આ વર્ષે લગ્ન માટે લગભગ 49 મુહૂર્ત હતાં. પરંતુ કોરોનાના કારણેચ 26 દિવસ જ લગ્ન થઇ શક્યાં છે. 2020નું છેલ્લું લગ્ન મુહૂર્ત 11 ડિસેમ્બર એટલે આજે છે. તે પછી 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઇ જશે. જેના કારણે 15 જાન્યુઆરી સુધી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઇ શકશે નહીં. તે પછી 2021માં લગ્નનું પહેલું મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ રહેશે. પછી 3 મહિના બાદ 22 એપ્રિલથી લગ્ન શરૂ થશે.
દેવઊઠી એકાદશી પછી 7 મુહૂર્તમાં 11 ડિસેમ્બરના રોજ છેલ્લું લગ્નનું મુહૂર્તઃ-
દેવઊઠી એકાદશી પછી 11 ડિસેમ્બર સુધી કુલ 7 દિવસ લગ્નના મુહૂર્ત છે. તેમાં છેલ્લું મુહૂર્ત 11 એટલે આજે છે. આ પહેલાં 2020માં જાન્યુઆરીથી માર્ચ સુધી હોળી પહેલાં 19 દિવસ મુહૂર્ત હતાં. પછી 15 માર્ચથી મળમાસ શરૂ થઇ ગયો, તે પછી કોરોનાના કારણે લોક ડાઉનમાં એપ્રિલથી જૂન સુધી 23 મુહૂર્ત જતાં રહ્યાં. પછી ચાતુર્માસ દરમિયાન જુલાઈથી 24 નવેમ્બર સુધી લગ્ન થઇ શક્યાં નહીં.
2021માં માત્ર 51 મુહૂર્તઃ-
2021માં લગ્ન માટે માત્ર 51 દિવસ રહેશે. 18 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત રહેશે. તે પછી બૃહસ્પતિ અને શુક્ર ગ્રહના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં લગ્ન થઇ શકશે નહીં. મકર સંક્રાંતિ પછી 19 જાન્યુઆરીથી 16 ફ્રેબુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહેશે. પછી 16 ફેબ્રુઆરીથી જ શુક્ર તારો 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ કારણે લગ્નનું બીજુ મુહૂર્ત 22 એપ્રિલના રોજ છે. તે પછી દેવશયન પહેલાં એટલે 15 જુલાઈ સુધી 37 દિવસ લગ્નના મુહૂર્ત છે. ત્યાં જ, 15 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.