આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બર એટલે કારતક પૂનમના દિવસે થશે, જ્યારે 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ થશે. બંને જ ગ્રહણ એક જ પખવાડિયામાં થશે. ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં થશે. 19 તારીખના રોજ ચંદ્રગ્રહણ આંશિક રીતે અરૂણાચલ પ્રદેશ અને આસામના થોડા ભાગમાં થોડા સમય માટે જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમી, ઉત્તરી અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં તે સ્પષ્ટ જોવા મળી શકે છે. આ ગ્રહણ જ્યાં જોવા મળશે નહીં, ત્યાં સૂતક માન્ય રહેશે નહીં. જોકે, જ્યોતિષોનો મત છે કે તેની અસર વાતાવરણ અને રાશિઓ ઉપર પડી શકે છે.
4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ
જીવાજી વૈદ્યશાળા ઉજ્જૈનના અધિક્ષક ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્ત જણાવે છે કે આ ચંદ્રગ્રહણ પછી બીજું ગ્રહણ 15 દિવસમાં જ એટલે તે પખવાડિયામાં જ 4 ડિસેમ્બરના રોજ કારતક અમાસના દિવસે થશે. જે પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. સાથે જ આ તે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. પરંતુ ભારતમાં જોવા મળશે નહીં જેથી તેનું મહત્ત્વ પણ રહેશે નહીં. તે પછી વર્ષ 2022માં 16 મેના રોજ ફરી ચંદ્ર ગ્રહણ થશે. તે પણ ભારતમાં જોવા મળશે નહીં. આ ગ્રહણના કારણે વાતાવરણમાં ફેરફાર પણ થશે.
ગ્રહણ કાળમાં પૂજન
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કારતક પૂર્ણિમાએ ભારતીય સમય પ્રમાણે ગ્રહણ સવારે 11.30 કલાકથી સાંજે 5.35 સુધી રહેશે. લગભગ આખા દેશમાં આ ગ્રહણ જોવા ન મળવાથી તેનું સૂતક પણ માન્ય રહેશે નહીં. મંદિર અને ઘરમાં પૂજા કરવામાં આવશે. પૂનમના દિવસે ગ્રહણનો પ્રભાવ ન રહેવાથી દાન-પુણ્ય માટે આ દિવસ શ્રેષ્ઠ રહેશે. તેમણે જણાવ્યુ કે ગ્રહણ પછી બે-ત્રણ દિવસની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી દેશના ઉત્તર ભાગમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.
ભવિષ્યવાણીઃ ડો. મિશ્ર જણાવે છે કે આ ચંદ્રગ્રહણના કારણે ભારતના થોડા ભાગ સહિત ચીન, નેપાળ કે રશિયામાં ભૂકંપના ઝટકા અનુભવ થઈ શકે છે. વાતાવરણમાં નુકસાન પહોંચાડનાર ફેરફાર થઈ શકે છે. દેશમાં ખંડ વૃષ્ટિ એટલે થોડા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. રાજનીતિમાં વિવાદિત વાતો વધી શકે છે. દુર્ઘટના થવાની શક્યતા છે. સીમા ઉપર વિવાદ અને તણાવનું વાતાવરણ રહેશે. લોકોમાં માનસિક તણાવ અને અજાણ્યો ભય પણ વધશે.
ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણની બારેય રાશિ ઉપર અસર
મેષ | ધનહાનિના યોગ છે. |
વૃષભ | માનસિક તણાવ અને શારીરિક પરેશાની વધી શકે છે. |
મિથુન | વાહન ચલાવતી સમયે સાવધાન રહેવું. દોડભાગ અને તણાવભર્યો સમય રહેશે. |
કર્ક | કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ છે. |
સિંહ | નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ છે. |
કન્યા | આત્મવિશ્વાસ વધશે. |
તુલા | સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લોકો સાથે મનમુટાવ થઈ શકે છે. તણાવ વધશે. |
વૃશ્ચિક | ધનલાભ અને કાર્યોમાં સફળતાના યોગ છે. |
ધન | આવકના નવા સાધન બનશે. દુશ્મનો ઉપર વિજય મળશે. |
મકર | પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. |
કુંભ | વેપારમાં નફો મળી શકશે નહીં. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે. |
મીન | નિર્ણય સમજી વિચારીને લેવો. મહેનત વધારે થશે. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.