જાન્યુઆરીમાં ગ્રહોની સ્થિતિ:સૂર્યથી શુક્ર સુધી 4 ગ્રહોની ચાલ બદલાશે; વાતાવરણ અને વહીવટીતંત્રના નિર્ણયો ઉપર અસર જોવા મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સૂર્ય અને મંગળ રાશિ બદલશે. સાથે જ, બુધની ચાલ વક્રી થઈ જશે. તે પછી મહિનાના છેલ્લાં દિવસોમાં શુક્ર પોતાની ચાલ બદલશે. આ ગ્રહ માર્ગી એટલે સીધી ચાલ ચાલવા લાગશે. આ ચાર ગ્રહોની સૌથી વધારે અસર વાતાવરણ ઉપર જોવા મળશે. સાથે જ, તેના કારણે દેશમાં મોટા રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર પણ દેખાશે. જ્યોતિષીઓ પ્રમાણે વર્ષના પહેલાં મહિનામાં આ ચાર ગ્રહોની ગતિમાં ફેરફાર થવો ખાસ રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ મહિને સૂર્ય પોતાની દુશ્મન રાશિ એટલે મકરમાં પોતાના દુશ્મન ગ્રહ શનિ સાથે યુતિ બનાવશે. તે પછી મંગળ ધન રાશિમાં શુક્ર સાથે રહેશે. ત્યાં જ, મકર રાશિમાં શનિ અને સૂર્ય સાથે બુધ રહેશે જે વક્રી ચાલ ચાલશે. નક્ષત્રોની આ સ્થિતિ અનેક લોકો માટે ઠીક રહેશે નહીં.

આ મહિને રાશિ પરિવર્તનના કારણે અનેક જગ્યાએ અચાનક વાતાવરણ બદલાશે. જેના કારણે થોડી જગ્યાએ બરફવર્ષા થઈ શકે છે
આ મહિને રાશિ પરિવર્તનના કારણે અનેક જગ્યાએ અચાનક વાતાવરણ બદલાશે. જેના કારણે થોડી જગ્યાએ બરફવર્ષા થઈ શકે છે

અચાનક વાતાવરણ બદલાશે, પ્રાકૃતિક આપત્તિઓની પણ શક્યતા છે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગ્રહોની ચાલમાં ફેરફારની સ્થિતિ સરકાર અને પ્રશાસન માટે પરેશાની વધારી શકે છે. સરકાર અથવા ન્યાય વિભાગના થોડા નિર્ણયો એવા હશે જેના કારણે દેશમાં વિવાદ વધી શકે છે. આ મહિને રાશિ પરિવર્તનના કારણે અનેક જગ્યાએ અચાનક વાતાવરણ બદલાશે. જેના કારણે થોડી જગ્યાએ બરફવર્ષા થઈ શકે છે. લોકો પરેશાન રહેશે. અનાજ અને ભોજનની સામગ્રીઓની કિંમત પહેલાં ઘટશે અને પછી તેજી આવશે. વિસ્ફોટક સામગ્રી અથવા વીજળી શોર્ટ સર્કિટથી પ્રાકૃતિક આપત્તીઓની શક્યતા છે. દેશમાં દુર્ઘટનાઓ વધવાની પણ શક્યતા છે.

ગ્રહોના રાશિ પરિવર્તનની શુભ-અશુભ અસર
સૂર્યઃ આ ગ્રહ 14 જાન્યુઆરીએ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિમાં આવતાં જ ધનુર્માસ પૂર્ણ થઈ જશે. જેથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે. સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી મેષ, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

મંગળઃ આ ગ્રહ 16 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાંથી ધનમાં આવી જશે. આ રાશિ પરિવર્તનથી મંગળ અને રાહુ-કેતુનો અશુભ યોગ દૂરદ થશે. પરંતુ શુક્ર-મંગળનો અશુભ યોગ બનશે. આ સ્થિતિનો શુભ પ્રભાવ માત્ર કર્ક, તુલા અને કુંભ રાશિના લોકો ઉપર જ રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

બુધની ગતિમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના લોકો ઉપર તેનો શુભ પ્રભાવ વધશે
બુધની ગતિમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના લોકો ઉપર તેનો શુભ પ્રભાવ વધશે

બુધઃ આ ગ્રહ આ મહિને મકર રાશિમાં શનિ સાથે જ રહેશે. પરંતુ 14 જાન્યુઆરીએ તેની ગતિ વક્રી થઈ જશે. બુધની ગતિમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના લોકો ઉપર તેનો શુભ પ્રભાવ વધશે. આ સિવાય વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

શુક્રઃ આ ગ્રહ આખો મહિનો ધન રાશિમાં વક્રી જ રહેશે. મહિનાના છેલ્લાં દિવસોમાં તેની ગતિ માર્ગી એટલે સીધી થઈ જશે. મકર રાશિમાં વક્રી ગતિની શુભ અસર માત્ર મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો ઉપર થશે. આ સિવાય અન્ય રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.