• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Thursday Being In Favor Of Aries Will Make Every Work Get Done Easily And Scorpios Will Need To Increase Their Efforts To Achieve Their Goals.

5 જાન્યુઆરીનું ટેરોકાર્ડ રાશિફળ:ગુરુવાર મેષ જાતકોની તરફેણમાં રહેવાથી દરેક કામ સરળતાથી પૂરાં થશે અને વૃશ્ચિક જાતકોને લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્નો વધારવાની જરૂર રહેશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ THE LOVERS

અંગત જીવનને લગતી દરેક વાત વિશે ગંભીરતાથી વિચાર કરીને કામ કરવાની શરૂઆત કરવી પડશે. હાલનો સમય તમારા પક્ષમાં રહેશે તેનો ફાયદો ઊઠાવો. મોટાભાગના કામ સરળતાથી પૂરાં થશે. દૂરનો વિચાર કરવાનું હાલ છોડી દો.

કરિયરઃ- કામને લગતા ડિસિસ્પિન અને ડેડલાઈનને ધ્યાનમાં રાખીને યોજના બનાવવાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશીપમાં અનુભવાતી તકલીફ ઝડપથી દૂર થશે. પરંતુ તમારે પ્રયત્ન કરવા પડશે.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો કારગર નિવડશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------------

વૃષભ THE CHARIOT

વિદેશમાં યાત્રા કરવાની તક કેટલાક લોકોને સરળતાથી મળી શકે છે. જે લોકોને વેપારમાં પરિવર્તન લાવવાની ઈચ્છા હોય તેમને અપેક્ષા પ્રમાણે તકો મળી રહેશે. માનસિક તણાવ અને તકલીફ ઓછી થવાને લીધે પરિસ્થિતિને લગતી વાતોને સ્પષ્ટ રીતે જાણવી તમારી માટે શક્ય બનશે. જેના કારણે જીવનશૈલી અને વ્યક્તિગત જીવનને સુધારવું સરળ રહેશે.

કરિયરઃ- કરિયરને લગતી મળી રહેલી તકો પર ધ્યાન આપો. અચાનક મોટી તક મળશે.

લવઃ- જે વ્યક્તિની પ્રત્યે નકારાત્મકતા અનુભવી રહ્યાં છો તેમની સાથે રિલેશનશીપની ચર્ચા બિલકુલ ન કરો.

હેલ્થઃ- સુગરની તકલીફ વધતી હોય તો ખાન-પાનમાં સુધારો કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------

મિથુન STRENGTH

પોતાની ઈચ્છાશક્તિને ટકાવી રાખીને દરેક કામને પૂરું કરવાનો પ્રયાસ કરવો પડશે. હાલના સમયમાં વ્યક્તિગત જીવન સુધરતું અનુભવશો. પરિારના લોકો દ્વારા મળી રહેલો સાથ મહત્વપૂર્ણ સાહિત થશે.

કરિયરઃ- કામની જગ્યાના લોકોની સાથે અનુભવાતી નકારાત્મકતા દૂર થવા લાગશે.

લવઃ- રિલેશનશીપને લગતી વાતોનો સારી રીતે વિચાર કરીને નિર્ણય લો.

હેલ્થઃ- એસીડીટીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------------

કર્ક SIX OF SWORDS

જીવનમાં આગળ વધવા માટે જે પ્રકારે તમે પ્રયત્નો કરશો એ પ્રકારે જ ફળ પ્રાપ્ત થશે. ઈમોશનલ બાબતોમાં હજી દુવિધાઓ અનુભવશો. પોતાના પ્રયત્નો પર વિશ્વાસ રાખીને સાતત્ય જાળવી રાખો. અપેક્ષા પ્રમાણે ફળ પ્રાપ્ત થશે પરંતુ હાલના સમયમાં એ ફળની પ્રાપ્તિ માટે તકલીફમાંથી પસાર થવું પડશે.

કરિયરઃ- કરિયરમાં અચાનક મોટો ફેરફાર જોવા મળશે જેની માટે તૈયાર રહો.

લવઃ- સંબંધોને લગતો નિર્ણય લેવાને લીધે પરિવારના લોકો તમારાથી નારાજ રહેશે.

હેલ્થઃ- પેટને લગતી સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------

સિંહ PAGE OF CUPS

લોકો દ્વારા મળી રહેલી સલાહને લીધે મોટી સમસ્યાનું સમાધાન તમને ઝડપથી મળી જશે. કેટલાક લોકોની સાથેના સંબંધો અચાનક બદલાતા જોવા મળશે. પરંતુ એ વાત તમારી માટે હકારાત્મક સાબિત થશે. ઈમોશનલ રીતે અનુભવાતા ઊતાર-ચઢાવને લીધે સ્વભાવની નકારાત્મકતાને દૂર કરવી તમારી માટે શક્ય બનશે. મિત્રોનો મળી રહેલો સાથ તમારો ઉત્સાહ વધારશે.

કરિયરઃ- કામને લીધે ટ્રેનિંગ અને વિદેશની યાત્રા રપનાની તક તમને ઝડપથી મળી શકે.

લવઃ- પાર્ટનર દ્વારા કમિટમેન્ટને લગતી ચર્ચા કરી શકાય છે.

હેલ્થઃ- ઊલ્ટી અને અપચાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------

કન્યા FOUR OF WANDS

જૂના મિત્રોની સાથે થયેલી મુલાકાતને લીધે તમને આનંદ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના કેટલાક લોકોની સાથે અંતર લાગે. પરંતુ તેને લીધે એક-બીજા સાથેના સંબંધને જાણવો શક્ય બનશે. પરિવારને લગતી કોઈ મોટી જવાબદારી તમે ઊઠાવી શકો છો. જે બાબતો તમારા નિયંત્રણમાં નથી એ વાતને છોડી દો.

કરિયરઃ- સંવાદ કૌશલ વધવાને લીધે કામની જગ્યાએ લોકો સાથેના સંબંધો સુધરતા જશે.

લવઃ- લગ્નને લગતા નિર્ણયને તમે આગળ વધારી શકો છો.

હેલ્થઃ- માથાના દુઃખાવાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 9

--------------------

તુલા THREE OF CUPS

પરિવારના લોકોને પ્રાધાન્ય આપવીની જરૂર રહેશે. તેમની જરૂરિયાતોને સારી રીતે સમજીને પોતાની જવાબદારીઓને નિભાવવાનો પ્રયાસ કરો. ઘરમાં મહેમાનોની આવ-જા ચાલતી રહેશે. જેને લીધે પરિવારનું વાતાવરણ બદલતું જોવા મળે. એક-બીજાની સાથે સારી રીતે ચર્ચા કરવાને લીધે અપેક્ષાઓને સમજી શકવી સરળ રહેશે. કરિયરઃ- આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે એકથી વધુ સોર્સ તમને મળી શકે છે.

લવઃ- સંબંધોમાં અનુભવાતી નકારાત્મકતા અને ઈનસિક્યોરિટી ઓછી થશે

હેલ્થઃ- ખાન-પાનનું ધ્યાન રાખો નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------

વૃશ્ચિક THE WORLD

લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નો વધારવાની જરૂર રહેશે. તમારા દ્વારા કામ ડિસિપ્લિનથી કરવામાં આવે છે તેમ છતાં કામ પ્રત્યે ઉદાસીનતા શા માટે છે એ વાતનું કારણ જાણવા પ્રયાસ કરો. પોતાના જીવનને બીજા લોકો સાથે તુલના કરવાને લીધે તમે પ્રેરિત થતા રહેશો. તમારા અને બીજા લોકોના લક્ષ્યમાં જે ફરક છે તેને સારી રીતે સમજીને જે બાબતો ખોટી છે તેનાથી દૂર રહેવા પ્રયાસ કરો.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને ફાયદો મળશે. તેમ છતાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરતા રહો.

લવઃ- પાર્ટનર દ્વારા અપેક્ષા પ્રમાણે સાથ મળવાને લીધે એકલતા દૂર થશે.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શનની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------

ધન TWO OF CUPS

લોકોની સાથે પોતાની સમસ્યાઓની ચર્ચા કરવાને લીધે તમને યોગ્ય રસ્તો મળી શકે છે, પરંતુ તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોનો શ્રેય કોઈ બીજી જ વ્યક્તિને આપવામાં આવશે, જે તમારી માટે દુઃખનું કારણ બની શકે છે. લોકો પાસે અપેક્ષા રાખવી હાલના સમયમાં યોગ્ય નથી. પોતાને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્ન કરતા રહો.

કરિયરઃ- વૈદકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામને લીધે સન્માન મળી શકે છે.

લવઃ- પાર્ટનરની સાથે સમય વિતવાથી તમે આનંદિત રહેશો.

હેલ્થઃ- ખાન-પાન પર નિયંત્રણ ન રાખવાને લીધે વજન વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

--------------------

મકર ACE OF SWORDS

કાયદાને લગતી કોઈ તકલીફ અનુભવી રહ્યા હોવ તો વગદાર વ્યક્તિની મદદ મળી શકે છે. લોકોની સાથેના સંબંધોને સુધારવા માટે કરવામાં આવેલ પ્રયત્નોને લીધે તમારી પ્રત્યે લોકો હકારાત્મકતા અનુભવી શકે છે. તમે જે જવાબદારીઓને નિભાવી શકો છો તેની પર જ ધ્યાન આપો. રૂપિયાને લગતી મદદ કરવાનું કે કોઈની પાસેથી મદદ સ્વીકારવાનું આ સમયે ટાળી દો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈ વ્યક્તિ દ્વારા મળી રહેલી પ્રેરણાને લીધે મોટા લક્ષ્ય નક્કી કરી શકાય છે.

લવઃ- સંબંધો અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમારા દ્વારા લઈ શકાય છે.

હેલ્થઃ- કબજીયાત અને પાઈલ્સની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------

કુંભ SIX OF CUPS

જીવનમાં નવીનતા લાવવાનો પ્રયત્ન કરવો પડશે. મિત્રોની સાથે સમય વિતવાથી તમને ફાયદો મળી શકે છે. માનસિક રીતે અનુભવાતી બેચેનીને પ્રયત્નો દ્વારા દૂર કરી શકાય છે. પોતાના વિચારોમાં સરળતા અે સ્પષ્ટતા લાવવા માટે થેરાપિસ્ટની મદદ જરૂર લો.

કરિયરઃ- કરિયરને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકો સાથે ચર્ચા જરૂર કરજો.

લવઃ- રિલેશનશીપને સારો બનાવવા માટે પાર્ટનર દ્વારા બતાવવામાં આવેલ ફેરફાર તમને હકારાત્મક બનાવશે.

હેલ્થઃ- મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-7

--------------------

મીન SEVEN OF SWORDS

ભવિષ્ય વિશે વિચાર ન કરીને માત્ર આજના દિવસ પર ફોકસ વધારીને કામ કરવાની જરૂર છે. ભવિષ્યને લગતી દરેક વાત તમારી અંદર નકારાત્મકતા અને બેચેની પેદા કરાવી શકે છે. આજના દિવસ માટે નક્કી કરવામાં આવેલ બાબતો પર ફોકસ રાખીને તેને પૂરી કરવાનો પ્રયાસ કરો. જે પ્રકારે માનસિક અવસ્થા સુધરશે એ જ પ્રકારે ભવિષ્યને લગતી વાતો પર ધ્યાન આપવું તમારી માટે શક્ય બનશે.

કરિયરઃ- કામને લગતી કઠિનતાનો સામનો કરવો પડશે. પરંતુ રસ્તો પણ મળી જશે.

લવઃ- પાર્ટનર સાથે મોટો વિવાદ પેદા થઈ શકે છે.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5