• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • This Week, Number 1 Natives Will Be Successful In Business Expansion And Number 3 Natives Will Have Work Related To Foreign Countries And Investments.

23 થી 29 જાન્યુઆરીનું અંક ભવિષ્ય:આ અઠવાડિયે અંક 1ના જાતકો કામ-ધંધાનો વિસ્તાર કરવામાં સફળ થશે અને અંક 3ના જાતકોને વિદેશ અને રોકાણને લગતા કામ થશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરીનું સપ્તાહ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવું રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે ગ્રહો કામ-ધંધાનો વિસ્તાર કરવા અને નક્કી કરેલાં સમયે કામને પૂરાં કરી શકવામાં મદદરૂપ થશે. જો તમે રમત, ફિલ્મ, અભિનય અને સૂચનાના ક્ષેત્રમાં છો તો હાલ તમે સર્વશ્રેષ્ઠ કરિયર પથ પર રહેશો. એટલે સતત સફળતા તમને મળતી રહેશે. સાથે જ ધન કમાવા અને વધારવાની ઈચ્છા ફળિભૂત થશે. અઠવાડિયાના છેલ્લા દિવસોમાં આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે. સાથે જ પૂંજી નિવેશને લગતું કામ પુરું કરી શકશો. દામપત્ય જીવન મધુર રહેશે.

શું કરવું - પીપળા નીચે દીવો પ્રગટાવો. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

----------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કલા, ચિકિત્સા, સંચાર, સૂચના અને આર્થિક ક્ષેત્રમાં લગાતાર સફળતા મળશે. તેનાથી ઉત્સાહ બુલંદ રહેશે. આ સપ્તાહે તમે ઉદ્યમી બનવાની દોડમાં સામેલ થશો. આગળ વધવા માટે કોઈ કસર નહીં છોડો. જો તમે ક્યાંક યાત્રા અને પ્રવાસે જવા માગતા હોવ તો મનચાહી પ્રગતિના યોગ બનશે. સપ્તાહની મધ્યમાં કાર્ય અને વ્યવસાયમાં સફળતા મળશે. ફળસ્વરૂપ પરિવારમાં શુભ અને હકારાત્મક વાતાવરણ રહેશે. સપ્તાહના છેલ્લા દિવસોમાં ધન કમાવા અને ધન ભેગું કરવામાં સફળ રહેશો. છેલ્લા દિવસોમાં વિરોધીઓ પરેશાન કરી શકે છે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ-: 1

----------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે ગ્રહોની રોકાણ અને વિદેશને લગતા કાર્યો પૂરાં કરવામાં મદદ કરશે. તમને કામમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થશે. જો લોખંડ, મીઠું, ખનીજ, જમીનને લગતા બીજા કામ, રસ્તાના નિર્માણમાં લાગેલા લોકોને મનના ધાર્યા પ્રમાણે તકો મળશે. એટલા માટે સંયમિત દિનચર્યાથી પરહેજ ન કરો. સપ્તાહની મધ્યમાં કામ અને વ્યવસાયમાં મનોવાંછીત પ્રગતિ તરફ આગળ વધવા માટે સક્રિય રહેવાની જરૂર છે. જો કે સપ્તાહની મધ્યમાં ગ્રહોની ચાલ સુખ અને સૌભાગ્યમાં વધારો કરશે. ધ્મ અને વ્યવસાયના કેટલાક કાર્યોને પૂરાં કરવામાં તેજીથી પ્રગતિ થશે. છેલ્લા દિવસોમાં ઉન્નતિની નવી તકો મળશે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-: 2

----------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે ગ્રહો કાર્ય અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ પ્રકારે યશ અને કીર્તિ મળતી રહેશે. જો તમે કોઈ ખેલમાં ભાગ લઈ રહ્યાં છો તો તમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકો છો. કપડાં, સિમેન્ટ ઉદ્યોગ અને સૂચના પ્રૌદ્યોગિકીના ક્ષેત્રોમાં દરેક પગલે સફળતા મળશે. સપ્તાહની મધ્યમાં આર્થિક વ્યયમાં વધારો થવાને લીધે તમે ચિંતામાં રહેશો. તો આજીવિકાના ક્ષેત્રોમાં થોડી ભાગદોડી કરવી પડશે. પરંતુ ધનને લગતા મામલામાં ખર્ચ વધશે. છેલ્લા દિવસોમાં કામ અને વ્યવસાયમાં ફરી સફળતા મળશે. શક્ય છે કે આ અઠવાડિયે કોઈ ધર્મ અને દાનના કાર્યોમાં તમે વિચાર કરી શકો.

શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-: 7

----------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આ અઠવાડિયે ગ્રહો આર્થિક પહેલૂઓને સુધારવામાં મદદ કરશે. તેના સંબંધમાં તમારું મનોબળ મજબૂત બનશે. જો લેન-દેનને લગતી કોઈ સમસ્યા હોય તો તમે તેને હલ કરવા સક્ષમ રહેશો. શક્ય છે કે તમને વ્યવસાય અને આજીવિકા માટે યાત્રા કરવી પડે. જો તમે આધુનિક યુગ પ્રમાણે ઉન્નત પ્રકારના ઉપકરણોની ખરીદીમાં લાગેલા છો તો મનોવાંછીત પ્રગતિના યોગ બનશે. એટલા માટે પ્રયાસ ચાલું રાખો. જો કે સપ્તાહની મધ્યમાં ફરીથી નજીકના સંબંધીઓ વચ્ચે ચહેલ-પહેલ રહેશે. જો તમે કોઈ અનુબંધના કાર્યોમાં જોડાયેલાં હશો તો સતત પ્રગતિના યોગ બનશે.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-: 4

----------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આ અઠવાડિયે આર્થિક લક્ષ્ચોને પૂરાં કરવાની તક મળશે. એવામાં નાના શહેરો અને મેટ્રો સિટિઝ તરફ જઈ શકો છો. પછી તે ખેલની દુનિયા હોય, ફિલ્મ, અભિનય કે પ્રબંધન, કલા, ચિકિત્સા, અનુબંધ બધામાં લાભ થશે. એટલા માટે જો તમે પૂરાં મનથી પ્રયાસ કરશો તો સારું રહેશે. જો તમે શિક્ષણ અને પ્રશિક્ષણ સાથે જોડાયેલાં છો, તો મહત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે. સ્કૂલી શિક્ષા સાથે જોડાયેલાં હોવ કે ગણિત, વિજ્ઞાન કે બીજા ક્ષેત્રો સતત લાભ મળશે. આ સપ્તાહની મધ્ય ભાગમાં રૂપિયા સાથે જોડાયેલ પહેલૂઓને મજબૂત કરવા અને જો કોઈ દેવુ હોય તો તેને ચુકવવાની તક મળશે. પત્ની અને બાળકોની વચ્ચે પ્રેમની પળ આવશે.

શું કરવું - ગણેશજીની પૂજા-આરાધના કરજો.

શુભ રંગઃ- મરુણ

શુભ અંકઃ-: 9

----------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે દિલચસ્પ ક્ષેત્રોમાં કરિયરને મહત્વપૂર્ણ બનાવવા અને સંબંધિત ભાષાઈ જ્ઞાન વિકસિત કરવાની તક મળશે. જો તમે શિક્ષા અને પ્રશિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલાં છો કે કોઈ મોટી સંસ્થાના માલિક છો તો પ્રગતિનો હાલ સમય છે. ત્યારે તમને મનોવાંછીત ફળ પ્રાપ્ત થશે. સપ્તાહની મધ્યમાં પૂંજી નિવેશ અને વિદેશ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ કામ પૂરાં થવાના યોગ છે. શક્ય છે કે આ દરમિયાન કેટલાક સંબંધોમાં ખટાશ આવી શકે. પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. તેનાથી મનચાહી ખરીદી તેમની સાથે કરી શકો. દામપત્ય જીવન કે કોર્ટ-કચેરીમાં ગ્રહોની આવા-જાહી સફળતાનું ઈનામ આપશે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યાં હોય તો તેને લઈને ચિંતા રહે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ-: 6 ----------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે ભૌતિક સુખના સાધનો ભેગા કરવા અને કાર્ય અને વ્યવસાયને આગળ વધારવાની દિશામાં નિરંતર પ્રયાસ કરવાં પડશે. એવા સમયે પૂરાં ઉત્સાહ સાથે આગળ વધવાની જરૂર છે. જો તમે પરિવહન, સંચાર, સૂચના અને ઉદ્યોગ સાથે જોડાયેલા છો તો આ સપ્તાહે ગ્રહોની ચાલ તમને સુખ અને અદભૂત પરિણામ આપશે. કેટલાક મામલામાં અચાનક વિવાદો વધવાથી તમે પરેશાન થઈ શકો. કારણ કે વિરોધીઓ પરેશાન કરવાની સાજિશ રચી શકે છે. પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે. સપ્તાહના બીજા ભાગમાં તમે વાંચવા-લખવા સાથે જોડાયેલાં કામ પૂરાં કરી શકો. જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યાં હોવ તો તમે સફળ થશો.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-: 3

----------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આ સપ્તાહે સ્વજનોની વચ્ચે તાલમેળ વધારવાથી પરિવારનું વાતાવરણ સુખદ અને અદભૂત રહેશે. જો તમે કોઈ યાત્રા કે પ્રવાસ માટે જવા માગતા હો તો મનોવાંછીત ઉન્નતિની તકો મળી શકે છે. જો તમે ફિલ્મ, ખેલ અને બીજા ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માગો છો તો આ સપ્તાહે ચમત્કાર કરવામાં સફળ થશો. અર્થાત્ આ સપ્તાહે તમે ભૂલોને સુધારીને કરિયરમાં એક ખાસ મુકામ પ્રાપ્ત કરી શકો. પરંતુ સપ્તાહની મધ્યમાં ગ્રહોની ચાલ અડચણો પેદા કરાવશે, એટલે સૂઝબુઝથી આગળ વધજો. સ્વાસ્થ્યમાં પડતી આવી શકે છે. સપ્તાહના છેલ્લા દિવસોમાં કામ અને વેપારમાં વધારો કરવામાં ઉલ્લખનીય સફળતા મળી શકે છે.

શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ-: 1