તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The First Lunar Eclipse Of The Year Will Take Place On The Day Of Vaishakh Purnima, The Eclipse Will Not Be Seen In India As It Will Take Place In The Afternoon.

ચંદ્રગ્રહણ 2021:આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે, ગ્રહણ બપોરે થવાથી ભારતમાં જોવા મળશે નહીં

એક મહિનો પહેલા
  • આ ગ્રહણનું ધાર્મિક મહત્ત્વ ન હોવાના કારણે સૂતક લાગશે નહીં
  • વર્ષ 2021માં કુલ 2 ચંદ્ર ગ્રહણ જોવા મળશે

દેશમાં આજે વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે. તે દેશના પૂર્વોત્તર ભાગમાં ચંદ્ર ઉદય પછી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ભારતીય મોસમ વિભાગે આ અંગે જાણકારી આપી છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જોકે ભારતમાં તે ઉપછાયા ચંદ્રગ્રહણ તરીકે જ દેખાશે.

ચંદ્રગ્રહણનો સમય ચંદ્રગ્રહણ બુધવારે બપોરે 3.15 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.23 વાગ્યે સુધી ચાલશે. સાંજે ચંદ્ર ઉદય પછી તે દેખાવવાનું શરૂ થશે. આ દરમિયાન 4.39થી 4.58ની વચ્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દરેક જગ્યાએ દેખાશે નહિ.

આ ગ્રહણ ક્યા-ક્યા જોવા મળી શકે છેઃ-
26 મેના રોજ અમેરિકા, ઉત્તર યૂરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના થોડા ક્ષેત્રોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળી શકે છે. જ્યારે ભારતમાં આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ તરીકે જોવા મળી શકે છે.

ઉપછાયા ચંદ્રગ્રહણ શું હોય છેઃ-
સંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત એક ઉપછાયા ગ્રહણ પણ હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો ન પડીને તેની માત્ર ઉપછાયા જ પડે છે. તેમાં ચંદ્ર પર એક ઝાંખી છાયા જોવા મળે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રની છબી ધૂંધળી (ઝાંખી) દેખાય છે. જ્યારે પણ કોઈ ચંદ્રગ્રહણ શરૂ થાય છે, તો ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે, જેથી તેની છબી થોડી મંદ પડી જાય છે તથા ચંદ્રનો પ્રભાવ મલિન થઈ જાય છે. જેને ઉપછાયા કહે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને ગ્રહણ કહેવામાં આવશે નહીં.

જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં
જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં

સૂતક લાગશે નહીં કે કોઇ અસર થશે નહીંઃ-
આ ચંદ્રગ્રહણને લઇને કોઇપણ પ્રકારે ભયભીત થવાની જરૂર નથી. ઉપછાયા ચંદ્રગ્રહણના કારણે તેમાં સૂતક કાળ લાગશે નહીં. જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં.

આ વર્ષે કુલ 2 ચંદ્ર ગ્રહણ લાગશેઃ-
વર્ષનું પહેલું ગ્રહણ 26 મેના રોજ જ્યારે બીજુ અને વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ લાગશે. 19 નવેમ્બરના રોજ લાગતું ગ્રહણ આંશિક ગ્રહણ રહેશે.