• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The King Makes His Name Out Of Rank. Numerology, Numerology Brings A Miserable And Failed Human Being Out Of Darkness Into Light. Dr Pankaj Nagar And Rohan Nagar

ભાગ્યના ભેદ:રંકમાંથી બનાવે રાજા એનું નામ અંક, અંકશાસ્ત્ર દુઃખી અને નિષ્ફળ માનવીને અંધારામાંથી પ્રકાશમાં લાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંકડો માનવીને બનાવે ફાંકડો, અંક એટલે સફળતાનો શ્રેષ્ઠ રસ્તો

જ્યોતિષશાસ્ત્ર ઉપલબ્ધીઓનું શાસ્ત્ર અને ઉપાધિઓ સામે લડવાનું શસ્ત્ર છે. આધુનિક યુગમાં કપરી જીવનશૈલીના કારણે માનવી માનસિક તાણમાં પોતાનું સમગ્ર જીવન જીવે છે. અર્વાચીન યુગમાં માણેલી મનની શાંતિ અને તનની દુરસ્તી હવે અવિશ્વસનીય સ્વપ્ન જેવાં ભાસે છે. આજનો માનવી કષ્ટ, દુઃખ,પીડા અને સમસ્યાનું પોટલું લઈને ફરે છે. માનવીની દરેક બીમારી-સમસ્યાઓનો ઉકેલ અને ઈલાજ જ્યોતિષશાસ્ત્ર પાસે છે અને તેમાંય અંકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રની અભિનવ અદભૂત જ્યોતિ છે કે જે દુઃખી અને નિષ્ફળ માનવીને અંધારામાંથી પ્રકાશમાં લાવે છે. ગ્રહશાસ્ત્ર તો બેમિશાલ છે જ એમાં કોઈ શંકા નથી પણ અંકશાસ્ત્રનો કમાલ અંધારામાં મશાલ જેવો છે. અંકશાસ્ત્રના આધારે નિરાધાર દરિયો પાર કરી જાય છે અને ક્યારેક તો હાથ પગ વિનાના જાતકો પણ અંકશાસ્ત્રના સહારે તરી જાય છે.

( ડો.પંકજ નાગર ૧૯૮૪થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે અને અસંખ્ય એવોર્ડથી સન્માનિત છે.ડો.રોહન નાગરે લંડનમાં છેલ્લા ૧૬ વર્ષથી આયુર્વેદ ક્ષેત્રે નામના મેળવેલ છે )

કુંડળીમાં ગમે તેટલા સારા યોગ હોય પણ જો જીવનમાં અંકની જાદુઇ અસરનો અભાવ હોય તો સમગ્ર જીવન સિમ કાર્ડ વિનાના ઇન્સ્ટ્રુમેન્ટ જેવુ લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ચોક્કસ આંકડો તેને ફાંકડો બનાવે છે. તમારા જીવન પર કયા અંકનો ચોક્કસ પ્રભાવ છે તેનો તમને અંદાજ આવી જાય તો તમારા જીવન જીવવાનો સમગ્ર અંદાજ પણ બદલાઈ જાય. અંક અને નામના સમન્વય દ્વારા કાગડો પણ કોયલ બની જાય છે તેવા અદભૂત કિસ્સા અમારી પાસે હાજરાહજૂર છે. આજે અમે એક એવા સફળ કિસ્સાની દાસ્તાન તમને આ લેખ દ્વારા બયાં કરીશું કે જે વાંચીને તમે પણ કહેશો “વાહ ક્યા બાત હૈ”અમારા એક મુંબઈના મિત્ર છે તેમનું નામ સમકિત મેહતા. અમારા આ મિત્રના સાસુ, સાળા અને સમગ્ર કુટુંબીજનો અમેરિકામાં વર્ષોથી વસવાટ કરે છે. ઇ.સ. 2010ની સાલથી સમકિત પણ અમેરિકા જવાનો ભગીરથ પ્રયત્ન કરે પણ કોઈને કોઈ કારણોસર તેમને વિઝા મળે નહીં. દર વર્ષે એકાદ વાર તો વિઝા માટે દિલ્હી-મુંબઈની વિઝા ઓફિસમાં ચક્કર મારે જ અને અંતે વિલા મોઢે પાછા આવે.

ઇ.સ.2018ની સાલમાં સમકિતે અમારો રેફરેન્સ મેળવી સંપર્ક કર્યો. અમે તેમની કુંડળી ધ્યાન પૂર્વક જોઈ, તલસ્પર્શી નિરીક્ષણ કર્યું. જ્યોતિષશાસ્ત્રના અનુભૂત નિયમો જેવા કે પરીવર્તન યોગ, બે બારનો યોગ એવા કેટલાય યોગ તેમની કુંડળીમાં સ્થિત હતા કે જે તેમને વિઝા અપાવે અને વિદેશ સ્થાયી પણ કરી શકે. આમ છતાં સમકિતની મુશ્કેલીઓનો પાર આવે નહીં. સમકિતની વાત પરથી લાગતું હતું કે કોઈ પણ સંજોગ અને સ્થિતિમાં વિઝા લેવાની બાબતે તેઓ મક્કમ હતા. વિઝા એમની જિંદગીની જીદ હતી. એમની મક્કમતા અને મનોબળ જોઈ અમે તેમની કુંડળીને અંકશાસ્ત્રની એરણે અમારી જ્ઞાનની હથોડી વડે ટીપી ટીપીને આકાર આપવાની શરૂઆત કરી. અમે સમકિત મેહતાના નામ અને તેમની જન્મ તારીખ વચ્ચેનો સુભગ સમન્વય શોધવાની શરૂઆત કરી અને થોડાક કલાકોની મહેનત બાદ અમને મળ્યું અદભૂત પરિણામ અને ફક્ત 4 મહિનાના ટૂંકા ગાળામાં સમકિતને મળ્યા અમેરિકના વિઝા. આજે આ લખાઈ રહ્યું છે ત્યારે સમકિત અમેરિકન વિઝા સાથે અતિ ખુશ છે. આવો જોઈએ અમે અને અંકશાસ્ત્રએ સાથે મળીને કરેલો કમાલ.

સમકિતની જન્મ તારીખ ૧૮-૦૭-૧૯૬૮ અનુસાર તેમની તારીખનો સરવાળો ૧૮+૦૭+૧૯૬૮ =૪૦=૪ થાય. સમકિત મેહતા પોતાના અંગ્રેજી નામનો સ્પેલિંગ “SAMKIT MEHTA” લખે. તેમના નામના આ સ્પેલિંગ અનુસાર સરવાળો “૭ ” થાય. આમ જન્મતારીખનો સરવાળો “૪” અને નામનો સરવાળો “૭ ” બંને વચ્ચે ભારે વિરોધાભાસ કારણ કે અંક “૪” રાહુની અસર હેઠળ આવે અને અંક “૭ ”નેપ્ચ્યુનની અસર હેઠળ આવે. નેપ્ચ્યુન અને રાહુ બંને બ્રહ્માણ્ડના વિરોધાભાસી ગ્રહો. સમકિત વર્ષોથી ગ્રહોના વિરોધાભાસી વલણનો ભોગ બન્યા કરે. અમે સમકિતના નામમાં નીચે પ્રમાણે ફેરફાર કર્યો અને તેમને બક્ષ્યુ એક નવું જીવન-નવી કારકિર્દી અને હા અમેરિકાના વિઝા તો ખરા જ....

જૂનું નામ – S A M K I T M E H T A ( નામનો સરવાળો “૭ ” થાય અને નેપ્ચ્યુનની અસર હેઠળ આવે)

નવું નામ- S S A M C K I T M E H T A ( નવા નામનો સરવાળો “૪” થાય અને જન્મ તારીખ અનુસાર તેનું મેચિંગ થાય)

વાચક મિત્રોના ધ્યાનમાં આવે તે માટે વધારાના અલ્ફાબેટ S અને C મોટા ફોન્ટમાં અને બોલ્ડમાં દર્શાવ્યા છે. તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે અમે “SAMKIT ” ના સ્પેલિંગમાં વધારાના S અને C મૂકી અને નવો સ્પેલિંગ “SSAMCKIT ” કર્યો છે. આમ જન્મતારીખ અને નામના સુભગ સમન્વય દ્વારા સમકિત આજે ઇન્દ્ર આસન જેવુ શાસન ભોગવે છે. અમે વારંવાર કહીએ છીએ કે રંકમાંથી બનાવે રાજા એનું નામ અંક. ન્યુરોલોજી માનવીના શરીરની નસ પકડે અને ન્યુમેરોલોજી માનવીના ભાગ્યને પલટે. અમે તો હમેશા કેહતા આવ્યા છીએ કે અંક રંક ને બનાવે રાજા અને નાદુરસ્તને પણ કરે સાજા. અંક બુંદીયાળને બનાવે બાદશાહ. આંકડો માનવીને બનાવે ફાંકડો....અંક એટલે સફળતાનો શ્રેષ્ઠ રસ્તો.

(અંકશાસ્ત્રના અદ્દભુત લેખના લેખકોએ આ લેખ ને drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)