ગ્રહોના સેનાપતિ મંગળ 13 જાન્યુઆરીએ સાંજે 7.36 વાગ્યે વૃષભ રાશિમાં માર્ગી થઈ જશે. આ પહેલાં આ ગ્રહ 30 ઓક્ટોબરે વક્રી થયો હતો. મંગળની આ સ્થિતિને કારણે લગભગ બે મહિનાથી ચાલી રહેલી પરેશાનીઓ, દુર્ઘટનાઓ અને વિવાદોથી લોકોને રાહત મળશે. મંગળની ગતિમાં ફેરફારની અસર બધી જ રાશિના લોકો પર પણ પડશે.
મોટા ભાગે મંગળ એક રાશિમાં 45 દિવસ રહે છે, પરંતુ વૃષભ રાશિમાં 120 દિવસ સુધી રહેશે. 13 નવેમ્બર 2022થી મંગળ આ રાશિમાં છે, જે હવે 13 માર્ચ સુધી અહીં જ રહેશે, એટલે મંગળનો પ્રભાવ વધી જશે.
હાલ મંગળ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં છે. આ શુક્રની રાશિ અને ચંદ્રનો નક્ષત્ર છે. આ ગ્રહોના કારણે મહિલાઓ સાથે જોડાયેલા વિવાદ વધી શકે છે. સેના, પોલીસ અને સુરક્ષા બળ સાથે જોડાયેલી મહિલાઓની પરેશાનીઓ વધી શકે છે. વિવાદ થવાની પણ શક્યતા છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, મંગળના માર્ગી થવાથી ભૂમિ-ભવન, અચલ સંપત્તિ, ભવન-નિર્માણની સામગ્રી સાથે જોડાયેલાં કામ અને બિઝનેસ વધી શકે છે. જૂનું દેવું અને વિવાદ પણ દૂર થવા લાગશે. લોકોનાં અટવાયેલાં કામ પૂર્ણ થશે. મંગળના માર્ગી થવાથી અચાનક વાતાવરણમાં ફેરફાર પણ થઈ શકે છે, જેથી દેશના ઉત્તરી ભાગમાં વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. ત્યાં જ થોડા લોકોના ફાલતુ ખર્ચ પણ વધી શકે છે.
દેશની સીમા સાથે જોડાયેલા વિવાદ દૂર થઈ શકે છે. આતંકી ઘટનાઓમાં ઘટાડો આવી શકે છે. સેના, પોલીસ અને સુરક્ષા બળ સાથે જોડાયેલા મામલાઓ ગૂંચવાઈ શકે છે. વિરોધપ્રદર્શન પણ અટકી શકે છે. જોકે પ્રાકૃતિક આપત્તિઓ થવાથી પહાડ ધસી પડવાની, પુલ તૂટવાની કે રસ્તાઓને હાનિ પહોંચે એવી શક્યતા છે.
યુદ્ધનો કારક
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને યુદ્ધનો કારક પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ બને છે ત્યારે મંગળનું ગોચર કોઈ ને કોઈ જગ્યાએ થતું જ હોય છે. મંગળના ગોચરનો શુભ-અશુભ પ્રભાવ વિવિધ રાશિના જાતકો પર નિર્ભર કરે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકર રાશિ મંગળની ઉચ્ચ રાશિ પણ છે.
કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે શુભ સમય
મંગળની ગતિમાં ફેરફાર થવાથી કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. મેષ, વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. ત્યાં જ મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય ઠીક નથી.
અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને જ ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક લગાવવું. લાલ ફૂલોથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીનાં વાસણમાં ભોજન કરવું. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરવું. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસરને ઘટાડી શકાય છે.
મંગળ શુભ હોય તો કેવાં ફળ આપે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.