તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Sun Will Remain In The Ashlesha Constellation Until August 17; This Can Cause A Sudden Change In The Atmosphere, People Of 4 Zodiac Signs Including Aquarius Should Be Careful

ગ્રહ-નક્ષત્ર:સૂર્ય 17 ઓગસ્ટ સુધી અશ્લેષા નક્ષત્રમાં રહેશે; આ કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર થઇ શકે છે, કુંભ સહિત 4 રાશિના લોકોએ સાવધાન રહેવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યના નક્ષત્ર પરિવર્તન થવાથી 8 રાશિના લોકો માટે શુભ સમય શરૂ

સોમવાર, 3 ઓગસ્ટના રોજ સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં આવી ગયો છે. આ પહેલાં આ ગ્રહ 20 જુલાઈથી પુષ્ય નક્ષત્રમાં હતો. હવે સૂર્યના અશ્લેષા નક્ષત્રમાં આવી જવાથી વાતાવરણમાં અચાનક ફેરફાર થવા લાગશે. દેશના થોડાં ભાગમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. ત્યાં જ થોડી જગ્યાએ ગરમી અને બફારો વધી શકે છે. બીમારીઓ વધવા અને દુર્ઘટનાઓ થવાની પણ આશંકા બની રહી છે.

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના જણાવ્યાં પ્રમાણે સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં તો છે પરંતુ કર્ક રાશિમાં શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો છે. અશુભ યોગની આ સ્થિતિ 17 ઓગસ્ટ સુધી રહેશે. જેની અસર વાતાવરણ, દેશ-દુનિયા અને બારેય રાશિઓ ઉપર પડશે. તેના પ્રભાવથી સિંહ અને ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ, મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો નક્ષત્રોના અશુભ પ્રભાવથી બચી જશે. આ સિવાય તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે.

સિંહ અને ધન રાશિ માટે અશુભ સમયઃ-
સૂર્યના અશ્લેષા નક્ષત્રમાં આવી જવાથી સિંહ અને ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિના લોકોએ સાવધાન રહેવું. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની આશંકા છે. ધનહાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ રહેશે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઇએ.

કર્ક સહિત 8 રાશિના જાતકો માટે સારો સમય શરૂઃ-
મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલે પણ સમય શુભ કહી શકાય છે. આ રાશિના જાતકો ઉપર અશુભ ગ્રહ સ્થિતિનો પ્રભાવ પડશે નહીં.

તુલા અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમયઃ-
સૂર્યના અશ્લેષા નક્ષત્રમાં તુલા અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના જાતકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ વધારે થશે. થોડાં મામલાઓમાં નક્ષત્રોનો સાથ મળશે ત્યાં જ કામકાજમાં મુશ્કેલીઓ, તણાવ અને વિવાદ થવાની આશંકા છે. સ્વાસ્થ્ય પરેશાની પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...