રાશિ પરિવર્તન:6 સપ્ટેમ્બરે વહેલી સવારે 3.58 કલાકે કન્યા રાશિમાં મંગળ તથા મધરાતે તુલા રાશિમાં શુક્ર ગ્રહનું ભ્રમણ શરૂ થશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને ગ્રહોના કારણે મહત્વના નિર્ણયો લેવામાં અસમજતા બની રહેશે. આવકો વધતાની સાથે ખર્ચાઓ પણ વધશે
 • મંગળ શત્રુની રાશિમાં હોવાના કારણે હિંસાઓનું પ્રમાણ વધે. કોરોના મહાબિમારી અંગેનો દહેશત વર્તાવે

ચાલુ મહિનામાં નવ ગ્રહ પૈકી પાંચ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શુક્રના આ મહિનામાં અનેકવિધ રીતે શુભાશુભ પરિણામો જોવા મળશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર અગામી તા.6 ના રોજ મધરાતે શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી ભ્રમણ કરશે જ્યારે વહેલી સવારે 3.58 કલાકે મંગળ શત્રુ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. બંને ગ્રહોના કારણે મહત્વના નિર્ણયો લેવામાં અસમજતા બની રહેશે. આવકો વધતાની સાથે ખર્ચાઓ પણ વધશે. કરચોરો વધશે તેમજ ફ્રોડ કરનારા પકડાશે સાથે આકરી સજાઓથી ફટકારાશે. હવામાનમાં અચાનક પલટો આવે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી સાથે ઠંડીના ચમકારોનો અહેસાસ થાય. ખાદ્ય વસ્તુઓ હજું પણ મોંધી થાય. સોસિયલ મીડિયાથી જુના ઝધડાઓ જોર પકડે. મંગળ શત્રુની રાશિમાં હોવાના કારણે હિંસાઓનું પ્રમાણ વધે. કોરોના મહાબિમારી અંગેનો દહેશત વર્તાવે.

આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને કેવું રહેશે તે નીચે મુજબ દર્શાવેલ છે-

 • મેષ (અ,લ,ઈ)- અચાનક ધન પ્રાપ્તિના યોગ થાય. પ્રેમ-સ્નેહના પ્રસંગ બની શકે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય.
 • વૃષભ (બ,વ,ઉ)- સંતાનનું નામ રોશન થાય. નવા મકાન, વાહનના યોગ શક્ય બને. ઓચિંતા ધંધામાં નવી-નવી તકો મળે.
 • મિથુન (ક, છ, ઘ)- નોકરીમાં પ્રમોશન મળી શકે. જૂના બગડેલાં ભાઈ-ભાડુંના સંબંધોમાં સુધર આવે. ભાગ્ય પરિવર્તન, ધાર્મિક કામો પાછળ સમય નાણાં વપરાય.
 • કર્ક (ડ, હ)- વાણી વ્યવહારમાં મીઠાશ આવે. ધન પ્રાપ્તિ નવા-નવા યોગ બને. માનસિક ચિંતા વધે. ડાયાબિટીસ આવવાની સંભાવના છે.
 • સિંહ (મ, ટ)- સરકારી કાર્યો પૂર્ણ થાય. ગમતા કાર્યોમાં સફળતા સારી મળે. લગ્ન જીવનમાં પ્રેમ, સ્નેહ વધે. મિત્રો દ્વારા ધનલાભ થાય.
 • કન્યા (પ, ઠ, ણ)- મહત્ત્વના કાર્યો ઉકેલાય. અચાનક જાવક વધે. નોકરિયાતને પ્રમોશન મળી શકે. જૂની બાકી રકમ મળે.
 • તુલા (ર,ત)- જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય બને. વડીલો દ્વારા શુભ સમાચાર મળે. સંતાનને અભ્યાસમાં સારી સફળતા મળે.
 • વૃશ્ચિક (ન,ય)- સરકારી બાકી રકમો મળી શકે. માતા દ્વારા ધન લાભ થઈ શકે. નોકરી-ધંધામાં નવી તકો મળે.
 • ધન (ધ,ભ,ફ,ઢ)- આરોગ્ય બાબતે સાવચેતી રાખવી. નવા કરારો કરવામાં માટે શુભ તક મળી શકે. ટૂંકી મુસાફરી થઈ નકે.
 • મકર (ખ ,જ)- કબજિયાતની તકલીફ વધી શકે. આકસ્મિક ધન પ્રાપ્તિ શક્ય છે. પરિવારમાં માંગલિક કાર્યો આવે.
 • કુંભ (ગ ,સ,શ)- વિદેશથી શુભ તક મળી શકે. માન-સન્માન તથા પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાગીદારીના કાર્યોમાં ધંધો કરવાથી શુભ તક મળી શકે. પાડોસી સાથે વિવાદ થાય.
 • મીન (દ ,ચ ,ઝ ,થ)- દૈનિક આવકમાં વધારો થાય. શુભ કાર્યો પાછળ રકમ વપરાય. પરિવારમાં બગડેલાં સંબંધો સુધરે.

આ સંપૂર્ણ માહિતી અમદાવાદના જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.