તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહા મહિનામાં સુદ પક્ષની પાંચમ તિથિએ વસંત પંચમીનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરી, મંગળવારે ઊજવાશે. આ દિવસથી જ વસંત ઋતુનું આગમન થાય છે તેવું માનવામાં આવે છે. સાથે જ, આ દિવસે જ માતા સરસ્વતી પ્રકટ થયાં હતાં. આ દિવસે વિદ્યા, કળા, સંગીત વગેરે સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ હોય છે. વસંત પંચમીનો દિવસ વિદ્યાની શરૂઆત કે કોઇપણ શુભ કામ માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
વસંત પંચમીના શુભ મૂહૂર્તઃ-
વસંત પંચમીના દિવસે આ બે ખાસ સંયોગ બની રહ્યા છે. હિંદુ પંચાંગ પ્રમાણે આ દિવસે રવિયોગ અને અમૃતસિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે અનેક રાજયોગ પણ બની રહ્યા છે. વસંત પંચમીના દિવસે આખો દિવસ રવિયોગ રહેશે. જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. 16 ફેબ્રુઆરીએ સવારે 03 વાગીને 36 મિનિટે પાંચમ તિથિ શરૂ થશે, જે બીજા દિવસે એટલે 17 ફેબ્રુઆરીએ સવારે 5 વાગીને 46 મિનિટે પૂર્ણ થશે. એવામાં પાંચમ તિથિ 16 ફેબ્રુઆરીએ આખો દિવસ રહેશે. આ દિવસે 11.30 થી 12.30 વચ્ચે સારું મુહૂર્ત છે.
વસંત પંચમી પૂજા વિધિઃ-
1. માતા સરસ્વતીની પ્રતિમા કે મૂર્તિને પીળા રંગના કપડાં અર્પણ કરો.
2. હવે નાડાછડી, ચંદન, હળદર, કેસર, પીળા કે સફેદ રંગના ફૂલ, પીળી મીઠાઈ અને ચોખા અર્પણ કરો.
3. હવે પૂજા સ્થાને વાદ્યયંત્ર અને પુસ્તકો રાખવાં.
4. માતા સરસ્વતીની વંદનાનો પાઠ કરો.
5. વિદ્યાર્થીઓ માતા સરસ્વતી માટે વ્રત પણ રાખી શકે છે.
વસંત પંચમી કથાઃ-
આ દિવસે માતા સરસ્વતી પ્રકટ થયાં હતાંઃ-પૌરાણિક કથા પ્રમાણે સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માએ જ્યારે સંસારની રચના કરી ત્યારે વૃક્ષ-છોડ અને જીવ-જંતુને બધું જ દેખાઇ રહ્યું હતું, પરંતુ તેમને કોઇ વસ્તુની ખામી અનુભવ થઇ રહી હતી. આ ખામીને પૂર્ણ કરવા માટે તેમણે પોતાના કમંડળમાંથી જળ લઇને છાંટ્યું ત્યારે સુંદર સ્ત્રી સ્વરૂપમાં એક દેવી પ્રકટ થયાં. તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતી. ત્રીજામાં માળા અને ચોથો હાથ વરમુદ્રામાં હતો. આ દેવી માતા સરસ્વતી હતાં. માતા સરસ્વતીએ જ્યારે વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુઓમાં સ્વર આવી ગયો. જેથી આ દેવીનું નામ સરસ્વતી પડ્યું. આ દિવસ વસંત પંચમી હતો. ત્યારથી જ દેવલોક અને મૃત્યુલોકમાં માતા સરસ્વતીની પૂજા થવા લાગી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.