જ્યોતિષ / આજે વૈશાખ મહિનાની અમાસ છે, આ તિથિએ સૂર્ય-ચંદ્ર એકસાથે રહે છે

Today is Amavasya on 22 may of Vaishakh, the date on which the Sun and Moon coexist, shani jayanti 2020
X
Today is Amavasya on 22 may of Vaishakh, the date on which the Sun and Moon coexist, shani jayanti 2020

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 07:54 AM IST

આજે વૈશાખ મહિનાની અમાસ છે. આ દિવસે નવ ગ્રહોમાંથી એક શનિની જયંતી પણ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગમાં એક મહિનામાં બે ભાગ સુદ અને વદ પક્ષ આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સુદ પક્ષમાં ચંદ્રની કળાઓ વધે છે એટલે કે ચંદ્ર વધે છે. વદ પક્ષમાં ચંદ્ર ઘટે છે અને અમાસના દિવસે સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઇ જાય છે. ચંદ્રની સોળ કળાઓમાં સોળમી કળાને અમા કહેવામાં આવે છે.

અમાસના સંબંધમાં સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-
अमा षोडशभागेन देवि प्रोक्ता महाकला।
संस्थिता परमा माया देहिनां देहधारिणी।।

સ્કંદપુરાણ પ્રમાણે અમાને ચંદ્રની મહાકળા કહેવામાં આવે છે, તેમાં ચંદ્રની બધી સોળ કળાઓની શક્તિઓ સામેલ હોય છે. આ કળાનો ક્ષય અને ઉદય પણ થતો નથી.

અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે રહે છેઃ-
પં. શર્મા પ્રમાણે જ્યારે કોઇ એક રાશિમાં સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે, ત્યારે અમાસ તિથિ આવે છે.

અમાસ તિથિના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. એટલે, અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.

અમાસના દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે મંત્ર જાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે. આ વર્ષે કોરોનાવાઇરસના કારણે દેશભરમાં લોકડાઉન છે, જેના કારણે ઘરે રહીને જ પવિત્ર નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરો અને જરૂરિયાતમંદ લોકોને ધન-અનાજનું દાન આપો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી