આંશિક ચંદ્રગ્રહણ:આજે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં એટલે પાળવાની જરૂર નથી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે પૂનમના દિવસે આંશિક ચંદ્ર ગ્રહણ થવાનું છે. ભારતીય સમયાનુસાર બપોરે 12:48 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે અને સાંજે 4:17 મિનિટે પૂરું થશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, તંત્ર શાસ્ત્રમાં આને સિદ્ધયોગ કહ્યો છે વર્ષમાં ગ્રહણ લગભગ 2 થી 6 હોઈ શકે છે અમે ક્યારેક 7 પણ હોઈ શકે, સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે આવે છે પણ દરેક અમાસ અને પૂનમના દિવસે ગ્રહણ હોતું નથી, ગ્રહણ થવા પાછળના કેટલાંક નિયમો હોય છે, ગ્રહણ માટે જ્યોતિષમાં કેટલાક ફાળદેશ પણ કરતા હોય છે જેમ કે, બજાર, આબોહવા, યુદ્ધ, અશાંતિ, રાજકીય ઉથલ પાથલ વગેરે અને આમ પણ તેના કેટલાક જ્યોતિષય નિયમના આધારે ફાળદેશ કરાય છે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટનાની સંભાવના જણાતી નથી તેમજ ઈ.સ 2022માં 5 ગ્રહણ છે તેમ શરૂના 4 ગ્રહણ દેખાવાના નથી પણ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે તે દેખાશે અને તે વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આર્થિક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે.

ગ્રહણનો મહિમા
આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે કોઈએ સૂતક પાળવાની જરૂર નથી. તે સમય દરમિયાન મંત્રસિદ્ધિ કરી શકાય છે ઉપરાંત જેમને કોઈ ગ્રહની પ્રતિકૂળતા હોય તેમને મંત્ર જાપ, મહામૃત્યુંજય જાપ, હનુમાન ભક્તિ, કે કોઈના માર્ગદર્શન અનુસાર ભક્તિ કરી શકાય છે અને સાંજે અથવા તા. 20/11/21 શનિવારે સવારે યથાશક્તિ જરૂરિયાતને દાન કે મદદ કરી શકાય. ગ્રંથોમાં માર્ગદર્શન મળે છે કે ગ્રહણ કાળ દરમિયાન કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું છે તેમજ મંત્ર પણ ત્વરિત સિદ્ધ થાય છે ઉપરાંત ગ્રહણ બાદ કરેલ દાન પુણ્ય પણ ખૂબ પ્રભાવશાળી ફળ આપે છે, મનુષ્ય પોતાના જીવનના ઉત્કર્ષ હેતુ અને નકરાત્મકના નિવારણ માટે આ ગ્રહણનો દિવસ ઉત્તમ ગણાય છે.

59 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ પર ગુરુ-શનિ મકર રાશિમાં
હાલ ગુરુ અને શનિ મકર રાશિમાં છે. આ સ્થિતમાં ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ગુરુ અને શનિ મકર રાશિમાં હોય અને ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું હોય તેવો યોગ 59 વર્ષ પહેલાં 19 ફેબ્રુઆરીએ થયો હતો. 19 નવેમ્બરનું ગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે.

શા માટે થાય છે ચંદ્ર ગ્રહણ
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એક સીધી લાઈનમાં આવે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. આ સ્થિતિમાં સૂર્ય પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને ચંદ્ર દેખાતો નથી.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી ડો .હેમીલ પી લાઠીયા દ્વારા જણાવવામાં આવી છે