• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Result Of Sun's Zodiac Change Will Remain In Aquarius Till March 14, Good For 4 Zodiac Signs Including Sun, Virgo And Sagittarius

સૂર્યના રાશિ પરિવર્તનનું ફળ:14 માર્ચ સુધી કુંભ રાશિમાં સૂર્ય રહેશે, કન્યા અને ધન સહિત 4 રાશિના લોકો માટે શુભ સમય શરૂ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

13 ફેબ્રુઆરીએ સવારે 3.26 કલાકે સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, અહીં 14 માર્ચ સુધી તે ભ્રમણ કરશે. કુંભ રાશિમાં પહેલાંથી જ સ્થિત દેવગુરુ બૃહસ્પતિ સાથે સૂર્યની યુતિ એક મહિના સુધી રહેશે. સૂર્યની નજીક ગુરુ ગ્રહના આવવાના કારણે 22 ફેબ્રુઆરીથી ગુરુ અસ્ત થઈ જશે તથા તેનો ઉદય 23 માર્ચના રોજ થશે. ગુરુ અસ્ત થવાના કારણે લગ્ન જેવા માંગલિક કાર્યો બંધ રહેશે.

સિમેન્ટ અને લોખંડનો ભાવ વધી શકે છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યનો શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ભ્રમણ સમયે ઉત્તરોત્તર શરદીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થવાનું શરૂ થઈ જશે. કુંભ રાશિ વાયુ તત્વ પ્રધાન હોવાના કારણે ગરમ હવાઓ શરૂ થઈ જશે તથા શનિને લગતી વસ્તુઓની કિંમત વધવાનો પણ સંકેત છે. જેમ કે, પત્થર, સિમેન્ટ, લોખંડ, સરસિયો વગેરે વસ્તુઓમાં મોંઘવારી જોવા મળી શકે છે. પાડોસી દેશ સાથે સંબંધોમાં સુધાર આવશે. નવા કરાર સાઈન થવાના પણ યોગ બની રહ્યા છે.

બીમારીઓમાં ઘટાડો આવવાના સંકેત
સૂર્ય અને ગુરુનો શુભ યોગ બનવાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થવા લાગશે. હવે બીમારીઓમાં ઘટાડો આવવા લાગશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે. મોટી જવાબદારી અને ફાયદો મળવાના યોગ બનશે. શિક્ષા ક્ષેત્ર માટે પણ સમય અનુકૂળ રહેશે. કુંભને બૌદ્ધિક રાશિ માનવામાં આવે છે. એટલે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સારા ફેરફાર થઈ શકે છે.

સૂર્યની નજીક ગુરુ ગ્રહના આવવાના કારણે 22 ફેબ્રુઆરીથી ગુરુ અસ્ત થઈ જશે તથા તેનો ઉદય 23 માર્ચના રોજ થશે
સૂર્યની નજીક ગુરુ ગ્રહના આવવાના કારણે 22 ફેબ્રુઆરીથી ગુરુ અસ્ત થઈ જશે તથા તેનો ઉદય 23 માર્ચના રોજ થશે

મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિ માટે સમય સારો
સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ રાશિના લોકોની આવક વધી શકે છે. વૃષભ રાશિના લોકોની પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. કન્યા રાશિના લોકોને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ દૂર થશે. ત્યાં જ, ધન રાશિના લોકોને મહેનતનો ફાયદો મળશે. નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળશે. સાથે જ, યાત્રાઓના યોગ પણ બનશે. આ સિવાય અન્ય રાશિના લોકો ઉપર મિશ્રિત અસર જોવા મળી શકે છે.