1 જૂને ગાયત્રી જયંતી:સવારે પૂર્વ અને સાંજે પશ્ચિમ દિશામાં મોં રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અથર્વવેદ પ્રમાણે માતા ગાયત્રીની પૂજાથી આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન મળે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ માતા ગાયત્રીનું અવતરણ માનવામાં આવે છે. આ દિવસે ગાયત્રી જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગાયત્રી જયંતી પર્વ 1 જૂન, સોમવારે છે. હિંદુ ધર્મમાં ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. બધા વેદોની ઉત્તપત્તિ તેમના દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેનાથી પરેશાનીઓના સમયે રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

હુંદુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે. જેનો અર્થ છે કે, આ સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના પાંચ તત્વોથી બનેલું છે. સંસારમાં જેટલાં પણ પ્રાણી છે, તેમનું શરીર આ જ પાંચ તત્વોથી બનેલું છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ-શક્તિ સ્વરૂપમાં છે. આ જ કારણ છે કે, ગાયત્રીને બધી જ શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલાં માટે જ ગાયત્રી ઉપાસના જરૂર કરવી જોઇએ.

ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખોઃ-
1. ગાયત્રી મંત્ર જાપ કોઇ ગુરુના માર્ગદર્શનમાં કરવો જોઇએ.
2. ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ રહે છે, પરંતુ તેને સાંજના સમયે પણ કરી શકાય છે.
3. ગાયત્રી મંત્ર માટે સ્નાન સાથે મન અને આચરણ પવિત્ર રાખો, જો સ્વાસ્થ્ય ઠીક ન હોય અથવા અન્ય કોઇ કારણો સમય સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઇ ભીના કપડાથી શરીર સાફ કરી લેવું.
4. સાફ અને સૂતરના વસ્ત્ર ધારણ કરો.
5. કુશ અથવા ચટ્ટાઇનું આસન પાથરો.
6. તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરો.
7. બ્રહ્મમુહૂર્તમાં એટલે સવાર થવાના લગભગ 2 કલાક પહેલાં પૂર્વ દિશા તરફ મોં રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્તના કલાક પહેલાં જાપ પૂર્ણ કરો. સાંજે પશ્ચિમ દિશામાં મોં રાખવું.
8. આ મંત્રનો માનસિક જાપ કોઇપ સમયે કરી શકાય છે.
9. શૌચ અથવા કોઇ આકસ્મિક કામના કારણે જાપમાં વિઘ્ન આવે તો હાથ-પગ ધોઇને ફરીથી જાપ કરો.
10. ગાયત્રી મંત્ર જાપ કરનાર વ્યક્તિનું ખાનપાન શુદ્ધ હોવું જોઇએ. જે લોકોનું સાત્વિક ખાન-પાન થી, તેઓ પણ ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે. કેમ કે, એવું માનવામાં આવે છે કે, આ મંત્રની અસરથી આવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...