જેવી રીતે પીપળનું પાન કુંપળ બની લીલુંછમ થાય અને પોતાના નિર્ધારિત સમયે સૂકું બની ખરી જાય તેવું નૈસર્ગિક મૃત્યુ હે ભગવાન શિવ મને આપ એવો અર્થ ઉપરના મહા મૃત્યુંજય જાપનો થાય. પરંતુ ભર યુવાનીએ જ્યારે સફળતાનો સૂર્ય આસમાનમાં તપતો હોય અને અચાનક જ ઈશ્વર તમને પોતાની પાસે બોલાવી લે તેનું દુખ તો માત્ર તેના સ્વજનો જ સમજી શકે. લો વાત કરો ને માર્શલ આર્ટના સ્થાપક, શંશોધક અને પ્રણેતા બેતાજ બ્રુસલીની કે જેને જગતને માર્શલ આર્ટનું જ્ઞાન આપ્યુ અને એક દિવસ અચાનક જ પ્રભુને પ્યારો થઈ ગયો. જ્યારે જગતને બ્રુસલીની જરૂર હતી ત્યારે જ ઈશ્વરને પણ તેના પર વહાલ ઉપજ્યું અને અકાળે તેને અકળ મૃત્યુ આપી દીધું. બ્રુસલીની કુંડળીનું નિરીક્ષણ કર્યું. મકર લગ્ન ધરાવતા આ ધુરંધરની કુંડળીમાં આઠમા સ્થાનનો સ્વામી સૂર્ય અને બારમા સ્થાનનો સ્વામી ગુરુ બંને યુતિમાં હતા પરિણામે બ્રુસલીનું મૃત્યુ અકાળે થયું.
( ડો.પંકજ નાગર અખબાર, ટીવી ક્ષેત્રે ૧૯૮૪થી સંકળાયેલા છે અને ડો.રોહન નાગર લંડનમાં આયુર્વેદ ક્ષેત્રે નામ ધરાવે છે)
17 ઓક્ટોબર 1955ના રોજ જન્મેલી ફિલ્મ જગતની આર્ટ સિનેમાની મહારાણી સ્મિતા પાટીલની વાત કરીએ તો બહુજ નાની ઉમરે તેણે પૃથ્વીવાસીઓને બાય બાય કરી દીધી. મીન લગ્નમાં જન્મેલી સ્મિતાની કુંડળીમાં આઠમા સ્થાનનો સ્વામી શુક્ર અને બારમા સ્થાનનો માલિક ગ્રહ શનિ આઠમા મૃત્યુ સ્થાનમાં યુતિ કરતા હતા. આમ આઠમા સ્થાન અને બારમા સ્થાનના ગ્રહોના સંબંધે સ્મિતા પાટીલને અકળ અને અકાળ મૃત્યુ આપી દીધું.
પાકિસ્તાનના ડિક્ટેટર ટાયરની અને ઓટોક્રેટ ભુતપૂર્વ વડા સ્વ. ઝુલ્ફીકાર ભુટ્ટોની વાત કરીએ તો અપમૃત્યુ અને અકાળ મૃત્યુની વાતને સંશોધનનો સિક્કો લાગી જશે. મિથુન લગ્નમાં જન્મેલા આ જાતકના જન્મ સમયે તેના કુટુંબીજનોને ખ્યાલ પણ નહીં હોય કે તેમનું મૃત્યુ જમીન અને આસમાનની વચ્ચે હવામાં લટકીને (ફાંસી)થશે. ભુટ્ટોની કુંડળીમાં આઠમા સ્થાનનો સ્વામી શનિ અને બારમા સ્થાનનો સ્વામી શુક્ર કુંડળીના અતિ દૂષિત છઠ્ઠા સ્થાનમા યુતિમાં છે. અહી પણ આઠમા અને બારમા સ્થાનના સ્વામીઓએ ભેગા મળી જાતકનું નિકંદન કાઢી નાખ્યું. સ્વ.ભુટ્ટોની કુંડળીના ગ્રહો વારસામાં સ્વ.બેનજીર ભુટ્ટોની કુંડળીમાં ઉતર્યા અને તેમનું મૃત્યુ પણ બોમ્બ બ્લાસ્ટમાં થયું તે વાત વાચકોથી અજાણ નથી. આવા તો અસંખ્ય કિસ્સાઓ અહી ટાંકી શકાય.
ક્રિકેટર રમણ લાંબા હોય કે વાતોના વણજારા અને તત્વ જ્ઞાની રજનીશજી હોય કે પછી સોક્રેટિસ હોય તેમની કુંડળીમાં જાણ્યે-અજાણ્યે ગ્રહોએ આઠમા અને બારમા સ્થાનના સંબંધ કે યુતિનો નકારાત્મક કમાલ બતાવ્યો છે અને સમય પહેલા જ આ બધી હસ્તિઓને કારણ વીના આ જગત પરથી એક્જિટ (વિદાય) આપી દીધી છે. જગ પ્રસિદ્ધ જ્યોતિષી એલન લીઓએ પોતાના પુસ્તક માસ ઇફેક્ટ ઓફ પ્લેનેટ્સમાં ટાયટેનિક જહાજના કમનસીબ અકાળે અપમૃત્યુ પામેલા આત્માઓની બાબતે સ્પષ્ટ લખ્યું છે કે આ જહાજમાં મુસાફરી કરનારા મુસાફરોની દરેક કુંડળીમાં ક્યાંક ને ક્યાંક જન્મ કુંડળીના આઠમા અને બારમા સ્થાનના સ્વામીઓ વચ્ચે અકળ સંબંધ સ્થાપિત થયેલો હતો કે જે તેમના માટે શાપિત બનેલો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીનું આઠમું સ્થાન મૃત્યુ સ્થાન ગણાય અને બારમું સ્થાન વ્યય સ્થાન ગણાય. બંને સ્થાન અતિ ભેદી, અગમનિગમ, અનિશ્ચિત અને ગુઢ છે. મૃત્યુ અને વ્યય સ્થાનનો સંબંધ એટલે જાતકનું એવું મૃત્યુ કે જેમાં દેહનો અણધાર્યો વ્યય કોઈ પણ પ્રાથમિક અણસાર વિના થાય. યમરાજાનું આકસ્મિક, અકળ, ભેદી, ગુઢ અને અગમનિગમ આગમન એટલે જન્મકુંડળીના આઠમા અને બારમા સ્થાનના સંબંધનો નિબંધ. કુંડળીના તમામ સ્થાનના ભેદ ઉકેલી શકાય છે પણ તમે ક્યારે ઉકલી જવાના છો તે ભેદ બાબતે આઠમું સ્થાન કાયમ ચુપ અને મૂંગું રહે છે. આથી જ અષ્ટ સ્થાનના કષ્ટ જે મન અને માનવી ભોગવવા તૈયાર હોય તે ગૌતમ બુદ્ધ કે ઈશુ બની જાય.
what does death means? Death means "Departure from Earth At The Heaven" અર્થાત પૃથ્વીથી સ્વર્ગ તરફનું પ્રયાણ એટલે મૃત્યુ. આથી જ માનવીનું નિધન થાય એટલે તેની આગળ સ્વર્ગવાસી લખાય છે. જો સ્વર્ગ માં જ સીધાવવાનું હોય તો ફિર કાહે કા ડર...અકળ મૃત્યુથી અકળાવાની જરાય જરૂર નથી.અકળ અને અકાળ મૃત્યુથી સુરક્ષા મેળવવા દરેક જાતકે ભગવાન શિવના મહામૃત્યુંજય જાપ નિયમિત કરવા જોઈએ ઉપરાંત શિવલિંગ પર પંચામૃત અને બીલીનો અભિષેક કરવો જોઈએ. જે જાતક લઘુ રુદ્રી કરે તેનું આયુષ્ય પણ આપોઆપ દીર્ઘ થઇ જાય છે.
"ઔમ હ્રીમ કલીમ મમ શ્રેષ્ઠ મૃત્યુ પ્રદાનેન નમો વિષ્ણવે મમ આયુષ્ય બલ પ્રદાનેન નમો મહેશ્વારાય"
ઉપરોક્ત મંત્ર રાત્રે શયન કક્ષમાં સુતા પહેલા અગિયાર વાર બોલવાથી સવારે જાગો ત્યારે એક અદ્દભુત આત્મવિશ્વાસનો એહસાસ થાય છે અને દિવસતાજગીભર્યો લાગે છે.
આ લેખના લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પબ્લીશ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.