હનુમાન જયંતી / હનુમાનજીની પૂજા માટે 3 શુભ મુહૂર્ત રહેશે, આજે સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો

There will be 3 auspicious times for worship of Hanumanji today on Hanuman Jayanti 2020
X
There will be 3 auspicious times for worship of Hanumanji today on Hanuman Jayanti 2020

  • હનુમાનજી બ્રહ્મચારી હોવાથી સવારે 4 થી રાતે 9 વાગ્યા સુધી તેમની પૂજા કરી શકાય છે

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 12:21 PM IST

હનુમાન જયંતી આજે છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. ગ્રંથો અને માન્યતાઓ પ્રમાણે હનુમાન જયંતી દેશમાં વિવિધ મહિનાઓમાં ઉજવવામાં આવે છે, પરંતુ આ પર્વ ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. હનુમાનજી અમર છે. તેઓ રૂદ્રાવતાર માનવામાં આવે છે. હનુમાનજી બ્રહ્મચારી સ્વરૂપમાં પૂજાય છે. એટલે સવારે 4 થી રાતે 9 વાગ્યા સુધી તેમની પૂજાનું વિધાન છે.

પૂજા વિધિઃ-

  • સવારે જલ્દી જાગીને ઘરની સફાઇ કરો. ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને ઘરને પવિત્ર કરો. ત્યાર બાદ સ્નાન કરો.
  • ઘરના પૂજા સ્થાને હનુમાનજી સહિત શ્રીરામ અને સીતાજીની મૂર્તિ સ્થાપિત કરો.
  • ભગવાનને સાક્ષી માનીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લો. ત્યાર બાદ પૂજા કરો.
  • શ્રીરામ અને માતા સીતાની પૂજા કરો ત્યાર બાદ હનુમાનજીની પૂજા કરો.
  • પૂજામાં જળ અને પંચામૃતથી દેવી દેવતાઓને સ્નાન કરાવો. ત્યાર બાદ અબીર, ગુલાલ, ચંદન, ચોખા, મૌલી, ફૂલ, ધૂપ-દીપ, વસ્ત્ર, ફળ, પાન અને અન્ય વસ્તુઓ ચઢાવો.
  • ત્યાર બાદ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આરતી બાદ પ્રસાદ અર્પણ કરો.

શ્રીરામ-સીતા પૂજા મંત્રઃ-
आपदामपहर्तारं दातारं सर्वसम्पदां
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ।।

હનુમાન પૂજા મંત્રઃ-
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्‌ ।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि ।।

પૂજાના મુહૂર્તઃ-
સવારે 06.05 થી 09.20 સુધી
સવારે 10.50 થી બપોરે 12.25 સુધી
સાંજે 05.10 થી 06.45 સુધી

હનુમાન જયંતી વ્રત અને પૂજાનું મહત્ત્વઃ-
હનુમાન જયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું ફળ જલ્દી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઉતરી જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી