રાશિ પરિવર્તન:આજથી સૂર્યનું કન્યા રાશિમાં પરિભ્રમણ શરૂ, મિથુન અને કુંભ રાશિ સિવાય તમામ માટે શુભ ફળદાયી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહોનો રાજા ગણાતો સૂર્ય 1 મહિના સુધી કન્યા રાશિમાં રહેશે
  • વૃષભ રાશિને શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ લાભ આપી શકે

શુક્રવારથી સૂર્ય ગ્રહ કન્યા રાશિમાં સતત 1 માસ પરિભ્રમણ કરશે જેને કન્યા સંક્રાંતિ કહેવાશે. આ પરિભ્રમણને કારણે રાજકીય ઉથલ પાથલ સમેટાશે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે આ પરિભ્રમણથી વાઇરસ જેવા ચેપી રોગોમાંથી રાહત મળશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર વ્યય સાથે સૂર્ય દષ્ટિ ગોચર કરતો હોવાથી આંખોને લગતા દર્દો વધી શકે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સાનુકૂળ બની રહેશે. શેરબજાર એકંદરે સારું રહેશે. સૂર્ય બુધની રાશિમાં ભ્રમણ કરવાથી વરસાદ વિરામ લેશે. લાંબા ગાળાના પડતર કોર્ટ-કચેરીના કેસોમાં નિકાલ આવી શકે આ માસમાં પશુ પંખીઓને ચણ નાખવાનું તેમજ ગરીબોને કોઈપણ રીતે મદદ કરવાનું શાસ્ત્રોમાં સમજાવાયું છે.

આ સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.