રાશિફળ:સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, 7 જૂન સુધી 6 રાશિઓ માટે સમય અશુભ રહેશે

2 વર્ષ પહેલા
  • રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવી જવાથી ઋતુમાં ફેરફાર જોવા મળશે, 6 રાશિઓ માટે સમય શુભ રહેશે

25 મે, સોમવારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવી ગયો છે. જેનાથી ઋતુમાં ફેરફાર પણ જોવા મળશે. ગરમી વધશે. ત્યાં જ, 12 રાશિઓ ઉપર તેનો પ્રભાવ પણ પડશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે સૂર્યના પ્રભાવથી મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોના વ્યવહારમાં આક્રમકતા આવી શકે છે. કામકાજમાં મુશ્કેલીઓની સંભાવના છે. સ્વાસ્થ્યના મામલે પણ આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ પ્રકારે 7 જૂન સુધી 12માંથી 6 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં. આ સિવાય અન્ય 6 રાશિઓ માટે સમય ફાયદાકારક રહેશે.

12 રાશિઓ ઉપર કેવી અસર થશેઃ-

મેષઃ- રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવી જવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે. જૂની બિમારીઓ દૂર થઇ શકે છે. સૂર્યના પ્રભાવથી તમારા સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ રહેશે. લવ લાઇફ સામાન્ય રહેશે. વિવાદ તથા તણાવ પણ વધશે. દુર્ઘટનાની સંભાવના છે.

વૃષભઃ- સૂર્યના પ્રભાવથી મોટાં કામ થઇ શકે છે. સમય સારો રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે. માનસિક તણાવમાં ઘટાડો આવશે. નવી યોજનાઓ બનશે. તેના ઉપર કામ પણ થશે. ભૂતકાળમાં કરેલાં કાર્યોનો ફાયદો પણ મળશે.

મિથુનઃ- રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી પરેશાનીઓ વધારી શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. તમે ગુસ્સામાં આવીનો કોઇ ખોટો નિર્ણય લઇ શકો છો. શારીરિક પરેશાનીઓભર્યો સમય રહેશે. શરીરની ગરમીથી માથા અને આંખ સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે. માનસિક તણાવ વધી શકે છે.

કર્કઃ- સૂર્યનું પોતાના મિત્ર નક્ષત્રમાં હોવું તમારા માટે શુભ રહેશે. સૂર્યના પ્રભાવથી વિચારેલાં કાર્યો થઇ શકે છે. વડીલોની મદદ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. પારિવારિક સુખ મળશે. લગ્નજીવન માટે સમય સારો રહેશે. સંતાન સુખ પણ મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

સિંહઃ- સૂર્ય તમારી જ રાશિનો સ્વામી છે. રોહિણી નક્ષત્રનો સૂર્ય બીમારીઓ સામે લડવામાં તાકાત વધારશે. નવી યોજનાઓ બનાવશે. પ્રોપર્ટી સંબંધી મામલે ફાયદો મળી શકે છે. નવા કામની શરૂઆત થઇ શકે છે. જૂના કાર્યોનો ફાયદો પણ આ દિવસોમાં મળી શકે છે.

કન્યાઃ- રોહિણી નક્ષત્રનો સૂર્ય તમારી યોજનાઓ પૂર્ણ કરાવી શકે છે. નોકરી અને બિઝનેસમાં મોટાં કામ શરૂ થઇ શકે છે. કામકાજની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. મહેનત વધશે. તેનો ફાયદો પણ મળશે. વડીલો પાસેથી મદદ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સંબંધ સુધરશે.

તુલાઃ- સૂર્યના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતા આવી શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. અધિકારીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. કામકાજને લઇને તણાવ રહેશે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવનો સમય રહેશે. ખર્ચ પણ વધી શકે છે.

વૃશ્ચિકઃ- તમારા સુખમાં ઘટાડો આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. માથા અને આંખમાં દુખાવો થઇ શકે છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ગુસ્સામાં કે સમજ્યા-વિચાર્યા વિના બોલવાથી તમારા કામ ખરાબ થઇ શકે છે. ખર્ચ વધવાની સંભાવના છે.

ધનઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. વિવાદનો સમય રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર સ્થાનના લોકો સાથે મુલાકાત કે વાતચીત થવાની સંભાવના છે. રૂપિયા વધારે ખર્ચ થઇ શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકશે નહીં.

મકરઃ- સમય સારો રહેશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. સંતાનના સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે. સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે. રોકાણને લઇને યોજનાઓ બની શકે છે. મહત્ત્વપૂર્ણ મામલાઓ ઉપર કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. વારસાગત સંપંત્તિથી ફાયદો મળવાના યોગ છે.

કુંભઃ- માતા સાથે પ્રેમ વધશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. રોજમર્રાના કામકાજને લઇને તણાવ રહેશે. લગ્નજીવનના સુખમાં ઘટાડો આવી શકે છે. બિઝનેસમાં પાર્ટનરશિપથી વિવાદ થઇ શકે છે. જરૂરી કામ પૂર્ણ કરવામાં કોઇ ભૂલ થઇ શકે છે. વારસાગત સંપત્તિને લઇને વિવાદ થઇ શકે છે.

મીનઃ- સૂર્યના પ્રભાવથી તમારા વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. નવા કામની યોજના બનશે. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે. પ્રોપર્ટી સંબંધિત મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. લગ્નજીવનમાં સુખ વધશે.

અન્ય સમાચારો પણ છે...