તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2021માં શનિનું ફળ:આ વર્ષે શનિ મકર રાશિમાં જ રહેશે; દેશ-દુનિયા, રાજકારણ, સમાજ અને લોકો ઉપર આવી અસર કરશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહ ગોચરમાં મકર રાશિમાં ત્રિપુટી યોગ બુધ, ગુરૂ, શનિને કારણે વેપાર-વ્યવસાય કર્મક્ષેત્ર અને ધર્મક્ષેત્રે ચોંકાવનારા શુભ પરિવર્તનો જોવા મળશે
  • શનિ ગ્રહનું કારકત્વ ન્યાય, નીતિ અને કરેલા કર્મનું ફળ આપનાર માટે ગણાય છે. જે રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી આપે છે

2021માં શનિ મકર રાશિમાં જ રહેશે. શનિની સીધી અસર 5 રાશિઓ ઉપર રહેશે. જેમાં ધન, મકર અને કુંભ ઉપર સાડાસાતી, કર્ક અને તુલા ઉપર ઢૈય્યા રહેશે. આ વર્ષે 12 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શનિ મકર રાશિમાં અસ્ત રહેશે. આ 33 દિવસોમાં સૂર્ય અને શનિ એક જ રાશિમાં રહેશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગત વર્ષમાં શનિ મકર રાશિમાં પ્રવેશતાંની સાથે શનિ ગ્રહના મૂળભૂત કારકત્વ કરકસર, કંજૂસી, સ્વાસ્થ્ય, ત્યાગ, બલિદાન, સમર્પણ, રોગ, માંદગી, ધરડા પણું, વડીલ વર્ગ, જુનવાણી વિચાર, સંકુચીતતા, એકલતા માટે ગણવામાં આવે છે. ગત તા. 19 માર્ચ 2020 ના દિવસે આકસ્મિક લોકડાઉન જાહેર થવાથી દરેક લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયાં!! ઘરનું કામકાજ કરવા માટે ના ઘરઘાટીથી માડીને સેવક, ચપરાશી, રસોઈના મહારાજ, વાહન ચાલક કે રખેવાળ કરનારની સેવાઓ કોરોનાના કારણે આવતા બંધ થઈ ગઇ અને તેમની મળતી મદદ બંધ થઈ જતા તમામ જાતકોએ પોતાનું નાનું-મોટું કામકાજ જાતે કરીને સ્વાશ્રયી બનવું પડેલ. જે શનિ ગ્રહનો ડાયરેક ગુણધર્મ જોવા મળેલ. જેને કારણે શ્રમીકોને રાહતનો દંમ મળેલ અને સમયનું ભાન ખરેખર શનિએ બતાવેલ. સંપૂર્ણ કામગીરી ઘરેથી કરવી જ રહી જેમકે Work at Home, Online study, Online Purchase item's, Online Business અને ખબર અંતર પણ ઓનલાઈન. જે ખરેખર કરકસર સાથે એકલતાનો સમયનો પાઠ ભણાવી આપેલ.

તમામ પ્રકારના સામાજીક પ્રંસંગો બંધ દેખાદેખીની વાત જ ઉડાવી આપેલ માટે તે અંગેના તમામ ખર્ચાઓ બંધ કરીને ત્યાગ બલિદાન, સમર્પણની ભાવના બતાવી આપેલ. ઘરના સભ્યોની ફક્ત દરકાર જ રહી. મૃત્યુ પામનારને કદાચ જળ ન મળે તેવી દૈન્ય સ્થિતિનું નિર્માણ આવી ગયેલ. મૃતકની પાછળ ખોટી રો-કકડ બંધ અને નહીં બેસણું કે નહીં ઉઠમણું, 11મુ કે 12ની વાતનો છેદ ઉડી ગયેલ ફક્તને ફક્ત સાદાઈથી ધાર્મિક વિધિ આટોપવાની. દેવમંદિરો પણ બંધ હોવાથી સ્વમંદિરમાં દર્શન કરો. શનિ ગ્રહનો ખાસ નિયમ છે કે ધીમે ધીમે આગળ વધો. ખંત, ધીરજ અને કુનેહપૂર્વક ફરજ પાલન કરીને કદમ આગે બઢાવો. હજુ પણ આવા અનેક જડમૂળ પરિવર્તનો જોવા મળશે.

ઉંમરલાયક માણસો માટે જૂના નીતિ-નિયમ રીતરિવાજ કદાચ ભુતકાળ બની રહે! હાલમાં ગ્રહ ગોચરમાં મકર રાશિમાં ત્રિપુટી યોગ બુધ, ગુરૂ, શનિને કારણે વેપાર-વ્યવસાય કર્મક્ષેત્ર અને ધર્મક્ષેત્રે ચોંકાવનારા શુભ પરિવર્તનો જોવા મળશે. જે તમામ આમ જનતા માટે લાભાર્થી બની રહેશે જે ખરેખર પ્રજાલક્ષી બની રહેશે. વધુમાં શનિ ગ્રહનું કારકત્વ ન્યાય, નીતિ અને કરેલા કર્મનું ફળ આપનાર માટે ગણાય છે. જે રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી આપે છે. અનેકવિધ સુપ્રીમ કોર્ટના ચુકાદા ચોકાવનારા આવેલ છે જેમકે ગૃહિણીઓનું મહત્વ કામકાજ પુરુષોથી ઓછું નથી. હજુ શનિના આગળના ભ્રમણમાં તમામ કાળા રંગની ચીજ વસ્તુઓ મોંઘી બને. જમીન મકાન-મિલકતના સોલાઓમાં તેજી આવે. સ્મશાન ગૃહોમાં આધુનિકરણ જોવા મળે. આંગળીના ટેરવે મૃત્યુ અંગેની સહાયતા મળે. સ્વજનના મૃત્યુની અંતષ્ઠી કરવા માટે નોકરીમાં રજા તથા રકમ મળે. વિધવા સહાય વધુ સુલભ બને તેને મળતી રકમમાં વધારો થાય. વીમા કવચ અંગે નવી પોલીસી બહાર પડે જે આમજનતાને ઉપયોગી બને!!

રાંધણ ગેસના બાટલા માટે વિશિષ્ટ અલાયદી પોલીસી બહાર પડી શકે? મજુરોને મળતા વેતન દરમાં વધારો થાય અને વધારાના આર્થિક લાભ આપવા માટે ફરજ પાલન કરાવી શકે. કાર્મિક ગ્રહો પોતાની પોલીસ અને જજ જેવી કામગીરી માટે બદનામ કરે?? બેન્કિંગ સેવા ડગલેને પગલે મળે. 2021ના વર્ષમાં ફક્ત વર્ષ નથી બદલાયું પણ દાયકો પણ બદલાયો. શિક્ષણ જગતમાં તગડી ફી લેનાર સામે સરકાર શ્રી તેમની આકરા પગલાં લેશે. બોગસ ચલાવનાર યુનિવર્સિટીની સામે આકરા પગલાં લેવાય. બોગસ શૈક્ષણિક ડીગ્રી આપનાર એજન્ટ, દલાલના કૌભાંડો બહાર પડે અને નામોશી કરાશે. તેઓને સરકારી અધિકારીઓ રંગે હાથ પકડશે અને કાયદાકીય રીતે દંડશે. નવી શિક્ષણ પદ્ધતિનો અમલ કરાવાય. તેમજ શિશ્રણ જગતમાં મોટી બદલાવટ આવે.

સંગ્રાહખોરી કરનાર વેપારીઓ, દલાલ, આડતીયાને જેલમાં ધકેલાશે. અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરાતો લેવાશે નહીં. 24 કલાકમાં નિકાલ કરનાર પાખંડી પંડીતો સામે કાનૂની પગલાં લેવાશે. સરકારી વેરાની ચોરી કરનારને કદાચ દેશવટો જેવી સજા મળી શકે. જરૂરિયાતવાળા રહીશને ઠંડીના અંડીગો સામે રક્ષણ જેવી સેવા સુલભ બનશે. ડિઝિટલ ફ્રોડ કરનાર આકરી સજા. આરોગ્ય સેવા ડિઝિટલ મળે. ચા વેચનાર કે ઘંટી પર દળાઈ કરનાર માટે ઓચિંતાનો પરિવર્તનશીલ સમય બને. જ્યોતિષમાં પ્રશ્ર્નકુંડળીના જાણકાર જ્યોતિષી માટે ગોલ્ડન સમય બની રહે. ભ્રષ્ટાચારી નેતાઓ માટે જીવન-મરણ વચ્ચે સમય વ્યતીત કરવો પડે. આધ્યાત્મિક સંતગુરુ માટે તેમજ સાધકો માટે ઉત્તમ સમય બની રહે. કામચોરી કરનાર સરકારી નોકરિયાત વર્ગ માટે દંડનાત્મક માટે સમય બને. સંનમોહન, જાદુઈ, જ્યોતિષ, વાસ્તુ, હીલીગ, મંત્ર, તંત્ર, શિખડાવવા માટે વિશિષ્ટ આયોજન કરાય. બે નંબરી ધંધામાં બ્રેક વાગે. ચપટી વગાડીને ધંધો કરનાર વર્ગનો ધંધો ચોપટ થઇ જશે. ઘણા બધા દેવમંદિરો રોડ રસ્તાના કપાતમાં આવવાના કારણે દેવમંદિરો સ્થળાંતર થાય તેમજ રીનોવેશન અવકાશ બને. ગિફ્ટ આર્ટીકલ નો ધંધો કરનાર વેપારીને ધંધામાં મોટો ઓર્ડર મળવાથી આર્થિક ફાયદો થાય. સાયકલ, સ્કૂટર, મોટર રીપેરિંગ કરનાર વર્ગને વિદેશના વિઝા મળી શકે.

ઘણા બધા કલાકારો નોકરી વળગશે. માનસિક રોગો, બાળરોગો, સ્નાયુઓની તકલીફ કે સ્ત્રીઓને લગતી રોગોના નિવારણ માટેના ડોક્ટરોને ગોલ્ડન સમય બની રહેશે. નામાકીત જ્યોતિષીઓના નિધનના સમાચાર આવી શકે!! વકીલોને વકીલાત માટે ખુબ જ કપરો સમય સાબિત થાય. અર્થતંત્રના પ્રજનન દર હજુ પણ ઘટે. નવા જન્મેલા જાતકોને આફતમાંથી શુભ અવસર પ્રાપ્ત થાય. ભૂકંપ, સુનામી, લાવારસ નીકળવો જેવી કુદરતી-અકુદરતી સમસ્યાઓનો સામનો કરવાનો આવે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser