની ટાંકી હોવી જોઇએ નહીં. તેનાથી પરિવારમાં અશાંતિ અને ધનહાનિ થાય છે.
  • દક્ષિણ પૂર્વ દિશાને પણ પાણીની ટાંકી રાખવા માટે યોગ્ય માનવામાં આવતી નથી, કેમ કે તેને અગ્નિની દિશા કહેવામાં આવે છે. અગ્નિ અને પાણીનો મિલાપ ગંભીર વાસ્તુ દોષ પેદા કરે છે.
  • દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય ખૂણામાં પણ પાણીની ટાંકી હોવું અશુભ માનવામાં આવે છે. આ સ્થાનમાં પાણી હોવાથી ઘરમાં બીમારીઓ થવા લાગે છે અને દેવું પણ વધવા લાગે છે. આવા ઘરમાં રહેતાં લોકોને માનસિક બીમારીઓ પણ થઇ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પાણીની યોગ્ય જગ્યાઃ-

  • ઉત્તર-પૂર્વ દિશા પણ પાણીની ટાંકી રાખવા માટે શુભ છે. આ દિશામાં પાણી હોવાથી ધનલાભ થાય છે. આવું ઘર ઉન્નતિ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
  • ઉત્તર દિશામાં પાણીની ટાંકી કે પીવાનું પાણી રાકવામાં આવી શકે છે. આવા ઘરમાં શાંતિ અને સુખ વધે છે.
  • વાસ્તુ પ્રમાણે પશ્ચિમ દિશામાં પાણીની જગ્યાનું હોવું પણ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં રહેનાર લોકોની સંપત્તિ વધે છે.