6 નવેમ્બર સુધી સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ ગ્રહના કારણે વાતાવરણ, ઋતુ, સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. સૂર્ય જ આત્મવિશ્વાસ અને ઊર્જા વધારે છે. એટલે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશની પ્રશાસનિક વ્યવસ્થામાં ફેરફાર થઇ શકે છે. સૂર્યના પ્રભાવથી 5 રાશિના લોકો માટે સારો સમય રહેશે. ત્યાં જ, અન્ય 7 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે રાહુના નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી વાતાવરણમાં ફેરફાર થશે. દેશના થોડાં ભાગમાં ઠંડી વધશે. સાથ જ, દેશની સીમાઓ સાથે જોડાયેલાં મોટા મામલાઓ સામે આવી શકે છે. પ્રશાસનિક વ્યવસ્થામાં પણ ફેરફારની સંભાવના છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનના કારણે અનેક લોકોમાં ચીડિયાપણું વધી શકે છે. કામકાજને લઇને તણાવની સ્થિતિ પણ બની શકે છે. મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. સૂર્યના કારણે આ 7 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ, વૃષભ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે.
સૂર્યથી ઉન્નતિ મળે છે તો નુકસાન પણ થાય છેઃ-
સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂર્ણ થાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. વડીલો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ, સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવે છે. નુકસાન પણ થાય છે. વડીલો સાથે વિવાદ થઇ શકે છે. આંખને લગતી પરેશાનીઓ થાય છે. માથાના દુખાવાની પરેશાની પણ થાય છે. કામકાજમાં મુશ્કેલીઓ આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.
મકર સહિત 5 રાશિઓ માટે સારો સમયઃ-
વૃષભ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો ઉપર વિજય મળવાના યોગ બનશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. વિચારેલાં કામ પણ થઇ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો આપનાર સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.
કુંભ સહિત 7 રાશિના જાતકો માટે મુશ્કેલ સમયઃ-
સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલ સમય રહી શકે છે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. લીધેલાં નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે. આ 7 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઇ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઇએ.
અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવુંઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.