• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • There Is A Special Direction For Each Place From The Bedroom To The Hall, It Is Considered Auspicious To Have The Main Door Of The House On The East Side.

વાસ્તુ શાસ્ત્ર:બેડરૂમથી લઇને હોલ સુધી દરેક જગ્યા માટે ખાસ દિશા જણાવવામાં આવી છે, પૂર્વ દિશામાં ઘરનો મુખ્ય દ્વાર હોવો શુભ મનાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની દક્ષિણ દિશા ખુલ્લી હોવી જોઇએ નહીં, ભારે સામાન દક્ષિણ દિશામાં રાખવો જોઇએ

વાસ્તુશાસ્ત્રના ગ્રંથ ભવન ભાસ્કર અને વિશ્વકર્મા પ્રકાશમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ઘરની કઇ દિશામાં શું હોવું જોઇએ. સાથે જ, અન્ય વાસ્તુ ગ્રંથો પ્રમાણે ઘરના રૂમ, હોલ, રસોડું, બાથરૂમ અને બેડરૂમ એક ખાસ દિશામાં હોવા જોઇએ. જેનાથી ઘરમાં વાસ્તુદોષ રહેતો નથી અને ત્યાં રહેતાં લોકો સુખી રહે છે. વાસ્તુ પ્રમાણે એક આદર્શ મકાનનો મુખ્ય દ્વાર માત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવો જોઇએ. ત્યાં જ તમારો ઘરનો ઢાળ પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ-ઉત્તર (ઈશાન ખૂણા)માં હોવો શુભ મનાય છે.

વાસ્તુની દૃષ્ટિએ ઘરની રચનાઃ-
પૂર્વ દિશા- પૂર્વ દિશા સૂર્યોદયની દિશા છે. આ દિશાથી પોઝિટિવ અને ઊર્જાવાન કિરણો આપણાં ઘરમાં પ્રવેશ કરે છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દિશામાં હોય તો ખૂબ જ સારું છે. બારી પણ આ દિશામાં બનાવી શકાય છે.

પશ્ચિમ દિશાઃ- ઘરનું ટોયલેટ આ દિશામાં હોવું જોઇએ. ટોયલેટ આસપાસ રસોડું હોવું જોઇએ નહીં.

ઉત્તર દિશાઃ- આ દિશામાં ઘરના સૌથી વધારે બારી અને દરવાજા હોવા જોઇએ. ઘરની બાલકની અને વોશ બેસિન પણ આ દિશામાં હોવી જોઇએ. જો મુખ્યદ્વાર આ દિશામાં હોય તો વધારે સારું રહેશે.

દક્ષિણ દિશાઃ- દક્ષિણ દિશામાં કોઇપણ પ્રકારે ખુલ્લી હોવી જોઇએ નહીં. બાથરૂમ પણ આ દિશામાં હોવું જોઇએ નહીં. ઘરના આ સ્થાને ભારે સામાન રાખો. આ દિશામાં દરવાજા કે બારી હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા રહેશે અને ઓક્સિજનનું લેવલ પણ ઓછું થઇ જશે.

ઉત્તર-પૂર્વ દિશાઃ- આ દિશાને ઈશાન દિશા પણ કહેવામાં આવે છે. આ દિશા જળનું સ્થાન છે. આ દિશામાં બોરિંગ, સ્વીમિંગ પૂલ, પૂજા સ્થાન વગેરે હોવું જોઇએ. આ દિશામાં મુખ્ય દ્વારનું હોવું ખૂબ જ શુભ મનાય છે.

ઉત્તર-પશ્ચિમ દિશાઃ- તેને વાયવ્ય દિશા પણ કહેવાય છે. આ દિશામાં તમારો બેડરૂમ, ગેરેજ, ગૌશાળા વગેરે હોવી જોઇએ. દક્ષિણ-પૂર્વ દિશાઃ- તેને ઘરનો આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ અગ્નિ તત્વની દિશા છે. આ દિશામાં રસોડું, ગેસ, બોયલર, ટ્રાન્સફોર્મર વગેરે હોવું જોઇએ.

દક્ષિણ-પશ્ચિમ દિશાઃ- આ દિશાને નૈઋૃત્ય દિશા કહેવામાં આવે છે. આ દિશામાં બારી, દરવાજા બિલકુલ હોવા જોઇએ નહીં. ઘરના વડીલનો રૂમ અહીં બનાવી શકો છો. કેશ કાઉન્ટર, મશીન વગેરે તમે આ દિશામાં રાખી શકો છો.

ઘરનું ફળિયું- ઘરના ફળિયું ન હોય તો ઘર અધૂરું રહે છે. ઘરની આગળ અને પાછળ નાનું ફળિયું હોવું જોઇએ. ફળિયામાં તુલસી, દાડમ, જામફળ, મીઠો અથવા કડવો લીમડો, આંબળા વગેરે પોઝિટિવ ઊર્જા આપનાર ફૂલદાર છોડ વાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...