ચંદ્રગ્રહણ:19 નવેમ્બરે વિ.સંવત 2078નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં જન્મેલા લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે
  • પૂર્વ એશિયા, ઉત્તર યુરોપ, અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે

વિક્રમ સંવત 2078નું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શુક્રવારે, 19મીની નવેમ્બરે દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 11:32 કલાકે પ્રારંભ થશે જે પૂર્વ એશિયા,ઉત્તર યુરોપ, અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે. જોકે ભારતમાં કોઈપણ સ્થળે આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે નહીં.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ ગ્રહણનો કુલ સમય 5 કલાકનો રહેશે. અને તે સાંજે 5:31 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણની અશુભ અસરો વિશ્વ પર થવાની તેમજ આર્થિક રીતે પણ વિકટ સ્થિતિ પેદા થવાની આગાહી કરવામાં આ‌વી રહી છે. ભારતમાં આ ચંદ્ગગ્રહણ દેખાવવાનું ન હોવાને પગલે ધાર્મિક રીતે પાળવાનું નથી.

આ ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં પ્રારંભ થશે માટે આ રાશિ તથા નક્ષત્રમાં જન્મેલા લોકો માટે માનસિક સ્થિતિ બગાડી શકે છે. આ ગ્રહણ વિશ્વ પર ઘણી અસર કરી જશે જેના અશુભ એંધાણો સુચવે છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણના પગલે સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ભય ફેલાઈ શકે છે. આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણના કારણે ડિજિટલ ફ્રોડ વધી જવાની શક્યતા રહેલી છે. એ સાથે જ ગ્રાહણના કારણે યુવા વર્ગ માટે પણ સમય કપરો બની શકે છે. વિશ્વની રાજનીતિની વાત કરીએ તો ભારત અને ચીન સાથે અતિ સંઘર્ષની સ્થિતિ પણ બની રહી છે.

પૂર્વ એશિયા, ઉત્તર યુરોપ, અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે
પૂર્વ એશિયા, ઉત્તર યુરોપ, અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે

આર્થિક સ્થિતિ ખરાબ રહેવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કેતુ સાથે આવશે અને ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતમાં મંગળ પણ વૃશ્ચિકમાં આ યુતિમાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં આર્થિક રીતે વિકટ પરિસ્થિતિનું નિર્માણ સંભવ છે. ત્યારે બીજી બાજુ ભારત અને પાકિસ્તાનના સબંધ વધુ બગડતા જોવા મળી શકે છે અને યુદ્ધ જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ ફલકમાં પણ અસંતુલન વધતું જોવા મળશે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે