તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Sum Of Sun And Saturn Will Remain In Capricorn Till 12 February, 12 Zodiac Signs Will Be Affected Including The Country And The World.

ગ્રહદશા અને ભવિષ્યફળ:12 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ બની રહ્યો છે, દેશ-દુનિયા સહિત 12 રાશિઓ પ્રભાવિત થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાસનિક નિર્ણયોથી વિવાદ અને તણાવની સ્થિતિ બની શકે છે, રાજનીતિ સાથે જોડાયેલાં લોકોના જીવનમાં ફેરફાર થવાની સંભાવના છે

12 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં સૂર્ય-શનિની યુતિ રહેશે. જ્યોતિષીય ગ્રંથો અને વિદ્વાનો પ્રમાણે આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન છે. સાથે જ મકર શનિની રાશિ છે. તેમાં સૂર્ય અને શનિ સાથે હોવાથી દેશમાં રાજનૈતિક અને આર્થિક ઉતાર-ચઢાવ તો આવશે જ વાતાવરણમાં ફેરફાર થશે. આ બંને ગ્રહોની અસર 12 રાશિઓ ઉપર પડશે.

દેશમાં સૂર્ય-શનિની અસરઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આવી ગ્રહ સ્થિતિ જ્યારે-જ્યારે બને છે. ત્યારે દેશ-દુનિયામાં ઉથલ-પાથલ અને ફેરફાર પણ થાય છે. ગ્રહ-સ્થિતિના કારણે દેશના થોડા ભાગમાં વરસાદ થઇ શકે છે. આ ગ્રહોના કારણે દેશમાં અરાજકતાનું વાતાવરણ બની શકે છે.

સામાન્ય લોકોમાં પ્રશાસનને લઇને અસંતોષ રહેશે. પ્રશાસનિક નિર્ણયોથી વિવાદ અને તણાવની સ્થિતિ પણ બનશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોના જીવનમાં અનિચ્છનીય ફેરફાર થવાની સંભાવના છે. નાના અને મોટા નેતાઓની વચ્ચે તાલમેલની ખામી રહેશે.

અવ્યવસ્થાના કારણે સરકારી નોકરિયાત લોકોના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ ગ્રહ સ્થિતિના કારણે લોકોના દિમાગમાં અનિશ્ચિતતા રહેશે. અનેક લોકો સાથે શું કરવું, શું ન કરવું તેવી સ્થિતિ રહેશે અને કિસ્મતનો સાથ પણ મળી શકશે નહીં.

2 રાશિઓ માટે શુભઃ-
શનિ અને સૂર્યના એક જ રાશિમાં આવી જવાથી સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો અશુભ અસરથી બચશે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધશે અને તેનો ફાયદો પણ મળશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. અટવાયેલાં રૂપિયા મળવાના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન, મિત્ર કે સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. દુશ્મનો ઉપર વિજય પણ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે.

4 રાશિઓ માટે અશુભઃ-
શનિ અને સૂર્યનો અશુભ યોગ મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોની મુશ્કેલી વધારી શકે છે. આ રાશિના લોકો માનસિક તણાવથી પરેશાન રહેશે. ઓફિસ કે ફિલ્ડમાં કોઇ સાથે વિવાદ થવાની સંભાવના છે. કોઇને રૂપિયા ઉધાર દેવાથી બચવું. ધનહાનિ થઇ શકે છે. લોકો સાથે જોડાયેલાં કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. અધિકારીઓ કે મોટા લોકો સાથે વિવાદ થવાના યોગ બની રહ્યા છે. કામકાજ અને રહેવાની જગ્યામાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે.

6 રાશિઓ માટે મિશ્રિત અસરઃ-
સૂર્ય અને શનિના યોગથી વૃષભ, કર્ક, કન્યા, ધન, મકર અને મીન રાશિના લોકો ઉપર મિશ્રિત અસર રહેશે. આ 6 રાશિઓના લોકોની મહેનત વધશે. તણાવ અને દોડભાગ પણ રહેશે. કામકાજ સાથે જોડાયેલાં થોડા અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. યાત્રાનો યોગ છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મોટા નિર્ણય પણ થઇ શકે છે. રહેવા કે કામ કરવાની જગ્યામાં ફેરફાર થવાની પણ સંભાવના છે.