• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Number Is The True Color Of Life, The Number Removes The Rust On The Destiny Of The Natives And Shows The Destiny By Dr. Pankaj Nagar

ભાગ્યના ભેદ:અંક જીવનનો સાચો રંગ છે, અંક જાતકોના ભાગ્ય પર લાગેલો કાટ દૂર કરીને તકદીરના દર્શન કરાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકશાસ્ત્રમાં અંક 7 અને 9 પરિણામલક્ષી અંક છે, જ્યારે અંક 8 કષ્ટકારી, પીડાદાયી અને પનોતીના કારણભૂત ગ્રહ શનિ સાથે જોડાયેલો અંક છે

આંકડાનો જાદુ ક્યારેક રંક ને રાજા બનાવે અને અંક રૂઠે તો રાજાને રંક બનાવે. અંકની શક્તિ અને અશક્તિનો એહસાસ તેની પાછળ રહેલા અને જોડાયેલા ગ્રહો સાથે છે. અંક માનવજીવન પર ક્યા અને કેવી રીતે અદ્દભુત અસરો કરે છે તેના હાથ વગા અને ચમત્કારિક ઉદાહરણો એવા છે કે આપણે વિસ્મય પામીએ. આપણે આજે આઝાદ છીએ અને આપણી આ આઝાદીના પ્રણેતા-રચેયેતા અને શિલ્પી પ.પૂ. મહાત્મા ગાંધીના અંગ્રેજી સ્પેલિંગ MAHATMA GANDHI પાછળ અંક 3 નો ફાળો અવિસ્મરણીય છે. અંક ત્રણ (3)ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો છે. બ્રહમાંડમાં ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. ગુરુ વિસ્તૃતિકરણ-ડહાપણ-જ્ઞાન-શાન-વિદ્યા-સંસ્કાર સમાજ અને સમજ સાથે જોડાયેલો શુભ ગ્રહ છે. ગુરુ સ્વભાવે ભલો અને પરોપકારી ગ્રહ છે. આથી જ અંક 3 હેઠળ જન્મેલા જાતકો પણ સમાજ અને દેશ માટે કઈંક કરી છૂટવાની ખેવના અને ભાવના ધરાવતા હોય છે.

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની સુવાસ વિદેશમાં પ્રસરાવનારા વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુયારીનો તો લોખંડી પુરુષ અને દેશને લોખંડી માનસિક બળ પૂરું પાડનારા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 30 ઓકટોબરના રોજ થયેલો છે. 30 નવેમ્બરના રોજ જન્મ લેનારા જગદીશ ચંદ્ર બોઝ કે જેમણે એવું કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે અને યોગાનુયોગ ગુરુને પણ શાસ્ત્રમાં જીવ કહે છે. 12 ફેબ્રુઆરીએ જન્મેલા અબ્રાહમ લિંકન હોય કે પછી ડાર્વિન આ તમામે તમામ અંક 3ની અસર હેઠળ દેશ અને સમાજને પોતાનું સર્વસ્વ આપી ગયા છે. સામાન્ય કુટુંબમાં જન્મેલા જાતકો અનુકૂળ અંકની અસરો હેઠળ અસમાન્ય અને આસમાની વ્યક્તિત્વ ઉભુ કરે છે. (અંક અંગે સુક્ષ્મ માહિતી આપનારા લેખક ડો.પંકજ નાગરે કાશી બનારસ વિશ્વ વિદ્યાલયથી જ્યોતિષ ક્ષેત્રે PhD કરેલી છે અને આ ક્ષેત્રે 1984થી કાર્યરત છે.)

રાહુ-શનિના અંક જિંદગીને જંક(કાટ) લગાવે અને સૂર્ય-ગુરુના અંક માનવીના જીવનમાં સફળતાના રંગ લાવે તે વાત અનુભવે સાચી લાગી છે. અંક શાસ્ત્રની હીબરૂ પદ્ધતિ મુજબ અંક 9ને કોઈ પણ સ્થાન આપવામાં આવ્યું નથી. અલબત્ત પાયથાગોરસ પદ્ધતિમાં અંક 9ને સ્થાન આપ્યું છે. જેમ અંક 7 માટે કોઈ પણ નક્ષત્રની ફાળવણી આપણાં શાસ્ત્રમાં નથી કારણ કે તેનો સ્વામી નેપચ્યૂન છે. પરંતુ અંક 7 ના જાતકોએ હંમેશાં કેતુના નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ.

અંક 7 જીવનભરનો સાથઃ-
કેતુના નક્ષત્ર અશ્વિની, મઘા અને મૂળ છે. કુદરતની કમાલ તો જુઓ અંક 7 અને અંક 9 અંકશાસ્ત્રના સૌથી વધુ પરિણામલક્ષી અંક છે. અંક 7ની વાત કરીએ તો સપ્તાહના વાર સાત, મૂળ ગ્રહોની સંખ્યા સાત, સંગીતના સુર સાત, સમુદ્ર સાત અને સપ્તઋષિના તારાના સમૂહની સંખ્યા પણ સાત. આમ સાત એટલે જીવનભરનો સાથ. વિભૂતિઓની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોર, સર આઈ જેક ન્યુટન, બ્રિટનના રાણી એલીઝાબેથનો જન્મ 7ના અંક હેઠળ થયો છે. આ વિભૂતિઓની મહાનતામાં 7નો અંક દૈવી જાદુ કરી ગયો. સપ્તપદી, સપ્તક જેવા શબ્દોમાં સાતનો અણસાર છે અને સેવન સમુરાઈ ફિલ્મની પ્રસિદ્ધિ જાણીતી છે. હિન્દી બ્લોક બસ્ટર ફિલ્મ SATTE PE SATTAનું ટોટલ પણ સાત થાય અને ફિલ્મનુ નામ જ સાત અંકથી શરૂ થાય છે. હિન્દી ફિલ્મ જગત પર જાદુઈ ઇલમ ફેલાવનારી બાહુબલી પણ અંક 7 હેઠળ આવે છે. અંક સાતનો સ્વામી ગ્રહ નેપચ્યૂન છે કે જે તત્વજ્ઞાન,સંશોધન અને મુસાફરી સાથે સંકળાયેલો છે.

અંક 9 બ્રહ્માંડનો અતિ શુભ અંક છેઃ-
અંક 9ની વાત કરીએ તો અંક 9 એટલે અંકશાસ્ત્ર અને બ્રહમાંડનો અતિ શુભ અને ધાર્મિક અંક છે. નવરાત્રિ, નવકાર, નવચંડી, નવરંગ, નવનિધિ અને નવદુર્ગા શબ્દનું ઉચ્ચારણ કરતાંની સાથે જ આપણાં શરીરમાં ધાર્મિક શક્તિનો સંચાર થાય છે. ઉપરાંત આપણે જ્યારે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ ત્યારે નવ ગ્રહ શબ્દ ઉચ્ચારીએ છીએ. પાયથાગોરસ પદ્ધતિ મુજબ અંક 9નો સ્વામી ગ્રહ મંગળ છે કે જે અતિ જલદ પણ શુભ છે. મંગળને મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્ર ફાળવેલા છે. જો તમારો જન્મ કોઈ પણ મહિના કે સાલની 9, 18 કે 27 તારીખનાં રોજ થયેલો હોય તો તમે મંગળના નક્ષત્રનો ઉપયોગ કરજો તમને લાભ થશે. અંક 9ની અસર હેઠળ હરિવંશરાય બચ્ચન, લીઓ ટોલ્સટોય અને કિંગ એડવર્ડ જન્મેલા છે. તેમની સફળતાનો આંક ખુબ જ ઉંચો છે. અંક 9ના જાતકોએ ગુરુ ગ્રહના ત્રણ નક્ષત્ર પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો ઉપયોગ પણ કરવો.

અંક 8 શનિગ્રહ સાથે જોડાયેલો અંક છેઃ-
અંકશાસ્ત્રમાં 8નો અંક ક્યારેક રાજાને પણ રંક બનાવે છે તેવા ઉદાહરણો ઢગલાબંધ છે. અંક 8એ અંક શાસ્ત્રનો ઓરમાયો અંક હોય એવું વર્ષોથી લાગી રહ્યું છે. અંગ્રેજીમાં અંક 8 તમે ધ્યાનથી જોજો તેની સંજ્ઞા(8)માં તમને ચડઉતર(અપ્સ-ડાઉન) દેખાશે. અંક 8 હેઠળ જન્મેલા મોટા ભાગના જાતકો સરયામ નિષ્ફળતાની ફરિયાદો લઈને જ આવતા હોય છે. યુ.એસ, યુ.કે અને ચાઇનામાં અંક 8ને એક્સિડેંટ પ્રોન ડેમોનિક (રાક્ષસી અકસ્માત)નંબર ગણવામાં આવે છે. ગ્રહોની દ્રષ્ટિએ વિચારીએ તો અંક 8 કષ્ટકારી, પીડાદાયી અને પનોતીના કારણભૂત ગ્રહ શનિ સાથે જોડાયેલો અંક છે. જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રની વાત કરીએ તો જે જાતકોની કુંડળીમાં શનિ અંક 8માં હોય એટલે કે વૃશ્ચિક રાશિમાં હોય અગર તો તેમનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય અથવા જન્મ તારીખ નું ટોટલ 8 થતું હોય તેવા જાતકો સૌથી વધારે ફરિયાદ અને નિષ્ફળતાની વાત લઈને આવતા હોય છે.

વાચકો જો તમારો જન્મ કોઈ પણ મહિના કે સાલની 8, 17 કે 26 તારીખે થયો હોય અગર પૂર્ણ જન્મ તારીખનો સરવાળો 8 થતો હોય તો તમે શનિ નામના ગ્રહની સીધી અસર હેઠળ આવો છો. અન્ય અંકના જાતકો કરતાં તમારા જીવનમાં થોડો સંઘર્ષ વધુ રહેશે. તમે દરેક કાર્યમાં પુષ્ય, અનુરાધા, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ઉપયોગ કરજો. તમે વિશાખા અને પુનર્વસુ નક્ષત્રનો ઉપયોગ પણ કરજો અને પછી જોજો તમારી સફળતાનો કમાલ.

મિત્રો, ગ્રહો અને રાશિઓ માનવ શરીરના બાહ્ય અંગ જેમ કે હાથ, પગ, ધડ, માથું, નાક, કાન અને આંખ જેવું કામ કરે છે પણ નક્ષત્ર શરીરની આંતરિક રચના સાથે સંકળાયેલા છે. નક્ષત્ર શાસ્ત્રની પદ્ધતિનું મહત્ત્વ શરીરમાં આવેલા હ્રદય, કિડની અને મગજ જેટલું છે. જો આ ત્રણ અંગ ના હોય તો માનવ શરીર લાશ તરીકે ઓળખાય. અંક અને નક્ષત્રનો સમન્વય તમારી દરેક સફળતાનું છત્ર બની શકે છે.

જાતકોએ પોતાના નામમાં શનિ અને રાહુના આલ્ફાબેટનો ઉપયોગ ટાળવોઃ-
નક્ષત્ર ગ્રહો રાશિ અને અંક આ તમામ પરિબળો એક બીજાના અનુષાન્ગિક અંગ છે કારણ કે સફળતા સાક્ષાત નથી હોતી તેને મેળવવા જ્યોતિષશાસ્ત્રના તમામ પાસાઓનો ઉપયોગ કરવો પડે છે. અને હા વાચક મિત્રો જ્યારે-જ્યારે તમે તમારા નામમાં અંક્શાસ્ત્રના સહારે કોઈ ફેરફાર કરો ત્યારે હમેશા ગુરુના અલ્ફાબેટ C, G, L કે S નો ઉપયોગ કરજો અને પછી જોજો તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં કેવો વધારો થાય છે. જો તમારે પ્રસિદ્ધ થવું હોય તો તમારા નામમાં સૂર્યના મૂળા અક્ષરો A, I, J, Q કે Yનો ઉપયોગ કરજો. નામના અક્ષરોમાં રાહુ અને શનિના આલ્ફાબેટનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો કારણ કે આવા ગ્રહોના મૂળા અક્ષરોથી સંઘર્ષ વધે છે. શુભ ગ્રહો જેવા કે ગુરુ, બુધ, શુક્ર અને ચંદ્રના આલ્ફાબેટથી શુભત્વ વધે છે. કોઈ પણ શાસ્ત્રમાં સમજદારી એ જ સફળતા છે. અંકશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર હોય જ્યાં સુધી આપણે સફળ છીએ ત્યાર સુધી આ બંનેની જરૂર નથી પણ નિષ્ફળતા આપણો પડછાયો બને ત્યારે આ બંનેનો છાંયો અને મદદ મીઠી લાગે છે.

હિબ્રુ સિસ્ટમ અનુસાર જો તમારી જન્મતારીખનો ડેસ્ટીની અંક અને તમારા નામનો અંક તાલમેલ કરે તો તમારું જીવન ન્યાલ થઇ જાય. "EMERALD COSMIC" દિલ્હીની એક જેમ્સ એન્ડ સ્ટોન્સ વેચાણ કરતી કંપનીના માલીકની જન્મ તારીખ 16-04-1990 અંકશાસ્ત્ર અનુસાર તારીખનો સરવાળો "3"આવે પરંતુ કંપનીના નામનો સરવાળો "9"થાય. અમે તેમની કંપનીના નામમાં માત્ર એક અંગ્રેજી આલ્ફાબેટ "S" નો ઉમેરો કર્યો અને નવો સ્પેલિંગ "EMERALD COSMICS"આપ્યો તેના કારણે આ કંપની આજે ધીકતો નફો કરે છે અને કંપનીના માલિક ખુશ ખુશાલ છે.

(ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગરે આ માહિતી drpanckaj@gmail.com દ્વારા વાચકોને પૂરી પાડી છે)