• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • These Four Zodiac Signs Including Aries Will Be Benefited By Planetary Transit, Malefic Effects Will Be Reduced By Worshiping Hanumanji.

ગ્રહના સેનાપતિ મંગળ ગ્રહ મિથુનમાં પ્રવેશ કરશે:ગ્રહ ગોચરથી મેષ સહિત આ ચાર રાશિના જાતકોને ફાયદો, હનુમાનજીની પૂજા કરવાથી અશુભ અસર ઘટશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જ્યોતિષ અનુસાર, પ્રત્યેક ગ્રહ સમયાનુસાર રાશિ પરિવર્તન કરતા રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની શુભ અને અશુભ અસરો આખી દુનિયામાં જોવા મળે છે. કુદરતી આફતોથી લઈને કોઈપણ પ્રકારની દુર્ઘટના, રાજકીય અને રમતગમતની ગતિવિધિઓ, સામાજિક, આર્થિક ઉથલપાથલ અને દરેક જીવના જીવનમાં આવતા ફેરફારો માટે ગ્રહો જ જવાબદાર છે. ક્રોધનો કારક, દાંપત્ય જીવન, હિંમત અને બહાદુરીનો કારક ગ્રહ મંગળ રાશિ પરિવર્તન વિશે વાત કરીશું. મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, વર્ષ 2023માં મંગળ કુલ 7 વખત પોતાની સ્થિતિ બદલશે. જેનો લાભ અન્ય રાશિઓને થશે. મંગળ હવે 13 માર્ચ, 2023 ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં મંગળના આગમનથી ઘણી રાશિઓ માટે સારા દિવસો આવી શકે છે.

આ રાશિમાં 58 દિવસ રહેશે
મંગળ ગ્રહ મિથુન રાશિમાં 13 માર્ચ સવારે 4: 3 કલાકે પ્રવેશ કરશે. આ રાશિમાં આ ગ્રહ 10 મે સુધી રહેશે એટલે કે લગભગ 58 દિવસ સુધી રહેશે.

આવો જાણીએ કઈ રાશિને થશે ફાયદો
મેષ રાશિ :

મેષ રાશિના જાતકો માટે મંગળનું ગ્રહ ગોચર શુભ માનવામાં આવે છે. જેના કારણે ખુશીઓ આવશે અને વેપારમાં પણ સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી શકે છે. બધી જ પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને રિલેશનશિપમાં કંઈક નવું થઇ શકે છે. વૃદ્ધોનો સ્નેહ પ્રાપ્ત થશે. મેષ રાશિ પણ જાતકો માટે મંગળ માટે 8મા ભાવનો સ્વામી છે અને હવે તે ત્રીજા ભાવમાં ગોચરકરી રહ્યો છે. આ સ્થિતિમાં આ સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે. લાંબા સમયથી અટવાયેલા કામને પૂર્ણ કરવાની તૈયારી થશે.

તમને તમારા નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે, પરંતુ આઠમા ભાવનો સ્વામી મંગળ હોવાને કારણે તેમની સાથે લડાઈ થવાની શક્યતાઓ છે. તમારે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે પણ સભાન રહેવાની જરૂર છે. ત્રીજા ભાવથી મંગળ છઠ્ઠા ભાવ, નવમા ભાવ અને દસમા ભાવમાં છે. તેથી જે વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સારો સમય છે. તમારા પ્રતિસ્પર્ધીઓ કે દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આઠમા ઘરથી તે વ્યવસાયના દસમા ઘર તરફ નજર કરી રહી છે અને મકર રાશિ તેની ઉચ્ચ રાશિ છે, આવી સ્થિતિમાં તે મેષ રાશિના લોકોના વ્યાવસાયિક વિકાસ માટે સારી સાબિત થશે. તે નવા સ્નાતકોની કારકિર્દીની પણ શરૂઆત કરશે જેઓ નોકરી શોધી રહ્યા છે.

વૃષભ રાશિ :
આ રાશિનો સ્વામી શુક્ર છે. મંગળના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોના ખરાબ દિવસોનો અંત આવશે અને જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ એક પછી એક દૂર થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા સંબંધિત મામલાઓમાં સફળતા મળશે. નોકરી-ધંધામાં પણ સારો ફાયદો થતો જોવા મળશે. આ સમયે તમને જૂના રોકાણનો લાભ મળી શકે છે. જો કોઈ જૂની વાત તમને પરેશાન કરી રહી છે તો તેમાં પણ તમને રાહત મળશે. આધ્યત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ અનુભવી વ્યક્તિનું તમને માર્ગદર્શન મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વેપારના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને જૂના રોકાણોથી લાભ થવાના સંકેત છે. આર્થિક પ્રગતિની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે. ગોચરને કારણે વિદેશ જવાનો માર્ગ ખુલી શકે છે. અટકેલા કામ પૂરા થશે. મિલ્કત સંબંધિત મામલાઓનો ઉકેલ આવી શકે છે.

કન્યા રાશિ :
આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. મંગળનું ગોચર કન્યા રાશિના દસમા ભાવમાં છે. દસમા ભાવમાં મિથુન રાશિમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવે છે. વ્યાવસાયિક વિકાસ માટે આ સમય સારો છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ઉર્જાથી ભરપૂર રહેશો અને કોઈ કામ પૂરું કરવા માટે તૈયાર રહેશો. આ સમયગાળા દરમિયાન તમને નવી ભૂમિકાઓ અને જવાબદારીઓ આપવામાં આવશે. આ ગોચર દરમિયાન તમારી ઓળખ અને કદમાં વધારો થવાની સંભાવના છે. પોતાનો વ્યવસાય ચલાવતા લોકોને ફાયદો થશે. માતા સહકાર આપશે પરંતુ તમારે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે સાવચેત રહેવાની જરૂર છે.

નોકરી શોધી રહેલા લોકોને આ સમય દરમિયાન સફળતા મળશે. જેઓ નોકરી કરી રહ્યા છે, તેઓને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય લાભદાયી રહેવાનો છે. આ સમયે મહેનતનું ફળ મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ :
આ રાશિનો સ્વામી શુક્ર પણ છે. મંગળનો પ્રવેશ આ રાશિના ભાગ્ય ભાવમાં રહ્યો છે, જેના કારણે આ રાશિના લોકોને જમીન અને સંપત્તિ સંબંધિત લાભ મળી શકે છે. અટવાયેલી ધંધાકીય યોજનાઓને ગતિ મળી શકે છે. સરકારી કામોમાં પણ લાભ થશે. કોર્ટ સંબંધિત મામલા તમારા પક્ષમાં આવી શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આ સમયે કરેલા રોકાણનો લાભ નજીકના ભવિષ્યમાં મળશે.

આ સમયગાળા દરમિયાન વિદેશમાં અભ્યાસનો માર્ગ ખુલી શકે છે. અટવાયેલા કામો પણ પૂરા થશે, તેવા સંકેત મળી રહ્યા છે. સારા નસીબની શક્યતાઓ જોવા મળી રહી છે. આર્થિક પ્રગતિની શક્યતાઓ બની રહી છે.પરિવારમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે.જૂના મિત્રોને મળવાની તક મળશે.પ્રેમ સંબંધોમાં પારિવારિક અનુમોદન મળશે.

મંગળના કારણે ઊર્જા વધે છે પરંતુ વિવાદ પણ થાય છે
મંગળના કારણે ઉત્સાહ વધવા લાગે છે. આ ગ્રહના કારણે શારીરિક ઊર્જા પણ વધે છે. જ્યોતિષમાં મંગળને ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહના કારણે જ વ્યક્તિમાં કોઈપણ કામ કરવાની ઇચ્છા પેદા થાય છે. મંગળની અસર હથિયાર, સેના, પોલીસ અને આગ સાથે જોડાયેલી જગ્યાએ થાય છે.

આ ગ્રહની અશુભ અસરથી ગુસ્સો વધે છે અને વિવાદ થાય છે. એટલે મંગળની ગતિ વક્રી હોવાથી દરેક કામ સમજી-વિચારીને કરવું જોઈએ. ઉતાવળ કરવાથી બચવું જોઈએ. મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે. ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી લોકો ખોટા પગલાં ભરે છે. જેથી વિવાદ અને દુર્ઘટનાઓ થાય છે.

વક્રી એટલે ગ્રહનું ખૂબ જ ધીમી ગતિએ ચાલવું
કોઈપણ ગ્રહની ગતિ ધીમે-ધીમે ઘટવા લાગે છે. જ્યારે તે ગ્રહ ધીમી ગતિએ ચાલે છે અને એક સમયે એવી સ્થિતિ આવી જાય છે કે પૃથ્વીથી તે ગ્રહને જોવામાં એવું લાગે કે તે પાછળ તરફ ગતિ કરી રહ્યો છે. આ સ્થિતિને જ ગ્રહનું વક્રી થવું કહેવામાં આવે છે. જ્યોતિષમાં ગ્રહની આવી સ્થિતિનું પણ ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે.

હનુમાનજીની પૂજા કરવાથી અશુભ અસર ઘટશે
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ચાંટીને ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક લગાવવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ખાવું જોઈએ. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરવું. આ ઉપાયો કરવાથી મંગળ ગ્રહની અશુભ અસર ઘટી શકે છે.