તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તુલા સંક્રાંતિ:17 ઓક્ટોબરે તુલા રાશિમાં સૂર્ય આવી જશે, ગ્રંથોમાં તેને પર્વ કહેવામાં આવે છે, આ દિવસે સ્નાન અને દાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેદો અને પુરાણો પ્રમાણે તુલા સંક્રાંતિ ઉપર તીર્થ સ્નાન, દાન અને સૂર્યપૂજાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે, ઉંમર પણ વધે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનામાં તુલા સંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે જે દિવસે સૂર્ય કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને તુલા સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણ ગોળમાં જતો રહે છે. સૂર્યના ભ્રમણના થોડા દિવસો બાદ શરદ ઋતુ પૂર્ણ થઇ જાય છે અને હેમંત ઋતુ શરૂ થઇ જાય છે. તુલા સંક્રાંતિ પર્વ 17 ઓક્ટોબર શનિવારે ઉજવવામાં આવે છે. આ દિવસથી 16 નવેમ્બર સુધી સૂર્ય તુલા રાશિમાં રહેશે.

પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે ઋગ્વેદ સહિત પદ્મ, સ્કંદ અને વિષ્ણુ પુરાણ સાથે જ મહાભારતમાં સૂર્ય પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તુલા સંક્રાંતિએ તીર્થ સ્નાન, દાન અને સૂર્ય પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે. તેનાથી ઉંમર વધે છે. સૂર્ય પૂજાથી પોઝિટિવ ઊર્જા મળે છે અને ઇચ્છા શક્તિ પણ વધે છે.

તુલા સંક્રાંતિથી નવરાત્રિ શરૂઃ-
પં. મિશ્રાના જણાવ્યાં પ્રમાણે આ વખતે એવો સંયોગ બની રહ્યો છે જ્યારે તુલા સંક્રાંતિએ જ નવરાત્રિ શરૂ થઇ રહી છે. મોટાભાગે આ સંક્રાંતિ નવરાત્રિ પહેલાં અથવા નવરાત્રિ દરમિયાન આવે છે. આ બે પર્વોનો સંયોગ દેશ માટે શુભ રહેશે. તેનાથી સુખ અને સમૃદ્ધિ વધશે. સૂર્ય અને શક્તિના પ્રભાવથી મહામારીની અસર ઘટે તેવી સંભાવના છે. આ બંને પર્વને આખા ભારતમાં શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. રાશિ પરિવર્તન સમયે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય સવારે જલ્દી જાગીને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આખા વર્ષમાં 12 સંક્રાંતિ આવે છેઃ-
સૂર્યના એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવાની ક્રિયાને સંક્રાંતિ કહે છે. સંક્રાંતિ એક સૌર ઘટના છે. હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ પ્રમાણે આખા વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે. દરેક રાશિમાં સૂર્યના પ્રવેશને તે રાશિનું સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. દરેક સંક્રાંતિનું અલગ મહત્ત્વ હોય છે. શાસ્ત્રોમાં સંક્રાંતિની તિથિ તથા સમયને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંક્રાંતિએ પિતૃ તર્પણ, દાન, ધર્મ અને સ્નાન વગેરેનું ખૂબ જ મહત્ત્વ છે.

તુલા સંક્રાંતિ શું છેઃ-
સૂર્યનું તુલા રાશિમાં પ્રવેશ કરવું તુલા સંક્રાંતિ કહેવાય છે. આ તહેવાય હિંદુ કેલેન્ડરના કારતક મહિનામાં આવે છે. થોડાં રાજ્યોમાં આ પર્વનો અલગ જ ઉત્સાહ જોવા મળે છે. તેમાં મુખ્ય ઓરિસ્સા અને કર્ણાટક છે. અહીં ખેડૂતો આ દિવસને તેમના ચોખાના પાકના દાણા આવવાની ખુશી સ્વરૂપે ઉજવે છે. આ રાજ્યોમાં આ પર્વને ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. તુલા સંક્રાંતિનું ઓરિસ્સા અને કર્ણાટકમાં ખાસ મહત્ત્વ છે. તેને તુલા સંક્રાતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે કાવેરીના તટ પર મેળો યોજાય છે, જ્યાં સ્નાન અને દાન-પુણ્ય કરવામાં આવે છે.

તાજો પાક ચઢાવવામાં આવે છેઃ-

  • તુલા સંક્રાંતિ અને સૂર્યના તુલા રાશિમાં 1 મહિના સુધી રહેવા દરમિયાન પવિત્ર જળાશયોમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
  • તુલા સંક્રાંતિનો સમય જે હોય છે તે દરમિયાન પાકના છોડમાં બીજ આવવાનું શરૂ થઇ જાય છે. આ સુખમાં માતા લક્ષ્મીનો આભાર પ્રકટ કરવા માટે તેમને તાજો પાક ચઢાવવામાં આવે છે.
  • અનેક વિસ્તારોમાં માતા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે છે કે, તેમનો પાક વાવાઝોડા, કીટ અને બીમારીઓથી બચાવી રાખે અને દર વર્ષે તેમને સારો પાક આપે.
  • આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં દેવી લક્ષ્મીના પરિવાર સહિત પૂજન કરવાથી અને તેમને ચોખા અર્પણ કરવાથી ભવિષ્યમાં અનાજની કોઇ ખોટ પડતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો