તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The First Lunar Eclipse Of The Year Will Take Place On The Day Of Vaishakh Purnima, The Eclipse Will Not Be Seen In India As It Will Take Place In The Afternoon.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદ્રગ્રહણ 2021:વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે, ગ્રહણ બપોરે થવાથી ભારતમાં જોવા મળશે નહીં

5 દિવસ પહેલા
  • આ ગ્રહણનું ધાર્મિક મહત્ત્વ ન હોવાના કારણે સૂતક લાગશે નહીં
  • વર્ષ 2021માં કુલ 2 ચંદ્ર ગ્રહણ જોવા મળશે

હિંદુ પંચાંગ અને જ્યોતિષીય ગણના પ્રમાણે વર્ષ 2021નું પહેલું ચંદ્ર ગ્રહણ 26 મે, બુધવારના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે લાગશે, આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ રહેશે. ચંદ્રગ્રહણ 26 મેના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગીને 17 મિનિટે લાગશે અને ગ્રહણ સાંજે 7 વાગીને 19 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણનો પ્રભાવ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર ઉપર સૌથી વધારે જોવા મળી શકે છે. આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ હોવાના કારણે સૂતક લાગશે નહીં.

આ ગ્રહણ ક્યા-ક્યા જોવા મળી શકે છેઃ-
26 મેના રોજ અમેરિકા, ઉત્તર યૂરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના થોડા ક્ષેત્રોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળી શકે છે. જ્યારે ભારતમાં આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ તરીકે જોવા મળી શકે છે.

ઉપછાયા ચંદ્રગ્રહણ શું હોય છેઃ-
સંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત એક ઉપછાયા ગ્રહણ પણ હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો ન પડીને તેની માત્ર ઉપછાયા જ પડે છે. તેમાં ચંદ્ર પર એક ઝાંખી છાયા જોવા મળે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રની છબી ધૂંધળી (ઝાંખી) દેખાય છે. જ્યારે પણ કોઈ ચંદ્રગ્રહણ શરૂ થાય છે, તો ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે, જેથી તેની છબી થોડી મંદ પડી જાય છે તથા ચંદ્રનો પ્રભાવ મલિન થઈ જાય છે. જેને ઉપછાયા કહે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને ગ્રહણ કહેવામાં આવશે નહીં.

જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં
જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં

સૂતક લાગશે નહીં કે કોઇ અસર થશે નહીંઃ-
આ ચંદ્રગ્રહણને લઇને કોઇપણ પ્રકારે ભયભીત થવાની જરૂર નથી. ઉપછાયા ચંદ્રગ્રહણના કારણે તેમાં સૂતક કાળ લાગશે નહીં. જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં.

આ વર્ષે કુલ 2 ચંદ્ર ગ્રહણ લાગશેઃ-
વર્ષનું પહેલું ગ્રહણ 26 મેના રોજ જ્યારે બીજુ અને વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ લાગશે. 19 નવેમ્બરના રોજ લાગતું ગ્રહણ આંશિક ગ્રહણ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો