રાશિ પરિવર્તન:મંગળની વૃશ્ચિક રાશિમાં સૂર્ય ગ્રહનું 28 દિવસ માટે ભ્રમણ શરૂ, આ 2 ગ્રહોની સ્થિતિથી અશુભ બનાવો વધી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારત દેશની કુંડળી મુજબ સાતમાં ઘરમાં પસાર થવાથી પ્રજાને સરકારથી વધુ વેરા, દંડ, અન્ય ચાર્જ આપવાનો અવસર આવે

તા. 16થી ગ્રહમંડળમાં અતિક્રૂર સૂર્ય ગ્રહ મંગળની તોફાની વૃશ્ચિક રાશિમાં પરીભ્રમણ સતત 28 દિવસ કરશે. એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યાનુસાર વૃશ્ચિક રાશિનું મૂળભૂત કારકત્વ બદલા-ભાવના, વેર ભાવના, ડંખી સ્વભાવ કંઈક અંશે અતિ ધંમડ તથા આંતરિક ગુસ્સાવાળી વાળી પ્રકૃતિ ધરાવે છે.

આ ભ્રમણ પૂર્વા આચાર્યો શુભ માનતા નથી કારણ કે બંને ગ્રહોની સ્થિતિની અસર માનવજીવનમાં મન ઉપર અસર શીધ્ર જોવા મળતી હોય છે. નિસર્ગે કુંડલીથી 8માં ભાવે પસાર થવાથી પાણીજન્ય રોગો, ચામડીના દર્દો કે ચેપીરોગો થવાની સંભાવના રહેલી છે.

વિશેષમાં આગ, અકસ્માત, શોર્ટસર્કિટના અશુભ બનાવો વધી શકે! ભારત દેશની કુંડળી મુજબ સાતમાં ઘરમાં પસાર થવાથી પ્રજાને સરકારથી વધુ વેરા, દંડ, અન્ય ચાર્જ આપવાનો અવસર આવે. રાજકીય કાવાદાવામાં પ્રજા કદાચ ભોગ બની શકે!! દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી કેવું શુભાશુભ ફળ મળશે તે નીચે દર્શાવેલ છે.

મેષ (અ,લ,ઈ):- પડવાના યોગ કે બીમારી થવાની સંભાવના છે. ખાસ કરીને વાદ- વિવાદથી બચીને રહો.

વૃષભ (બ,વ,ઉ):- જીવનસાથી સાથે કે ભાગીદાર સાથે ઝધડા થઈ શકે. માનસિક સ્થિતિ ઉગ્ર રહે. અકારણ પ્રવાસ કરવો પડી શકે.

મિથુન (ક,છ,ધ):- શત્રુ પર વિજય. તમારા અટકેલા પૈસા પ્રાપ્ત થાય. પદ-પ્રતિષ્ઠા, માન-સન્માનમાં વધારો. મોટી રકમની ભેટ મળી શકે છે. બઢતી મળવાની સંભાવના છે.

કર્ક (હ,ડ):- સંતાનોના આરોગ્યની ચિંતા રહે. વડીલોથી શુભ સમાચાર મળે.

સિંહ (મ,ટ):- તમામ સુખમાં ઘટાડો થાય. વિક્ષેપોને કારણે તણાવ રહેશે અને વડીલોની ચિંતા સતાવી શકે.

કન્યા (પ,ઠ,ણ);- જુની ચીજ વસ્તુઓ સંગ્રહ કરવામાં સફળતા મળી શકે છે. અટકાયેલા જુના કાર્યોમાં તમને સફળતા મળે.

તુલા (ર,ત):- આકસ્મિક આર્થિક ખર્ચમાં વધારો થાય. બિનજરૂરી આગ્રહ નુકસાન પહોંચાડશે. નુકસાની કે છેતરપિંડી થવાની સંભાવના રહે. સગા વાહલાની સાથે વિવાદ ટાળવો.

વૃશ્ચિક (ન,ય):- અકારણ ક્રોધ આવી શકે. ટૂંકી મુસાફરી કરવાથી નુકશાન થાય. અચાનક નકારાત્મક આવશે માટે વિચારો ટાળો.

ધન (ભ,ધ,ફ,ઢ):- તમારા દરેક કામમાં અડચણ આવે તેવું વાતાવરણ બને. માંદગીને કારણે તમે પરેશાન થઈ શકો છો. પૈસાની ખોટ તણાવનું કારણ બનશે.

મકર (ખ,જ):- અટકાયેલ કામમાં આગળ વધો. ઉધરાણીના પૈસા મળી શકે છે. નવી નોકરી મળવાના યોગ.

કુંભ (ગ,સ,શ):- અટકેલા કાર્યમાં સફળતા મળશે. કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ બની રહે. માતાની તબિયત બગડી શકે.

મીન (દ,ચ,ઝ,થ):- કામગીરીમાં નિષ્ફળતાથી તનાવ અનુભવો. તમારા મહત્વપૂર્ણ નિર્ણય કાળજીપૂર્વક લો.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.