હિંદુ કેલેન્ડર:જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

એક વર્ષ પહેલા
  • આ સપ્તાહ આસો મહિનાના વદ પક્ષથી શરૂ થશે, આ દિવસોમાં બુધની ચાલ બદલાશે અને સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહ સાથે આસો મહિનાનું વદ પક્ષ શરૂ થશે. આ અઠવાડિયામાં સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવા ચોથ, સ્કંદ છઠ્ઠ અને અહોઈ આઠમ વ્રત કરવામાં આવશે. સાથે જ શનિવાર 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર રહેશે. આ આખો દિવસ ખરીદારી કરવા માટે શુભ રહેશે. ત્યાં જ, આ સપ્તાહ સર્વાર્થસિદ્ધિ સાથે માતાંગ, સ્થિર, ગજકેસરી અને રવિયોગ હોવાથી ખરીદારી માટે અનેક શુભ મુહૂર્ત રહેશે. જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે. આ દિવસોમાં બુધની ચાલ બદલાશે અને આ ગ્રહ માર્ગી થઇ જશે. ત્યાં જ, સૂર્ય પણ નક્ષત્ર બદલીને વિશાખામાં આવી જશે.

2 થી 8 નવેમ્બર સુધીનું પંચાંગઃ-

2 નવેમ્બર, સોમવાર - આસો વદ પક્ષ, બીજ

3 નવેમ્બર, મંગળવાર - આસો વદ પક્ષ, તીજ

4 નવેમ્બર, બુધવાર - આસો વદ પક્ષ, કરવા ચોથ વ્રત

5 નવેમ્બર, ગુરુવાર - આસો વદ પક્ષ, પાંચમ

6 નવેમ્બર, શુક્રવાર - આસો વદ પક્ષ, છઠ્ઠ

7 નવેમ્બર, શનિવાર - આસો વદ પક્ષ, સાતમ, પુષ્ય નક્ષત્ર

8 નવેમ્બર, રવિવાર - આસો વદ પક્ષ, અહોઈ આઠમ વ્રત

જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહઃ-

2 નવેમ્બર, સોમવાર- સ્થિર યોગ

3 નવેમ્બર, મંગળવાર- માતંગ યોગ

4 નવેમ્બર, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, બુધ તુલા રાશિમાં માર્ગી થશે

5 નવેમ્બર, ગુરુવાર- ગજકેસરી યોગ

6 નવેમ્બર, શુક્રવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, સૂર્ય વિશાખા નક્ષત્રમાં જશે

7 નવેમ્બર, શનિવાર- પુષ્ય નક્ષત્ર, રવિયોગ

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

શુભ સંયોગ:નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

મહાભારત:અર્જુનના મોટા ભાઈનું સન્માન કરતા હતા, પરંતુ યુદ્ધ સમયે તેમણે યુધિષ્ઠિરને મારવા માટે તલવાર હાથમાં લઇ લીધી હતી

કર્ણવેધ સંસ્કાર:કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે

મોટિવેશનલ કોટ્સ:મુશ્કેલ કામને વચ્ચે છોડી દેવું સરળ છે, પરંતુ વિપરિત પરિસ્થિતિમાં વ્યક્તિને પોતાની તાકાતની જાણ થાય છે

અન્ય સમાચારો પણ છે...