તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- રામાયણના સમયે એક દિવસ વશિષ્ઠ ઋષિએ ભરતને કહ્યું હતું કે, તમારા પિતા રાજા દશરથ જેવું બીજું કોઈ સત્યવાદી નથી થયું અને ન ભવિષ્યમાં ક્યારેય હશે.
આ સંદર્ભમાં, આજના વિદ્વાનો ચર્ચા કરે છે કે વશિષ્ઠે આવું કેમ કહ્યું? શું માત્ર રાજા દશરથ સત્યવાદી હતા? અથવા તેઓ શ્રીરામના પિતા હતા તેથી તેમને સત્યવાદી માનવામાં આવે છે? તો શું શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ સત્યવાદી નહોતા?
વશિષ્ઠે રાજા દશરથને સૌથી મોટા સત્યવાદી ગણાવ્યા, તેનું એક કારણ છે. જીવનમાં સત્ય માટે મોટો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. રાજા દશરથની સામે પરિસ્થિતિ એવી હતી કે જો તેઓ સત્યને બચાવે છે તો રામ વનવાસ જતા રહે છે અને જો તેઓ રામને બચાવે તો તેમનું સત્યવ્રત તૂટી જાય.તે સમયે દશરથે સત્યને બચાવ્યું અને રામને વનવાસ મોકલી દીધા.
આવી જ સ્થિતિ વાસુદેવની સાથે પણ સર્જાઈ હતી. વાસુદેવે કંસને વચન આપ્યું હતું કે અમે અમારા આઠેય સંતાનોને તમને સોંપી દઈશું. પરંતુ જ્યારે આઠમા સંતાનનો જન્મ થયો તો તેઓ તે બાળકને મથુરાથી ગોકુલ છોડી આવ્યા. ત્યાં વાસુદેવે કૃષ્ણને બચાવી લીધા, પરંતુ સત્યને છોડી દીધું.
દશરથ એટલા માટે મહાન માનવામાં આવે છે, કેમ કે, તેમણે સત્યને બચાવ્યું અને પુત્ર વિયોગમાં પોતાના પ્રાણ પણ ત્યાગી દીધા. આપણા માટે પ્રાણ ત્યાગવાનો અર્થ એ નથી કે આપણે પણ સત્ય માટે આપણું જીવન સમાપ્ત કરવું જોઈએ, પરંતુ સત્યને બચાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દેવી જોઈએ.
શીખઃ જો આપણે સત્યનું પાલન કરવા માગતા હોઈએ તો આ કામ સરળ નથી. સત્યવ્રતનું પાલન કરવું છે તો આપણા માટે દૃઢ સંકલ્પ જરૂરી છે. થોડો ઘણા સંઘર્ષથી સત્યને બચાવી નથી શકાતું, તેના માટે આપણે સંપૂર્ણ તાકાત લગાવવાની જરૂર હોય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.