તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:આજે શુક્ર ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ થયો, કર્ક, કન્યા, ધન અને મીન રાશિ માટે આ ભ્રમણ અશુભ રહેશે

2 મહિનો પહેલા

ભૌતિક સુખનો કારક ગ્રહ શુક્રનો 21 ફેબ્રુઆરી, રવિવાર એટલે આજે કુંભ રાશિમાં પ્રવેશ થયો છે. વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ આજે રાતે લગભગ 2 વાગીને 19 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ગ્રહ કુંભ રાશિમાં 17 માર્ચ 2021 સુધી ભ્રમણ કરશે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ, સૌંદર્ય, કળા, કામ-વાસના, લગ્ન વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શુક્ર ગ્રહનું ગોચર કર્ક, કન્યા, ધન અને મીન રાશિના જાતકો માટે અશુભ રહી શકે છે. આ જાતકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

મેષઃ- આ રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. વિપારમાં ઉન્નતિ મળશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા આવી શકે છે. લગ્નના મામલે વાત આગળ વધી શકે છે. પરિવારનું સુખ વધશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભઃ- વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ રહેશે. નોકરી-વેપારમાં આગળ વધવા માટે સમય સારો છે. પદ-પ્રતિષ્ઠા વધશે. રચનાત્મક રૂપથી તમે સારું પ્રદર્શન કરશો. યોજના ઉપર રોકાણ કરવાથી ફાયદો મળશે. નોકરીના મામલે મોટો અવસર મળી શકે છે.

મિથુનઃ- મિથુન રાશિ માટે આ ગોચર સામાન્ય રહેશે. જોકે, તમારા દ્વારા કરવામાં આવતાં કાર્યોના વખાણ થશે. ભાગ્યનો સાથ મળશે અને નોકરીમાં નવા અવસર પણ પ્રાપ્ત થશે. વ્યાપારિક દૃષ્ટિકોણથી પણ સ્થિતિ સારી થતી જશે.

કર્કઃ- કર્ક રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલ સાબિત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. ષડયંત્રકારીઓ સામે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવવી. લગ્નજીવનમાં પરેશાનીઓ વધી શકે છે.

સિંહઃ- સિંહ રાશિના લોકો માટે પણ શુક્રનું આ ગોચર ફળદાયી રહેશે. લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. લગ્નજીવનમાં મધુરતા આવશે અને લગ્ન સાથે જોડાયેલાં મામલાઓમાં વાત આગળ વધી શકે છે.

કન્યાઃ- કન્યા રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે. પારિવારિક સુખમાં ઘટાડો આવી શકે છે. ઘરમા ક્લેશ વધી શકે છે.

તુલાઃ- તુલા રાશિના લોકોને આ ગોચર દ્વારા સારા પરિણામ મળવાની આશા છે, નોકરી-વેપારમાં લાભ મળી શકે છે. બાળકોને લગતી ચિંતાથી મુક્તિ મળી શકે છે. આર્થિક પક્ષ મજબૂત થશે.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકો માટે સમય સારો રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મામલાઓ પૂર્ણ થશે. ઘર, મકાન કે વાહન ખરીદવાના યોગ બનશે. આ દરમિયાન સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં લાભ મળી શકે છે.

ધનઃ- ધન રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર મિશ્રિત ફળ આપનાર સાબિત થશે. મુશ્કેલીઓ વધી શકે છે. તેમનો સામનો કરવા માટે પરાક્રમ વધશે. આ સિવાય સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરિત અસર થઇ શકે છે. પરિવારમાં ક્લેશ અને લગ્નજીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

મકરઃ- મકર રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ સારું રહેશે. આર્થિક પક્ષ મજબૂત થશે. સામાજિક પદ પ્રતિષ્ઠા પણ વધશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે.

કુંભઃ- કુંભ રાશિના લોકોને ભૌતિક સુખમાં વધારો થશે. સામાજિક વર્ચસ્વ વધશે. ખર્ચમાં વધારો થઇ શકે છે. દુકાન, મકાન કે વાહન ખરીદદારી માટે સમય શુભ રહેશે. કોઇપણ કાર્યમાં આશા કરતાં વધારે સફળતા મળી શકે છે.

મીનઃ- મીન રાશિના જાતકોએ આ દરમિયાન થોડું સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. ખર્ચમાં વધારો થઇ શકે છે. લગ્નજીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. લગ્નના મામલે મોડું થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો