શનિવારે ફાગણ મહિનાના વદ પક્ષની પાપમોચીની એકાદશી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાનું મહત્વ હોય છે. આ એકાદશી વસંતઋતુ દરમિયાન આવે છે એટલા માટે આ દિવસે ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે. શ્રીકૃષ્ણના કહેવાથી સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રત વિશે મહત્વ બતાવ્યું હતું.
હોળી અને ચૈત્ર નવરાત્રિની વચ્ચે આવનારી આ એકાદશી પર જળ અને અન્ન દાન કરવાનું પણ મહત્વ ગ્રંથોમાં બતાવ્યું છે. આ દિવસે સત્યનારાયણ કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. નામ પ્રમાણે આ એકાદશી પર વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળે છે.
અન્ન અને જળ દાનનું મહત્વઃ-
ફાગણ મહિનામાં આવતી બીજી એકાદશી પર વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ દાન કરવાની પણ પરંપરા છે. ફાગણ મહિનામાં આ દિવસે અન્ન અને જળ દાન કરવું જોઈએ. ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપીને પાણી પીવડાવવાથી જાણતાં-અજાણતાં થયેલાં પાપ સમાપ્ત થઈ જાય છે. આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ મળે છે. આ શુભ તિથિ પર વિષ્ણુ મંદિરમાં પણ ભોજન અને અન્ન દાન કરવામાં આવે છે.
શ્રીકૃષ્ણ અને વિષ્ણુજીની પૂજાઃ-
આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરાવનું મહત્વ છે. આ સમયે વસંતઋતુ ચાલતી હોય છે. ભગવાન કૃષ્ણને શ્રીમદભાગવતમાં પોતે જ કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું. એટલા માટે આ એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની સાથે જ શ્રીકૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ. શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેનાથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ તુલસી ચઢાવવી જોઈએ. એમ કરવાથી ક્યારેય પણ સમાપ્ત ન થનારું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ભગવાન કૃષ્ણએ સંભળાવી હતી કથાઃ-
પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા માન્ધાતાએ લોમશ ઋષિને જ્યારે પૂછ્યું કે મનુષ્ય જો જાણતાં-અજાણતાં પાપ કરે છે તો તેનાથી કેવી રીતે મુક્ત થઈ શકાય. ઋષિએ કહાનીમાં સમજાવતાં કહ્યું કે ચૈત્રરથ નામના વનમાં ચ્યવન ઋષિના પુત્ર મેધાવી ઋષિ તપસ્યામાં લીન હતાં.
જ્યારે મંજૂઘોષા અપ્સરાની નજર ઋષિ પર પડી તો તે મોહિત થઈ ગઈ અને તેને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવા લાગી. જેનાથી ઋષિની તપસ્યા ભંગ થઈ ગઈ. ગુસ્સે થઈને તેમને અપ્સરાને પિશાચિની બનવાનો શ્રાપ આપ્યો. અપ્સરાએ ઋષિની માફી માંગી અને શ્રાપથી મુક્તિ માટે પ્રાર્થના કરી.
ઋષિએ તેને વિધિ સહિત ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશીએ વ્રત કરવાનું કહ્યું. આ વ્રતથી અપ્સરા પિશાચ યોનિથી મુક્ત થઈ. પાપથી મુક્ત થયા પછી અપ્સરાએ સુંદર રૂપ પ્રાપ્ત થયું અને તે સ્વર્ગમાં ચાલી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.