• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Longest Day Of The Year And The Shortest Night On 21st June, The Change Of The Sun's Constellation On 22nd Will Make Good Rains.

આજે સૂર્ય દક્ષિણાયન થયો:આજે વર્ષનો સૌથી મોટો દિવસ અને સૌથી નાની રાત, 22મીએ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી સારા વરસાદનો યોગ બનશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સૂર્ય કર્ક રેખામાં રહેશે અને દક્ષિણાયન થઈ જશે. જે શહેરોથી થઈને કર્ક રેખા પસાર થાય છે ત્યાં દિવસે સૂર્ય ઠીક માથા ઉપર રહેશે. આ એક ખગોળીય ઘટના છે. એટલે વેધશાળાઓમાં તેને શંકુ યંત્રની મદદથી જોઈ શકાશે. ત્યાં જ, બીજા દિવસે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ બંને ઘટનાઓની અસર પણ વાતાવરણ ઉપર દેખાશે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો નક્ષત્રમાં સૂર્યના આવવાથી વરસાદનું વાતાવરણ શરૂ થઈ જાય છે. એટલે વાતાવરણ પરિવર્તનની દૃષ્ટિએ દર વર્ષે 21 અને 22 જૂનના દિવસની ગણતરી ખાસ તારીખોમાં થાય છે.

સૂર્યના કારણે વાતાવરણ બદલાય છે
સૂર્યથી જ વાતાવરણમાં ફેરફાર થાય છે. દર મહિને 13 થી 15 તારીખ વચ્ચે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. ત્યાં જ, દર 15 દિવસે આ ગ્રહ એક નક્ષત્ર પણ બદલે છે. આ જ તારીખોમાં ઋતુઓ પણ બદલાય છે. આ ગ્રહની સ્થિતિથી જ કાલગણતરી થાય છે. દિવસ-રાતથી લઇને મહિના, ઋતુઓ અને વર્ષોની ગણતરી સૂર્ય વિના કરવામાં આવતી નથી. સૂર્ય દેવતાને જ જ્યોતિષના જનક માનવામાં આવે છે અને સૂર્ય બધા ગ્રહોનો રાજા પણ છે.

સૂર્ય દેવતાને જ જ્યોતિષના જનક માનવામાં આવે છે અને સૂર્ય બધા ગ્રહોનો રાજા પણ છે
સૂર્ય દેવતાને જ જ્યોતિષના જનક માનવામાં આવે છે અને સૂર્ય બધા ગ્રહોનો રાજા પણ છે

ખગોળીય ઘટનાઃ વર્ષનો સૌથી મોટો દિવસ
જીવાજી વેધશાળા ઉજ્જૈનના અધીક્ષક ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તના જણાવ્યા પ્રમાણે 21 જૂનના રોજ વર્ષનો સૌથી મોટો દિવસ અને સોથી નાની રાત રહેશે. બપોરે એવી સ્થિતિ બનશે કે જ્યારે સૂર્ય ઠીક માથા ઉપર આવી જશે. જેના કારણે થોડીવાર માટે પડછાયો ગાયબ થઈ જશે. આ તારીખમાં દિવસ લગભગ 13 કલાક અને 34 મિનિટનો રહેશે. ત્યાં જ, રાત લગભગ 10 કલાક અને 26 મિનિટની રહેશે. 21 જૂનથી જ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરવા લાગશે. આ દિવસથી જ દક્ષિણાયનની શરૂઆત થવા લાગશે. સૂર્યના દક્ષિણાયનથી વાતાવરણમાં ફેરફાર પણ શરૂ થઈ જાય છે.

27 જૂન, સોમવારે મંગળ મીન રાશિમાંથી પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાંથી જ રાહુ છે
27 જૂન, સોમવારે મંગળ મીન રાશિમાંથી પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાંથી જ રાહુ છે

જ્યોતિષીય પરિવર્તનઃ સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જ્યારે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે લગભગ તેના 6-7 દિવસ પછી જ તે આર્દ્રા નક્ષત્રમાં આવી જાય છે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ 15 દિવસ સુધી રહે છે. ત્યાં સુધીમાં ભારતમાં ચોમાસું આવી જાય છે. એટલે મિથુન રાશિ અને આર્દ્રા નક્ષત્રમાં સૂર્ય હોવાથી વાતાવરણમાં ફેરફાર થાય છે. આર્દ્રા નક્ષત્રનું નામ આર્દ્ર શબ્દથી બનેલું છે. જેનો અર્થ ભીનું થાય છે. આકાશમાં આ નક્ષત્રની સ્થિતિ એવી છે કે જ્યારે-જ્યારે સૂર્ય તેમાં પ્રવેશ કરે છે ત્યારે વાતાવરણ બદલાય છે અને વરસાદ શરૂ થઈ જાય છે.

અંગારક યોગથી પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા
27 જૂન, સોમવારે મંગળ મીન રાશિમાંથી પોતાની જ રાશિ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાંથી જ રાહુ છે. જેથી હવે 10 ઓગસ્ટ સુધી મંગળ-રાહુની યુતિ બનશે. આ યોગ જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. આ બંને ગ્રહો સાથે હોવાથી જનહાનિ થવાના યોગ બને છે. આ દરમિયાન વાતાવરણમાં ફેરફારથી પ્રાકૃતિક આપત્તિઓ આવશે. ત્યા જ, દેશમાં તોફાન, હિંસા, આગની દુર્ઘટના અને વિરોધ પ્રદર્શન વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...