રાશિ પરિવર્તન:14 એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે, મેષ અને સિંહ સહિત 6 રાશિના જાતકોને લાભ થશે

2 વર્ષ પહેલા
  • આ રાશિ પરિવર્તનથી કોરોનાનો ડેથ રેશિયો ઘટશે, જનતામાં સ્વસુરક્ષા વધારે લેવામાં આવશે
  • વિદ્યાર્થી વર્ગ માટે આ પરિવર્તન સુખદાયી સાબિત થશે

તા.14 ને બુધવારથી સૂર્ય મેષ રાશિમાં સતત 30 દિવસ પરિભ્રમણ કરશે. જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર સિંહ રાશિનો સ્વામી બને છે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો જ્યારે તુલા રાશિમાં નીચ્સ્થ બને છે. આ ભ્રમણ થવાથી કોરોનાનો ડેથ રેશિયો ધટશે. આમ જનતામાં સ્વસુરક્ષા વધારે લેવામાં આવે. મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળને મિથુન રાશિ અનુકૂળ નથી ગરમીનો કારક સૂર્ય, મંગળ હોવાથી આ બંને ગ્રહોનું રાશિ પરિવર્તન થવાથી આકરા તાપ પડી શકે. દઝાડી દે તેવી ગરમી પડે માટે કામ વગર બહાર ન નીકળવું. ગામડાઓમાં પાણીની સમસ્યાઓ ધેરી વળે. પશુ-પંખીઓ બિમાર કે મૃત્યુનો ભોગ બને!! વિદ્યાર્થી વર્ગ માટે આ પરિભ્રમણ સુખદાયી નીવડે દરેક રાશિના જાતકોને આ પરિભ્રમણ કેવું રહેશે તે અંગે જણાવતા જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યા અનુસાર....

મેષ:- લાંબા સમયથી અટવાયેલા સરકારી કામોનો ઉકેલ આવે. સંતાનનો વિદ્યાભ્યાસ બાબતે શુભ સમાચાર મળે. તમામ ક્ષેત્રે માન-સન્માન પદ પ્રતિષ્ઠા મળે. લગ્નજીવનમાં ટકરાવ થાય.

વૃષભ:- નેત્ર પીડા થવાની સંભાવના છે. નોકરિયાતને આકસ્મિક બદલી થઈ શકે! જમીન મકાન-મિલકતના નવા યોગ બની શકે.

મિથુન:- લાંબા સમયથી અટવાયેલા આર્થિક લાભો તેમજ વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે. ગુઢ વિદ્યા જેવી બાબતોમાં અભ્યાસમાં રસ વધે. નવા સાહસ કરારો થઈ શકે.

કર્ક:- કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત થાય. હ્રદયને લગતી બીમારી આવે. ઉગ્ર વાણી થઈ શકે.

સિંહ:- ધાર્મિક કાર્યો માટે પ્રવાસ સંભવ. નાના ભાઈઓથી લાભ થઈ શકે. આરોગ્યમાં ગડબડ શક્ય છે.

કન્યા:- નાના મોટા અકસ્માત શક્ય છે. સરકારી બાબતોથી કૌટુંબિક ઝઘડાની સંભાવના. દેવુ હોય તો વધી શકે.

તુલા:- લગ્નજીવનમાં શંકા-કુશંકા વધે તેને કારણે ઝઘડા વધે. વાણી વિચાર વ્યવહારમાં જુસ્સો વધે. નવા મિત્રોની મુલાકાત સંભવ.

વૃશ્ચિક:- વિજય યોગ મુજબ સમય પસાર થાય. શત્રુઓ શરણે આવે. ઋતુ પરિવર્તનને કારણે તબિયત નરમ-ગરમ રહે.

ધન:- પુત્ર સન્માન દ્વારા શુભ સમાચાર મળી શકે. ગુપ્તધન મળવાના પ્રબળ યોગ. વડીલો દ્વારા સલાહ સુચન કરવાથી લાભદાયી નીવડે.

મકર:- માતાની આકસ્મિક તબિયત બગાડે. નોકરી-ધંધામાં ચિંતા પ્રશ્નો સર્જાય અને હલ થાય. ઔચિતી નવી સમસ્યાઓ આવી પડે.

કુંભ:- તમામ પ્રકારે શુભ બાબતોનું સર્જન થાય. નવી ભાગીદારી શક્ય છે. દેવ કાર્ય પાછળ સમય તેમજ પૈસા વપરાય.

મીન:- મોંમાં ચાંદા પડી શકે સરકારી કેસોમાં મુદત પડે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતી શક્ય છે. દુશ્મનો ગ્રસ્ત થાય.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...