તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુંગનાથના કપાટ ખૂલ્યાં:તુંગનાથ મહાદેવ ટ્રેકિંગના શોખીન લોકોનું પ્રિય સ્થળ છે, પાર્વતીજી અને પાંડવોએ અહીં તપસ્યા કરી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચ કેદારમાં ત્રીજું તુંગનાથ મંદિર છે, બુધવારે 11.30 વાગ્યે ખૂલી ગયા મંદિરના કપાટ

બુધવારે 11.30 વાગ્યે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ચૌપટા ક્ષેત્રમાં સ્થિત પ્રાચીન તુંગનાથ મહાદેવ મંદિરના કપાટ વૈદિક મંત્રોચ્ચારણ સાથે ખૂલી ગયા છે. નેશનલ લોકડાઉનના કારણે અહીં લગભગ 20 લોકોની ઉપસ્થિતિમાં કપાટ ખોલવામાં આવ્યાં. ઉત્તરાખંડમાં પંચકેદાર સ્થિત છે. આ મંદિરોની કથાઓ પાંડવો સાથે જોડાયેલી છે. ઠંડીના દિવસોમાં અહીં વાતાવરણ પ્રતિકૂળ રહે છે. જેના કારણે તુંગનાથ મંદિર ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. ગરમીના દિવસોમાં મંદિરના કપાટ ખોલી દેવામાં આવે છે.

તુંગનાથ ક્ષેત્રમાં માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. મંદિરનો ઇતિહાસ એક હજાર વર્ષથી પણ વધારે જૂનો છે. પંચ કેદારમાં કેદારનાથ, રૂદ્રનાથ, તુંગનાથ, મધ્યેશ્વર, કલ્પેશ્વર સામેલ છે. સમુદ્ર કિનારાથી તુંગનાથ મંદિરની ઊંચાઈ લગભગ 12000 ફૂટ છે. જેના કારણે આ મંદિર ટ્રેકિંગના શોખીન લોકોને વધારે ગમે છે. દર વર્ષે અહીં હજારો મુસાફરો આવે છે.

માર્કેંડેય મંદિર, મક્કૂમઠમાં સવારે આઠ વાગ્યાથી તૃતીય કેદાર ભગવાન તુંગનાથની પૂજા-અર્ચના શરૂ થઇ. પૂજારીએ મહાભિષેક, ભોગ અને આરતી કરી. ત્યાર બાદ નવા અનાજનો ભોગ ધરાવવામાં આવ્યો.

તુંગનાથ મંદિર કેવી રીતે પહોંચવું-
તુંગનાથ પહોંચવા માટે સોનપ્રયાગ પહોંચવાનું હોય છે. ત્યાર બાદ ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપતા થઇને તુંગનાથ મંદિર પહોંચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...