વાસ્તુ:બાળકોના સ્ટડી રૂમમાં ગણેશજી અને સરસ્વતીજીની તસવીર રાખવી જોઇએ, મન એકાગ્ર રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં રહેતાં લોકોના વિચારોમાં નેગેટિવિટી વધારે રહે છે

વાસ્તુશાસ્ત્રમાં ઘરની નેગેટિવિટી દૂર કરવાના અને પવિત્રતા વધારવાના નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં રહેતાં લોકોના વિચારોમાં નેગેટિવિટી વધારે રહે છે. વાસ્તુદોષના કારણે માનસિક તણાવ વધે છે, મન એકાગ્ર રહી શકતું નથી. ઉજ્જૈનના વાસ્તુ નિષ્ણાત અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સ્ટડી રૂમમાં થોડી વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે તો બાળકોની એકાગ્રતા વધી શકે છે, અભ્યાસમાં લાભ મળી શકે છે. અહીં જાણો સ્ટડી રૂમ માટે થોડી ખાસ વાસ્તુ ટિપ્સ...

કઇ દિશામાં બેસીને અભ્યાસ કરવો જોઇએઃ-
પં. શર્મા પ્રમાણે અભ્યાસ માટે ઈશાન એટલે ઉત્તર-પૂર્વ દિશા શુભ રહે છે. આ દિશામાં મુખ રાખીને સ્ટડી કરવું જોઇએ. આ દિશા સિવાય પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને અભ્યાસ કરી શકાય છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને અભ્યાસ કરવું વાસ્તુ પ્રમાણે યોગ્ય માનવામાં આવતું નથી.

વહેલી સવારે અભ્યાસ કરવો ફાયદાકારક રહે છેઃ-
અભ્યાસ માટે સૌથી સારો સમય બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે. આ સમયે મન શાંત રહે છે, એકાગ્રતા બની રહે છે. શાંત મનથી અભ્યાસ કરવામાં આવે તો લાંબા સમય સુધી બધું યાદ રહે છે. સ્ટડી રૂમનું વાતાવરણ સુગંધિત પણ હોવું જોઇએ. આ રૂમમાં ગંદકી રાખશો નહીં.

સ્ટડી ટેબલ સાથે જોડાયેલી ખાસ વાતોઃ-
સ્ટડી ટેબલ પર એક નાનું પિરામિડ રાખવું જોઇએ. ટેબલ ઉપર બેકાર સામાન રાખવો નહીં. સ્ટડી રૂમમાં ગણેશજી અને માતા સરસ્વતીની તસવીર પણ રાખી શકાય છે.

આ તમામ વાતોનું ધ્યાન રાખશો તો બાળકોને વધારે લાભ મળશે.