તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌથી તેજસ્વી ગ્રહ સૂર્ય 12 ફેબ્રુઆરી ને શુક્રવારે રાત્રે 9.12 વાગ્યે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ પરિભ્રમણ 14 માર્ચ સુધી, એટલે કે 30 દિવસ સુધી રહેશે. સૂર્ય આયુ, આરોગ્ય સાથે આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે. જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા પ્રમાણે કુંભ રાશિનો સ્વામી શનિ છે અને સૂર્ય તથા શનિ ગ્રહોના કારકત્વમાં વિરોધાભાસ રહેલો હોવાથી સૂર્યને કુંભ રાશિ અનુકૂળ નથી. પૂર્વાચાર્યોના મતે આ ભ્રમણ અશુભ માનવામાં આવે છે. આ ભ્રમણ દરમિયાન સરકારી વાદ-વિવાદ વકરી શકે!! સરકારી નીતિ વિષયક નિર્ણયમાં આમ જનતામાં વિરોધ સંભવી શકે. હાલની ચૂંટણીનો ચકરાવો વધવાની સાથે વાદવિવાદની સંભાવના નકારી શકાતી નથી. નૈસર્ગિક ભાવથી અગિયારમે હોવાથી વેપાર-વ્યવસાયમાં તેજી લાવશે. જ્યોતિષી આશિષ રાવલે દરેક રાશિના જાતકોને આ પરિભ્રમણ કેવું ફળ આપશે, તે જણાવ્યું છે.
મેષ: લાંબા સમયનાં સરકારી કામો, અટકેલાં કાર્ય પૂર્ણ થઈ શકે. પારિવારિક સમસ્યાઓ પણ સમાપ્ત થઈ શકે. નિત્ય સૂર્યને જળ ચડાવવું.
વૃષભ: સરકારી કામો, અટવાયેલાં પૂર્ણ થાય. માતાની તબિયત બગાડી શકે. સરકારી અધિકારીઓ સાથે સંબંધો રાખવાથી લાભ.
મિથુન: ભાગ્યમાં પરિવર્તન આવી શકે. નવા સાહસ કરવાથી સફળતા પ્રાપ્ત થાય. વડીલોને ચરણસ્પર્શ કરીને દિનારંભ કરવો.
કર્ક: નેત્રરોગ સંભવ. વાણીમાં ઉગ્રતા આવે. વાહન ચલાવવામાં ખાસ કાળજી રાખવી.
સિંહ: ભાગીદારી પેઢીમાં સરકારી નોટિસ મળી શકે. માન-સન્માન સાથે યશ મળે. કાયદાનું ફરજપાલન અવશ્ય કરવું.
કન્યા: લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી રાહત મળશે. તમારા કામની પ્રશંસા થશે. સૂર્યનું નંગ પહેરવાથી લાભ થઈ શકે.
તુલા: સંતાનના શુભ સમાચાર મળે. વડીલોની સલાહ લાભદાયી નીવડે. વ્યસનોથી દૂર રહેવું.
વૃશ્ચિક: માનસિક ઉદ્ગવેગ વધે. નજીકના મિત્રો સાથે સંબંધ બગડે. ખાવા-પીવામાં કાળજી અવશ્ય રાખવી.
ધન: આદરેલાં કામ પૂર્ણ કરી શકાશે. પાડોશીથી લાભ થાય. નિત્ય દેવમંદિરમાં દર્શન અવશ્ય કરવા.
મકર: કુટુંબમાં માંગલિક કાર્યો આવે. વાહન અકસ્માત થઈ શકે. ગુપ્ત દર્દથી કાળજી રાખવી.
કુંભ: બગડેલા સંબંધો સુધરી જશે. નવાં કાર્ય સિદ્ધ કરી શકાશે. નવાં કામો આદરી શકાશે.
મીન: આત્મવિશ્વાસ ન રહે. કોર્ટ-કચેરીનાં કામ આવી પડે. સૂર્ય ગ્રહના મંત્રની માળા કરવી.
આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.