• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Due To Amangalkari Yoga, The People Of 12 Zodiac Signs May Face Misfortunes And Hardships And May Create A Situation Like Public Unrest In The Countries Of The World.

શનિ-મંગળનો ષડાષ્ટક યોગ:અમંગળકારી યોગને લીધે 12 રાશિના લોકોને દુર્ભાગ્ય અને કષ્ટોનો સામનો કરવો પડે અને દુનિયાના દેશોમાં જન-આંદોલનો જેવી સ્થિતિ પેદા થઈ શકે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

10મે 2023ના રોજ મંગળે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે તેની સાથે જ શનિ અને મંગળનો ષડાષ્ટકયોગ બન્યો છે જ્યારે પણ શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ બનતો હોય છે ત્યારે પરિભ્રમણ કરતી વખતે નક્ષત્રોનું ભ્રમણ વિસ્ફોટ કરાવે છે અને કેટલીક રાશિઓને કષ્ટ આપે છે. આ અશુભ યોગ થવાને કારણે દેશ-દુનિયા, લોકજીવન અને રાશિચક્રની 12 રાશિઓ પર સારી નસરી અસર પડતી હોય છે. આજે જાણો જ્યોતિષશાસ્ત્રમાં ષડાષ્ટક યોગનું મહત્ત્વ શું છે, તે કેવી રીતે સર્જાય છે, કુંડળીમાં ષડાષ્ટક યોગ હોય તો કેવાં પરિણામ આપે છે અને હાલ સર્જાયેલા સડાષ્ટક યોગથી કઈ-કઈ રાશિઓ પર અશુભ અસર રહેશે?

ક્યારે બને છે ષડાષ્ટક યોગ?

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ષડાષ્ટક યોગને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહ એક-બીજાના છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય છે તો ષડાષ્ટક યોગનું નિર્માણ કરે છે. આ યોગમાં ગ્રહોની વચ્ચે છઠ્ઠા અને આઠમા ભાવનો સંબંધ બની જાય છે. તેને લીધે લોકોને દુઃખ, રોગ, દેવું, ચિંતા, દુર્ભાગ્ય અને કષ્ટોનો સામનો કરવો પડે છે. આ વખતનો શનિ અને મંગળનો બની રહેલો ષડાષ્ટક યોગ કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે.

ષડાષ્ટક યોગની દેશ-દુનિયા પર કેવી અસર રહેશે?

અત્યારે કુંભરાશિમાં શનિ પીડિત છે કારણ કે હાલ મંગળ કર્ક રાશિમાં રહીને પરિભ્રમણ કરીને કુંભરાશિમાં મારક દૃષ્ટિથી ભ્રમણ કરે છે. મારક દૃષ્ટિને વિસ્ફોટક સ્થિતિ કહેવામાં આવે છે. કુંભરાશિ પશ્ચિમનું પ્રતીક છે એટલે પશ્ચિમી દેશોમાં જન-આંદોલન, હિંસા, ભૂકંપ, પૂર જેવી સ્થિતિ જોવા મળે છે આવી જ રીતે પૂર્વી દેશોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, સુદાન, રવાન્ડા, કોંગો, ઘાના સહિત પશ્ચિમી દેશોમાં જે ક્રાઈસિસ ચાલી રહી છે તે ચાલતી રહેશે. ભારતમાં પણ નાનાં-નાનાં આંદોલન થઈ શકે છે.

30 જૂને મંગળ સિંહ રાશિમાં આવતા અતિ-તાપી બની જશેઃ-

એક વિશેષ વાત એ રહેશે કે, યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે તે નિર્ણાયક પરિસ્થિતિમાં પહોંચી શકે છે. 10 તારીખ પછી દુનિયાના તાનાશાહો છે તે ખોટા એક્શન લઈ શકે છે. એવો આ ગ્રહો સંકેત આપે છે. આ સિવાય પશ્ચિમી દેશોમાં જે તણાવ ચાલી રહ્યો છે તે 30 જૂન સુધી રહી શકે છે. વાત અહીં સમાપ્ત નથી થતી. અતિ તાપી મંગળ 30 જૂને સિંહ રાશિમાં આવશે એટલે અતિ-તાપી ગ્રહ બની જશે. વૃ્શ્ચિક રાશિમાં સૂર્ય અને સિંહ રાશિમાં મંગળ આ બંનેનું ઈન્ટરચેન્જ થાય છે ત્યારે દેશમાં અને વિદેશોમાં વૈશ્વિક લેવલ પર તબાહી મચાવવાનો સંકેત આપે છે. હાલ જે ષડાષ્ટક યોગ ચાલી રહ્યો છે તે નુકસાન કરશે એના કરતાં અનેકગણું નુકસાન કરી શકે છે. 30 જૂન પછી જ્યારે સિંહ રાશિમાં મંગળ આવશે ત્યારે એક્સટ્રીમ હોટ પ્લેનેટ (અતિ-તાપી ગ્રહ) કુંભ સાથે 180 ડિગ્રી પર સમસપ્તક યોગ બનાવશે. સમસપ્તક યોગ વિશ્વમાં કોઈપણ ક્ષેત્રમાં શાંતિનો સંદેશો નથી આપતો. હકારાત્મક પોઈન્ટ એટલો જ રહેશે કે, એ સમયે મંગળને બૃહસ્પતિ દૃષ્ટિ કરી રહ્યો હશે. જેના કારણે મંગળ એટલો પ્રભાવી નહીં હોય. સિંહ રાશિમાં જે મંગળ હશે તેની દૃષ્ટિ કુંભ રાશિના શનિ પર રહેશે.

ષડાષ્ટક યોગ રાશિઓ પર કેવી અસર કરશે?

ષડાષ્ટક યોગને લીધે કર્ક અને કુંભ પર ખરાબ અસર રહેશે, તુલા અને મેષ પર અસર રહેશે કારણ કે શનિની દૃષ્ટિ મેષ ઉપર પણ છે. કારણ કે, મેષનો સ્વામી પીડિત થઈને નીચ રાશિમાં જતો રહ્યો છે. બીજા ગ્રહ સૂર્ય 13 તારીખ પછી વૃષભ રાશિમાં આવી જવાથી વૃષભ રાશિ પીડિત રહેશે કારણ કે વૃષભના 10માં ભાવમાં શનિ તો છે જ પરંતુ તેની વિરુદ્ધમાં મંગળ પણ છે. તેનો સ્વભાવ ખર્ચાળ, પરેશાનીનો, પીડાનો, ઋણ, રોગ, શત્રુઓનોનો કારક હોવાથી જે વૃષભ રાશિને સારું ફળ નહીં આપે. મિથુન રાશિ માટે આ યોગ હાનિકારક નહીં રહે. કર્ક માટે સારું નથી. સિંહ રાશિ માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કન્યા રાશિ પણ પીડિત રહેશે કારણ કે તેનો અષ્ટમ ભાવ સારો નથી. તુલા રાશિને પણ ષડાષ્ટક યોગ શુભ ફળ પ્રદાન નહીં કરે. વૃશ્ચિક રાશિ માટે કોઈ પરેશાન થવા જેવી વાત નહીં હોય. ધન રાશિ માટે આ ષડાષ્ટક યોગ શુભ ફળ પ્રદાન કરતો રહેશે. મંગળની મારક દૃષ્ટિ કુંભ પર છે, જ્યારે કર્ક ઉપર શનિની દૃષ્ટિ નથી. ષડાષ્ટક યોગ કુંભ રાશિવાળાને કષ્ટ આપશે જ્યારે મકર રાશિવાળાને પણ આ યોગ શુભ ફળ નહીં આપે. મીન રાશિ માટે ષડાષ્ટક યોગ મધ્યમ રહેશે.

ટૂંકમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હજારો વર્ષોથી આ યોગ સૃષ્ટિમાં ઉત્પાત્ત મચાવવા માટે અને દુનિયામાં તબાહી લાવનારો રહ્યો છે. એટલે આ યોગથી દેશ-દુનિયામાં શુભ અપેક્ષાઓ નથી રાખવામાં આવતી. આ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ પર પોતાનો દુષ્પ્રભાવ બતાવશે તે નક્કી છે.

કુંડળીમાં ષડાષ્ટક નિવારણ-

જો વર-કન્યાની કુંડળીમાં ચંદ્ર રાશિઓનો ષડાષ્ટક શત્રુ હોય ત્યારે તેનું નિવારણ કરવું જોઈએ. મેષ/કન્યા, વૃષભ/ધન, મિથુન/વૃશ્ચિક, કર્ક/કુંભ, સિંહ/મકર તથા તુલા/મીન રાશિઓ એક-બીજા સાથે શત્રુ ષડાષ્ટક હોય છે. તેનો પૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. જો વર-કન્યાની મેષ/વૃશ્ચિક, વૃષભ/તુલા, મિથુન/મકર, કર્ક/ધન, સિંહ/મીન કે કન્યા/કુંભ રાશિ છે તો તે મિત્ર ષડાષ્ટક ગણાય છે અર્થાત્ આ રાશિઓના સ્વામીગ્રહ એક-બીજામાં મિત્ર હોય છે. મિત્ર રાશિઓનો ષડાષ્ટક શુભ માનવામાં આવે છે. જો રાશિઓની મિત્રતા હોય, એક જ રાશિ હોય કે રાશિ સ્વામી ગ્રહ સમાન હોય તો ષડાષ્ટક દોષનો પરિહાર થઈ જાય છે.

જ્યોતિષ પ્રમાણે ષડાષ્ટક યોગ અને તેની અસરોઃ-

જ્યોતિષ પ્રમાણે ષડાષ્ટક યોગની ગણતરી અશુભ યોગોમાં થતી હોવાથી આ યોગ બે ગ્રહોના સંયોગથી બને છે. કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગમાં ગ્રહો વચ્ચે 6 અને 8 નો સંબંધ છે. જો ગ્રહોથી છઠ્ઠું ઘર હોય અથવા અન્ય કોઈ ઘરથી હોય તો દુ:ખ, રોગ, ઋણ, ચિંતા વગેરે જેવાં અશુભ પરિણામો આવે છે. લગ્ન અથવા કોઈપણ ઘર તે વ્યક્તિ અથવા ઘર સંબંધિત ફળ માટે અશુભ, વિનાશ, તીવ્ર પીડા, સંકટ વગેરેનું હોય છે. જ્યારે પણ કુંડળીમાં ગ્રહો એકબીજાથી 6ઠ્ઠા અને 8મા સ્થાનમાં હોય છે, ત્યારે તેમનાં પરિણામો એકબીજા જેવાં જ આવે છે. જો ષડાષ્ટક યોગ બનાવનાર ગ્રહો બળવાન સ્થિતિમાં હોય અને તેમની સ્થિતિ પ્રમાણે શુભ હોય.પરંતુ જો તેઓ એકબીજાથી 6ઠ્ઠા અને 8મા સ્થાનમાં હોય અને ષડાષ્ટક યોગ બનાવનાર ગ્રહોની મહાદશા અને અંતર્દશા બંને ચાલી રહ્યા હોય તો જાતકને કોઈક રીતે ષડાષ્ટક યોગ બને છે. તેવા જાતકને શુભ પરિણામ નહીં મળે કારણ કે, દશાનાથ ગ્રહોની સ્થિતિ ષડાષ્ટક યોગથી પીડિત થશે. કેન્દ્ર ત્રિકોણના સ્વામીઓનું એકબીજાથી 6 અને 8 સ્થાન પર બેસવું ખૂબ જ અશુભ પરિણામ આપે છે કારણ કે, કેન્દ્ર ત્રિકોણના સ્વામીઓ શુભ અને યોગકારી ગ્રહો હોય છે. જ્યારે ગ્રહો એકબીજાથી 6 અને 8 ની સ્થિતિમાં બેસે છે, તો તેમનાં શુભ પરિણામોમાં ઘટાડો થાય છે. કોઈપણ ઘરના માલિકનું 6ઠ્ઠા અને 8મા ભાવમાં બેસવું તે ઘર માટે શુભ ફળ આપતું નથી. 12મું ઘર અલગ થવું એ નુકસાન સંબંધિત ઘર છે. જે તે જ રીતે પરિણામ આપશે. આ કારણથી કોઈપણ ઘરનો માલિક પોતાના ઘરમાંથી 12મા ઘરમાં બેઠો હોય તો તે સંબંધીના ફળને પણ નુકસાન થાય છે.