14 જાન્યુઆરી, શુક્રવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાથી મકરસંક્રાંતિ પ્રારંભ થશે. સંક્રાંતિ પુણ્યકાળ આ દિવસે બપોરે 2.31 પછી ગણાશે, જે સૂર્યાસ્ત સમય સુધી રહેશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, જ્યારે પતંગોત્સવ તા.14 અને 15 બંને દિવસ મનાવાશે. આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે, જે પીળા રંગનાં વસ્ત્ર પહેરે છે. હાથમાં આયુદ્ધ ગદા ધારણ કરેલી છે. જાતિ સર્પ છે. તેમણે કેસરનું તિલક કરેલું છે અને એ બેઠેલી છે. દૂધપાક ખાય છે અને ઝુંઈનું પુષ્પ ધારણ કરેલું છે. મોતીના આભૂષણ અંગીકાર કરેલા છે. વાર નામ મિશ્રા છે. નક્ષત્ર નામ નંદા છે. સામુદાય મૂરત 45 સમર્ધ છે, માટે તમામ પ્રકારની પીળા રંગની સામગ્રી, જેવી કે પીળા રંગનું કાપડ, ચણાની દાળ, હળદર, પીળા રંગની મીઠાઈ, ભોજપત્ર, ચંદન, કેશર તથા સોનાના ભાવ વધી શકે છે. બાલ્યાવસ્થાના લોકોને તંદુરસ્તી વિશે તકેદારી રાખવી આવશ્યક બની રહે. વાઘ કે વન્ય પશુઓને તકલીફોનો સામનો શહેરમાં કરવો પડે!! ઉત્તરમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે ત્યારે દૃષ્ટિ નૈઋત્ય દિશા તરફ પડે છે મુખ પૂર્વ તરફ રહે છે, જેથી ઉત્તર અને નૈઋત્ય દિશાના લોકોને સુખ સારું મળે. વરસાદ મતલક પડે.
વાઘ, ઘોડા જેવાં પ્રાણીઓ મારફત રોગચાળો ફેલાવવાની સંભાવના રહેલી છે તેમજ તેમની અમુક જાતો લુપ્ત થતી લાગે. કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી રાખવી જરૂરી બને. ડેરી ઉદ્યોગમાં સરકારી નિયંત્રણ વધુ આવી શકે. વાતાવરણમાં ક્યાંક ભૂકંપના ઝટકા, સુનામી, લાવારસ નીકળવો કે માવઠું જેવી બાબતો બની શકે. અચાનક મરણ સંખ્યા વધી શકે છે. ન્યાય પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અને નાણાકીય તંત્રમાં ખાસ ફેરફાર જોવા મળે.
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.