તહેવાર / આજે વૈશાખ મહિનાની અમાસઃ આ દિવસે સૂર્ય અને પીપળાને જળ ચઢાવવાની પરંપરા છે

Today is the month of Vaishakh: It is a tradition to water the sun and the pipe on this day
X
Today is the month of Vaishakh: It is a tradition to water the sun and the pipe on this day

 • અમાસના દિવસે દાઢી, નખ અને વાળ કપાવવા જોઇએ નહીં, કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 08:03 AM IST

હિંદુ કેલેન્ડર પ્રમાણે 22મે એટલે આજે વૈશાખ મહિનાની અમાસ તિથિ છે. પદ્મ પુરાણ પ્રમાણે આ પર્વ પર તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સાથે જ, આખો દિવસ વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાન કરવું જોઇએ. કાશીના પં. ગણેશ મિશ્રા પ્રમાણે અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા સાથે તર્પણ અને શ્રાદ્ધ પણ કરી શકાય છે. આ દિવસે જળ અને ગૌદાન કરવાનું મહત્ત્વ પણ છે. ત્યાં જ, આખો દિવસ નિયમ અને સંયમ સાથે રહેવું. આ દરમિયાન થોડી વાતોનું ધ્યાન પણ રાખવું જોઇએ.

અમાસના દિવસે શું-શું કરવું-

 • સૂર્યોદય પહેલાં જાગવું અને તીર્થ સ્નાન કરવું. મહામારીના કારણે ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.
 • પાણી કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું.
 • સૂર્ય અને પીપળાના વૃક્ષને જળ ચઢાવવું જોઇએ.
 • સવારે જલ્દી પીપળાની પૂજા કર્યા બાદ ઓછામાં ઓછી 7 પરિક્રમા કરવી.
 • બ્રાહ્મણને ભોજન કરાવો અથવા કોઇ મંદિરમાં અનાજ અને જળથી ભરેલાં વાસણનું દાન કરો

કયા કાર્યોને કરવાથી બચવું જોઇએઃ-

 • અમાસના દિવસે સવારે મોડે સુધી સૂવું જોઇએ નહીં.
 • આ દિવસે તેલ માલિશ કરવી નહીં.
 • દાઢી, નખ અને વાળ પણ કપાવવા નહીં.
 • કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં.
 • તામસિક ભોજન પણ કરવું નહીં.
 • કોઇને એંઠું કે વાસી ભોજન કરાવવું નહીં.
 • સૂર્યાસ્ત બાદ ભોજન કરાવવું નહીં.
 • પતિ-પત્નીએ એકબીજા સાથે અંતર જાળવી રાખવું.
 • બપોરે અને સૂર્યાસ્ત સમયે સૂવું જોઇએ નહીં.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી